પોતાનાં પર્સમાં કેટલાં પૈસા રાખીને ઘરેથી નીકળે છે મુકેશ અંબાણી, આ ખુલાસો સાંભળીને તમે ચૌકી જ જશો !!

0

ભારતના સૌથી સમૃદ્ધ ઉદ્યોગપતિઓની યાદીમાં આવનારા ભારતના મુકેશ અંબાણી આજે આજે ભલે કોણ નહીં જાણતું હોય ? જે રિલાયન્સ જીયોના માલિક મુકેશ અંબાણીની સંપત્તિ વિશે શું કહેવું. તે તો ભારતના સૌથી સમૃદ્ધ માણસોમાના એક છે.
મુકેશ અંબાણી આજે જે મુકામ પર છે તે મહેનતના કારણે છે. તેઓ હંમેશા તેમની મહેનતથી સાબિત કરે છે કે સાચી મહેનત કરવાથી જ તે સફળ થયા છે. મુકેશ અંબાણીની ગણતરી ફક્ત દેશમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં થાય છે. સમગ્ર વિશ્વમાં સમૃદ્ધ લોકોની યાદીમાં મુકેશ અંબાણીનું નામ લેવામાં આવે છે.
અંબાણી પરિવાર સમગ્ર એશિયામાં સૌથી સમૃદ્ધ પરિવારોમાં એક છે. ઘણી વાર તમે જોયું હશે કે મુકેશ અંબાણી કે પછી તેમના પરિવારના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે. મુકેશ અંબાણીનું કુટુંબ રોયલ લાઇફ જીવે છે. મુકેશ અંબાણીના ઘરની વાત કરો તો ભારતનું સૌથી વધુ ભવ્ય ઘર તેનું છે.
મુકેશ અંબાણીનું ઘર મોંઘા ઘરની યાદીમાં આવે છે. ઘણીવાર તમારા મનમાં આ પ્રશ્ન જરૂર થતો હશે કે, મુકેશ અંબાણી જ્યારે પણ ઘરમાંથી બહાર નીકળતા હશે ત્યારે તે કેટલાં પૈસા લઈને નીકળે છે. તમે આ વાત સાંભળીને તમે પણ દંગ રહી જશો. તેઓ જણાવે છે કે, તે જ્યારે ઘરની બહાર જાય છે ત્યારે કેટલાં પૈસા પોતાની પાસે રાખે છે.
તાજેતરમાં એચટી લીડરશિપ સમિટ થયું હતું તેમાં મુકેશ અંબાણીએ આ વાતનો ખુલાસો કર્યો છે કે તે પોતાનાં ખિસ્સામાં ન તો પૈસા રાખે છે કે ના કોઈ ક્રેડિટ કાર્ડ. તેમનો જેટલો પણ ખર્ચ થાય છે તે બધાનું બીલ તેમની સાથે રહેલ એક વ્યક્તિ ચૂકવે છે.
તે કહે છે કે , પૈસા એ એક સાધન નથી ફ્લેગજીબિલિટી પણ મળે છે. હું મારા પર્સમાં ક્યારેય પૈસા રાખતો નથી. બહુ ઓછા લોકો આ વાત જાણે છે. બાળપણ થી લઇને અત્યાર સુધીમાં તેમણે ક્યારેય પોતાનાં પર્સમાં પૈસા નથી રાખ્યા.
બાળકો મળતા હતા 5 રૂપિયા
નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, હું મારા બાળકોને દર શુક્રવારે પાન રૂપિયા નાસ્તો લેવા માટે આપતી. જેથી તે સ્કૂલની કેન્ટીનમાંથી નાસ્તો કરી શકે.
એક સમયની વાત છે જ્યારે મારો પુત્ર અનંતે મને કહ્યું કે મારે 10 રૂપિયા જોઈએ. જ્યારે મેં પ્રશ્ન પૂછ્યો કે કેમ 10 રૂપિયા ? પછી તે બોલ્યો કે શાળાના મિત્રો મારે મજાક ઉડાડે છે. કહે છે કે તું ફક્ત 5 રૂપિયા જ લાવે છે.તું અંબાણી છે કે ભિખારી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here