મુકેશ અંબાણીનો નવો ધમાકો, પેટ્રોલ-ડીઝલ આપશે ૨૦ રૂપિયા ઓછી કિમતે વિગતે વાંચો અહિયાં….

0

પેટ્રોલીયમ સેક્ટરના રાજા એ મુકેશ અંબાણી જીઓ લાવીને ટેલીફોન ક્ષેત્રમાં જે ઉથલપાથલ કરી દીધી એવીજ રીતે પેટ્રોલીયમ ક્ષેત્રમાં પણ ધમાલ કરવાની તૈયારીમાં જ છે. મીડિયા રીપોર્ટ અનુસાર મુકેશ અંબાણી એ પોતાના પેટ્રોલ પંપ ફરથી શરુ કરવાનું વિચારી રહ્યા છે. સંભાળવામાં આવ્યું છે કે મુકેશ અંબાણી એ પોતાના પેટ્રોલ પંપ પર પેટ્રોલ એ બાકીના પેટ્રોલ પંપ કરતા ૧૦ થી ૨૦ રૂપિયા ઓછી કિમતે વેચશે. બધી જગ્યાએ એક સરખી કિમત નહિ હોય જગ્યા અનુરૂપ ભાવ હશે. બધા પેટ્રોલ પંપ એ જીઓના બેનર હેઠળ શરુ કરવામાં આવશે. જો આવું થશે તો જેમ જીઓ આવવાથી બાકીની કંપનીએ પોતાના ડેટા પ્લાનના દરમાં ફેરફાર કર્યા હતા એવી જ રીતે અહિયાં પણ જો મુકેશ અંબાણી એ પેટ્રોલ ઓછા ભાવે વેચશે તો બાકીના પેટ્રોલ પંપની કંપનીને પણ પોતાના પેટ્રોલની કિમત ઓછી કરવી જ પડશે. તમને જણાવી દઈએ કે આ છૂટ એ કેસમાં નહિ પણ બીજી રીતે મળશે જેનો ખુલાસો હજી મળ્યો નથી.

હમણાં જ સરકારી તેલની કંપનીએ ૨૫૦૦૦ નવા પેટ્રોલ પંપની શરૂઆત કરવાની ઘોષણા કરી છે. આમાં સૌથી વધુ પેટ્રોલ પંપ ઈન્ડીયન ઓઈલ કંપનીના ખુલવાના છે. આ સમય દરમિયાન પ્રાઇવેટ પેટ્રોલિયમ કંપની એસ્સાર એ પોતાના ૫૦૦૦ નવા પેટ્રોલ પંપ ખોલી દીધા છે. આ બધું જોતા જ મુકેશ અંબાણીએ પેટ્રોલીયમ ક્ષેત્રમાં ફરીથી જંપલાવવાનું વિચાર્યું છે. તમને જણાવી દઈએ કે આખા દેશમાં મુકેશ અંબાણીના ૧૪૦૦ પેટ્રોલ પંપ છે જેમાંથી ૧૧૦૦ પેટ્રોલ પંપ તો વર્ષો પછી ફરીથી શરુ કરવામાં આવ્યા છે.

આપણા દેશમાં અત્યારે સરકારી પેટ્રોલ પંપ કંપનીઓ ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલીયમ સિવાય પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ એસ્સાર ઓઈલ અને રિલાયન્સ કંપનીના પેટ્રોલ પંપ ચાલી રહ્યા છે. પેટ્રોલ પંપ યોજના અને વિશેષણ પ્રકોષ્ટ ના રીપોર્ટ અનુસાર આજે દેશમાં ઇન્ડિયન ઓઇલના ૨૫૬૨૭, ભારત પેટ્રોલિયમના ૧૩૬૧૯ અને હિન્દુસ્તાન પેટ્રોલીયમના ૧૩૯૭૮ પેટ્રોલ પંપ છે. આના સિવાય એસ્સાર કંપનીના ૩૩૦૦ અને રિલાયન્સ કંપનીના ૧૪૦૦ જેટલા પેટ્રોલ પંપ કાર્યરત છે.

રિલાયન્સ દ્વારા ૧૦ થી ૨૦ રૂપિયા ઓછી કિમતે પેટ્રોલ વેચવાના નિવેદન પર ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના અધ્યક્ષ અજય બંસલનું કહેવું છે કે રિલાયન્સનું પૂરું ધ્યાન એ અમારા ગ્રાહકો પર છે પણ તેનાથી કોઈ ફેર પાડવાનો નથી. તેનું કારણ એટલું જ છે કે રિલાયન્સના પેટ્રોલ પંપ એ બહુ ઓછી સંખ્યાઓમાં છે. જો ભવિષ્યમાં તેઓ પેટ્રોલ પંપની સંખ્યા વધારે તો જ તકલીફ પડશે. હવે જોવું એ રહ્યું કે સમય જતા શું થશે.

Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here