નરકમાં દુખ ભોગવ્યા પછી ફરી મળે છે આગલો જન્મ, આ રૂપે મળે છે નવો જન્મ !! જાણીને રુવાડા ઉભા થઇ જશે

0

સનાતન ધર્મ અનુસાર વ્યક્તિને તેના મૃત્યુ પછી તેના કરેલા કર્મો અનુસાર સ્વર્ગ અને નર્ક ની પ્રાપ્તિ થાય છે. આ કર્મોના ફલાણું વિસ્તાર પૂર્વક ગરૂડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે. ગરુડપુરાણમાં ગરુડ ભગવાન વિષ્ણુનું વાહન છે. અને તેમની ઇચ્છા થી જ ભગવાન વિષ્ણુએ ગરુડને જન્મ, મૃત્યુ, પુનર્જન્મ અને કર્મોના ફળને વિસ્તાર પૂર્વક કહ્યું છે. કેમકે વિશ્વ વિધારાએ પોતે જ પોતાના મુખે ગરુડ ને આ બધુ સંભળાવ્યું હતું. એટલા માટે જ તેનું નામ ગરુડ પુરાણ પડ્યું છે. તો ચાલો આજે જાણીએ કે નરકમાં દુખ ભોગવ્યા પછી આત્માને પાછો ક્યાં જન્મ મળે છે.

જેવુ પાપ એવો જન્મ :
ગરુડ ભગવાન વિષ્ણુને ભલામણ કરતાં કહે છે કે, ભગવાન જ્યારે આત્મા પોતાના કર્મો અનુસાર ફળ ભોગવે છે, એ બાદ તેને નરક પછી શેમાં જન્મ મળે છે. ગરુડનો આ પ્રશ્ન સાંભળી શ્રી હરિ વિષ્ણુ જણાવે છે કે નરકની યાતના અને દુખો સહન કર્યા પછી આત્માને ફરી જન્મ લેવાનો સમય આવે છે. ત્યારે પણ તેને તેના કરમોનો પ્રભાવ રહે છે  ને તેને તેના કર્મોના આધારે જ ફરી જન્મ આપવામાં આવે છે.

આમની હત્યાથી મળે છે આવો જન્મ :
જે આત્માઓએ માનવ જીવનમાં બ્રમહ હત્યા કરી છે. તે આત્માને નરકની યાતના ભોગવ્યા પછી ક્ષય રોગી બને છે. ગૌ હત્યા કરનાર મૂર્ખ અથવા કૂબડા, કન્યાની હત્યા કરનાર કોઢી, ગર્ભપાત કારનેનાર ભીલ્લ રોગી, આ બધાને ચાંડાલ રૂપમાં જન્મ લીધો છે એમ માનવામાં આવે છે.

મહિલાઓનું શોષણ કરનાર –
કોઈપણ પ્રકારનું મહિલાનું શોષણ કરનાર કે કરાવનાર ને મહા ભયંકર રોગોનો સામનો કરવો પડે છે. તે ક્ષણે ક્ષણે પીડાયા કરે છે. અપ્રાકૃતિક રૂપથી સંબંધ બનાવનાર આગલા જન્મમાં નપુશક જન્મે છે. ગુરુ પત્ની સાથે દુર્વ્યવહાર કરનાર કુષ્ટ રોગી બને છે.

આના સેવનથી પડે છે આ પ્રભાવ
ગરુડ પુરાણ આધારિત જે વ્યક્તિ માંસ ખાય છે તેને આગલા જન્મમાં અંગો સંબંધીત પીડા મળે છે. મદિરાનું સેવન કરનારાના દાંત કાળા હોય છે. પોતાની જીભના સ્વાદ માટે ન ખાવાની વસ્તુ પણ ખાનાર બ્રાંહણ જલંધરી રોગથી પીડાય છે. બીજાના ધ્યાનથી છૂપાઈને મીઠાઇ ખાનાર વ્યક્તિ ગળાનો રોગી બને છે. શ્રાદ્ધ સમયે ન આપવાનું દાન કરનાર કુષ્ટ રોગી બને છે,

ગુરુનું અપમાન કરનાર –
પોતાના અભિમાનના કારણે પોતાના ગુરુનું અપમાન કરનાર હૃદય રોગી બને છે, વેદ શાસ્ત્રોની નિંદા કરનાર પાંડુરોગી, ખાટી જુબાની આપનાર આંધળો, ગાય અને ભૂદેવને પાટુ મારનાર અપંગ, ખોટું બોલનાર અને ખોટાને સાથ આપનાર બહેરો, અને માંસ વેચવાવાળો દુર્ભાગ્યશાળી હોય છે.

રત્નો ચોરવાની મળે છે આવી સજા –
રત્નો ચોરનાર માનસિક રોગી, સોનાને ચોરનાર નખનો રોગી અને અન્ય ધાતુને ચોરનાર નિર્ધન બને છે. અન્ન ચોરનાર ઉંદર, જળની ચોરી કરનાર ચાતક, અને ઝેર ચોરનાર વીંછી બને છે. સુગંધીત વસ્તુ ચોરનાર છ્છૂંદાર અને મધની ચોરી કરનાર મધમાખી બને છે.

આવા લોકો બને છે બકરા –
ગરુડ પુરાણ અનુસાર જે લોકો હિંસા કરીને પોતાનું ઘર ચલાવે છે તે , જે લોકો લૂંટ કરે છે તે, જે લોકો મારપીટ કરે છે તે અને જે લોકો ચોરી કરે છે તે બધા જ બકરા બને છે. જે લોકો ઝેર પીને આત્મહત્યા કરે છે તે લોકો પહાડ પર રહેનાર કાળો નાગ બને છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here