મુકેશ અંબાણીના દીકરાના લગ્ન કાર્ડ થયા વાઈરલ, કિંમત છે તદ્દન હોંશ ઉડાલનારી….

અંબાણી પરિવારની અમીરીની ચર્ચા માત્ર ભારતમાં જ નહિ, પણ દુનિયાભરમાં મશહુર છે. ધીરુભાઈ અંબાણીના મોટા દીકરા, મુકેશ અંબાણી અલીબાબાના સંસ્થાપક જૈક માં બાદ એશિયાના સૌથી અમીર આદમીઓ માના એક છે. તેનું નામ આજે દુનિયાભરમાં વિખ્યાત છે. અંબાણી પરિવારમાં જરાપણ હલચલ થાય કે તરત જ તેની ખબરો વાઈરલ થવા લાગતી હોય છે. આ દિવસોમાં પણ મુકેશ અંબાણીના ઘરમાં એવુજ કઈક થઇ રહ્યું છે, જેની ચર્ચા હાલ ખુબ જોરોમાં ચાલી રહી છે.

જાણવામાં આવ્યું છે કે, અંબાણી પરિવાર હાલ તેમના દીકરા આકાશ અંબાણીના લગ્નની તૈયારીમાં લાગેલા છે. હવે જયારે દેશના સૌથી અમીર વ્યક્તિ ના દીકરાના લગ્ન હોય તો ચર્ચા થવી તો બને જ છે, પણ અંબાણીના દીકરાના લગ્ન કરતા વધારે આ લગ્નમાં છાપવામાં આવેલા લગ્ન કાર્ડને લઈને ચર્ચા થઇ રહી છે. જે કાર્ડ અંબાણી પરિવાર દ્વારા પસંદ કરવામાં આવ્યા છે તેની કિંમત એટલી છે કે જેને જાણીને તમારી આંખો ખુલ્લી જ રહી જાશે.

રીપોર્ટના આધારે જાણવામાં આવ્યું છે કે આ એક કાર્ડની કિંમત 1.5 લાખ રૂપિયા છે. હવે તમને પણ કદાચ ઉત્સુકતા થશે કે એવું તે વળી શું હશે આ કાર્ડમાં. સોશિયલ મીડિયા પર છવાયેલા આ કાર્ડ વિશે કહેવામાં આવી રહ્યું છે કે, આ કાર્ડ સોનાનું બનેલું છે. સાથે જ તેના પર ખુબ મોંઘી કિંમતની કારીગીરી કરવામાં આવેલી છે.

જાણવામાં આવ્યું છે કે આ વર્ષ ડીસેમ્બરમાં મુકેશ અંબાણી લગ્ન કરી શકે છે. જો કે અંબાણી પરિવાર તરફથી કોઈ ઘોષણા હાલ કરવામાં આવી નથી કે લગ્ન ક્યા અને ક્યારે છે, પણ જલ્દી જ આ બાબત વિશેની જાણકારી પણ મેળવવામાં આવશે.

હાલમાં જ ફોર્બ્સ દ્વારા વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓના લીસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં મુકેશ અંબાણીને ભારતના સૌથી ધનવાન બીઝનેસમેન ગણવામાં આવ્યા છે. મુકેશ અંબાણીની કંપની રિલાયંસ ઇન્ડસ્ટ્રી દેશ અને દુનિયાના વિભિન્ન ક્ષેત્રોમાં કારોબાર કરી રહી છે. મુકેશ અંબાણી લગાતાર 10 વર્ષોથી દેશના સૌથી અમીર વ્યક્તિ બની રહેલા છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!