મમ્મી એક જ પ્રશ્ન કરતા “મારી દીકરી કયારે ઉભી થશે?” રાજલક્ષ્મી પણ દર વખતે એક જ વિનંતી કરતી – ડોક્ટર મને સાજી કરી દો.

0

રાજલક્ષ્મી ના મમ્મી પપ્પા ડોક્ટર હતા. તેના વિસ્તાર માં તેમનું ખુબ સમ્માન હતું. ઘર ના એક ભાગ માં તેમનું કલીનીક હતું. સવાર સાંજ દર્દીની ભીડ હોતી. ઘરમાં કોઈ વસ્તુની ખામી નહતી. પપ્પા ઈચ્છતા હતા કે તેની દીકરી પણ આ રીતે ડોક્ટર બને. ભણવાની બાબતે તેમણે પપ્પા ને કયારેય પણ નિરાશ નથી કર્યા. હંમેશા કલાસમાં પહેલા નંબર પર રહી છે. પણ દીકરી ડોકટર બને, તે પહેલા જ તે મુત્યુ પામ્યા. રાજલક્ષ્મી ત્યારે ૧૦ ધોરણ માં હતી પપ્પા નું આમ સમય થી પહેલા જવું પરિવાર માટે મોટો સદમો હતો. તે નહતા પરંતુ તેમનું સ્વપ્ન દીકરી જોડે હતું. રાજલક્ષ્મી ખુબ લગન થી આ સ્વપ્ન ને પૂરું કરવામાં લાગી ગઈ. ૧૨ ધોરણ પછી ડેન્ટલ કોલેજ માં એડમિશન મળી ગયું ૨૦૦૭ ની વાત છે. બીડીએસ ની પરિક્ષામાં રાજલક્ષ્મી ને સારા અંક આવ્યા હતા તે ખુબ ખુશ હતી, તે દિવસ તેણે પપ્પાની કમી ખુબ અનુભવી. ત્યારે જીવતા હોત તો કેટલા ખુશ થાત? તે દરમિયાન ચેન્નઈ માં નેશનલ કોન્ફ્રેસ માં તેમણે પેપર જમા કરાવા માટે બોલાવ્યા. તેમણે બેંગ્લોર થી ચેન્નઈ ની મુસાફરી સડક માર્ગ થી કરવાનો નિર્ણય કર્યો, મુસાફરી લાંબી હતી. રસ્તામાં જ તેમની કાર ના ડ્રાઈવર ને ઝોલું આવી ગયું. અચાનક સ્ટેરીંગ થી તેનો હાથ હટી ગયો. નિયંત્રણ બગડયું અને ભયાનક દુર્ઘટના ઘટી ગઈ. ભાન આવ્યું ત્યારે હોસ્પિટલ માં હતા ત્યારે રાજલક્ષ્મી ૨૧ વર્ષ ની હતી. ડોકટર એ કહ્યું કે તરત સર્જરી કરાવી પડશે આશરે ૬ મહિના તે હોસ્પિટલ માં રહ્યા. દરેક વિતતા સમયે તેની આશા તુટતી હતી. તેમની કરોડરજ્જુ નું હાડકું તૂટી ગયું. બેડ પર બેસી પણ ના શકતા ઘણી સર્જરી કરાવી, પણ તે હાડકું ના જોડી શકાયું. શરૂઆતમાં તો ડોકટર કહતા રહ્યા કે બધું સારું થઇ જશે, પછી તેમણે હાથ ઉચા કરી દીધા.
જયારે પણ ડોક્ટર સામે આવતા મમ્મી એક જ પ્રશ્ન કરતા “મારી દીકરી કયારે ઉભી થશે?” રાજલક્ષ્મી પણ દર વખતે એક જ વિનંતી કરતી – ડોક્ટર મને સાજી કરી દો.અંતે એક દિવસ ડોકટરે કહી દીધું – હવે તમે કયારેય હરી ફરી નહિ શકો. આ સાંભળીને થોડીક વાર માટે તો સન્નાટો થઇ ગયો પછી ડોક્ટર માં ને સમજાવા લાગ્યાં ધીરજ રાખો અને દીકરી ને સાંભળો થોડા દિવસ પછી હોસ્પિટલ માંથી રજા મળી ગઈ. તે દુ:ખ ભર્યા દિવસો હતા. ઘણા બધા પ્રશ્ન હતા મન માં, શું હવે આખી જિંદગી વ્હીલચેર પર કાઢવી પડશે? લોકો મને અપંગ કહીને બોલાવશે, આગળ નું ભણતર કેમ થશે?રાજલક્ષ્મી કહે છે – અચાનક જિંદગી બદલાય ગઈ. એવું લાગ્યું કે હું તે છોકરી છું જ નહિ, જે ધટના પહેલા હતી. પરંતુ પરિવાર એ મારી હિંમત અને આત્મવિશ્વાસ તુટવા ના દીધો. શારીરિક મુશ્કેલી હોવા છતાં મેં મારું ભણવાનું પૂરું કર્યું અને ડોક્ટર બની, શરૂઆત માં ખુબ મુશ્કેલી થતી. રાજલક્ષ્મી જયા પણ જતી, લોકો તેમને ધારી ધારી ને જોતા. કેટલા બંધ મોઢા માં પ્રશ્ન પણ જોવા મળતા – શું થયું આ છોકરી સાથે? પણ રાજલક્ષ્મી એ વાતો ને નજર અંદાજ કરી દેતી અને આગળ વધતી. ડેન્ટલ સર્જરી માં ગોલ્ડ મેડલ જીત્યો. અપંગ હોવાને કારણે સરકારી હોસ્પિટલ માં નોકરી ના મળી શકી. પણ તે નિરાશ ના થઇ. તેમણે પોતાની માલિકી નું ક્લિનિક ખોલ્યું. પ્રેક્ટીસ માં ઘણી મુશ્કેલી આવી.રાજલક્ષ્મી કહે છે – ક્લિનિક માં વ્હીલચેર ઉપર જોઈ ને દર્દી ને ઘણી વાર શંકા થતી. તે વિચારતા કે આ અપંગ છોકરી આપણી સારવાર કેમ કરી શકશે?
ભણવા સિવાય તેમણે મનોવિજ્ઞાન, ફેશન ડીઝાઇન અને વૈદીક યોગ ના કોર્સ કર્યો. ફેશન ડીઝાઇન ના કોર્સ દરમિયાન મન માં મોર્ડલિંગ ના પ્રત્યે રૂચી વધી. તે દરમિયાન તેમણે અપંગ ફેશન સ્પર્ધા વિષે જાણ થઇ. ૨૦૧૪ માં તેમણે મિસ વ્હીલચેર ઇન્ડિયા નું પુરસ્કાર જીત્યો. એ જીત પછી તેમનો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો.તે વ્હીલચેર બાસ્કેટબોલ અને વ્હીલચેર ડાન્સ માં ભાગ લેવા લાગ્યાં. દુનિયા આ અપંગ છોકરી નો આત્મવિશ્વાસ જોઈ ને આશ્ચર્ય ચકિત થઇ ગઈ. તેના આજ અંદાજ થી રાજલક્ષ્મી ને બોલ્ડ વુમેન ઇંડિયા ના ખિતાબ થી નાવાઝીયા. તે સાધારણ લોકોની જેમ ફરવા ઈચ્છતા હતા. ઈચ્છતા હતા કે સાધારણ છોકરીઓ ની જેમ તે પણ સ્કુટી કે કાર થી ફરી શકે. જલ્દી થી આ સ્વપ્ન પણ પૂરું થઇ ગયું. તેમણે અપંગ માટે ની સ્પેશીયલ કાર ખરીધી. રાજલક્ષ્મી કહે છે – મારી પાસે એવી કાર છે, જેને ચલાવા માટે પગની જરૂર નથી પડતી. કાર ચલાવા માં ખુબ મજા આવે છે. રાજલક્ષ્મી વ્હીલચેર પર આશરે ૧૧ દેશો ની યાત્રા કરી ચુકી છે. ૨૦૧૫ માં તેમણે મિસ વ્હીલચેર સ્પર્ધા નું આયોજન કરવાની જવાબદારી લીધી હતી.શરૂઆત માં આયોજન માં ભાગ લેવા પ્રતિયોગી નહતા, પણ તેમણે હિંમત ના હારી. સમય ની સાથે દરેક મુશ્કેલી સરળ થતી ગઈ. દર્દીઓ ને પણ ભરોસો આવી ગયો કે રાજલક્ષ્મી એક ખુબ સારી ડોક્ટર છે. પ્રેક્ટીસ ની સાથે તે મોર્ડલિંગ પણ કરતા રહ્યા. પાછળ ના સપ્તાહ પોલેન્ડમાં આયોજિત મિસ વ્હીલચેર વલ્ડ માં તેમણે પોપ્યુલર ખિતાબ થી નવાઝ્વા માં આવ્યા.રાજલક્ષ્મી કહે છે – ઈશ્વરે મને એક જ જીવન માં બે સુંદર ઝીંદગી આપી છે. એક દુર્ઘટના થી પેહલા ની અને બીજી હવે હું વ્હીલચેર પર જીવું છું. આ બનાવ પછી મેં મારી અંદર નવી શક્તિ અનુભવી છે. મને ઈશ્વર થી કોઈ ફરિયાદ નથી રહી. લેખન સંકલન : અંજલી આહીર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!