મુકેશ અંબાણીના ઘરના કચરાને ફેંકવામાં નથી આવતો, જાણો આખરે આ કચરાનું શું કરવામાં આવે છે, કારણ જાણીને ચોંકી જશો….

0

રિલાયંસ ઇન્ડસ્ટ્રી ની જ્યારે પણ વાત આવે તો દરેકના મનમાં સૌથી પહેલું એક્નુજ નામ આવતું હોય છે,’મુકેશ અંબાણી’. અને જ્યારે વાત મુકેશ અંબાણીની હોય તો તેની લાઈફસ્ટાઈલ અને ઇન્કમને લઈને વાતો સામે આવતી જ હોય છે. જો કે તેના બીઝનેસથી લઈને રહેણી કરણી સુધી બધું જ એ-વન છે. તેન વિશે જાણવાની હર કોઈની ઉત્સુકતા રહેતીજ હોય છે.

જો કે મુકેશ અંબાણીની સાથે સાથે પરિવારના દરેક સદસ્યો દિન પ્રતિદિન ચર્ચામાં રહેતા જ હોય છે. જો કે અંબાણી પરિવારની લાઈફ સ્ટાઈલ, તેનું આલીશાન ઘર, ઇન્કમ, કાર કલેક્શન વગેરે વિશેની માહિતીતો તમને આપેલીજ છે. સાથે જ હાલમાં થોડા સમય પહેલા જ અંબાણીના ઘરના નોકરો અને તેના ડ્રાઈવરના પગારનો ખુલાસો થયો હતો. પણ આજે અમે એક અલગ જ ખબર લાવ્યા છીએ જેને સાંભળીને હર કોઈ ચોંકી જાશે.

જો કે આ જાણકારી હાલ સોશીયલ મીડિયા પર ખુબ વાઈરલ થઇ રહી છે. અંબાણીના આલીશાન મહેલને જોતા સ્વાભાવિક છે કે ઘરનો કચરો પણ મોટી માત્રામાં ઉદ્દભવતો હશે. જાણવામાં આવ્યું છે કે અંબાણીના ઘરના કચરાને ફેંકવામાં આવતો નથી પણ તેનો સંગ્રહ કરવામાં આવે છે. આવું તે શા માટે? આ કચરાનું શું કરવામાં આવે છે?

જાણવામાં આવ્યું છે કે તેમના ઘરના કચરાને ફેંકવામાં કે બરબાદ કરી દેવામાં આવતો નથી પણ તેનો સંગ્રહ કરી ખાસ કામ માટે ઉપીયોગમાં લેવામાં આવે છે. આ બાબતની જાણ થતા મીડિયા પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ દર્શાવી છે.

જો કે મુકેશ અંબાણી ભારતના સૌથી મોંઘા આલીશાન ઘરમાં રહે છે. જે 27 માળનું બનેલું આલીશાન ઘર છે. જેમાં 600 જેટલા નોકરો કામ કરે છે અને દરેક નાની એવી વસ્તુઓનું હેન્ડલ કરવું પણ નોકરોના હાથમાં જ હોય છે. દરેક નોકરોને કામ માટેના અલગ અલગ સેક્શન પણ આપેલા છે. જેથી તેઓને હેન્ડલ કરવામાં સરળતા રહે. સ્વાભાવિક છે કે આવા મોટા ઘરમાં વીજળીનો ઉપયોગ પણ ખુબ મોટા પ્રમાણમાં થતો હશે.

જાણવામાં આવ્યું છે કે અંબાણી પરિવારે પોતાના ઘરમાં વપરાતી વીજળી માટે ખાસ પ્રયોગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને જાણીને દરેક લોકો ને હેરાની લાગશે કે અંબાણીના ઘરમાં આવું પણ થતું હશે. અંબાણીના ઘરમાં ઉત્પન થતા કચરા માંથી વીજળી ઉત્પન કરવામાં આવે છે જે તેના ઘર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આવા મોટા ઘરમાં સૌથી વધુ ખર્ચ તેમાં વપરાતી વીજળીનો જ છે.

આ કચરાને સંગ્રહ કરવામાં આવે છે. જેમાંથી સુકા અને ભીના કચરાને પહેલા અલગ કરવામાં આવે છે. અને એક સીસ્ટમની મદદથી વીજળી ઉત્પન કરવામાં આવે છે. જે પુરા ઘર માટે વાપરવામાં આવે છે. અંબાણીની આ સિસ્ટમને લીધે કચરાનો નીકાલ પણ થઈ શકે અને વીજળી ની પણ બચત થઇ શકે છે.


Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!