મોટાપો જલ્દી ઉતારવો છે?..તો ખાઓ 7 વસ્તુઓ…

0

મોટાપો એક ગંભીર રોગ છે જે ખુદથી અલગ-અલગ રોગોને જન્મ આપે છે. જો મોટાપા ને તરત જ ઓછુ કરવામાં ન આવે તો બહાર નીકળેલું પેટ ખુબ જ ખરાબ દેખાવા લાગે છે. પેટને અંદર હર કોઈ કરવા ઈચ્છે છે પણ સ્વાદિષ્ટ ભોજનની આગળ હર કોઈ હારી જતા હોય છે.

જો તમે તમારી આ ભૂખને કન્ટ્રોલ કરીને નીચે આપવામાં આવેલા આહારોનું નિયમિત સેવન કરશો તો તમારો મોટાપો ઘણી હદ સુધી ઓછો કરી શકાય છે. .

નટ્સ:

બોડી ફેટ બર્ન કરવા માટે તમારે બદામ,અખરોટ અને પીસ્તા ખાવા જોઈએ. જ્યારે પણ તમને કસીને ભૂખ લાગી હોય ત્યારે આ મેવાને ખાઓ. આ પૌષ્ટિક હોય છે સાથે જ ભૂખ પણ મીટાવે છે. ડ્રાઈ ફ્રુટ્સ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને શરીરનું મેટાબોલીઝ્મ્સ સારું રહે છે. ડ્રાઈ ફ્રુટ્સ ખાવાથી શરીરમાં ભરપુર ઉર્જા પણ મળે છે. જો તમે માત્ર વજન ઘટાવા માટે જ ડ્રાઈ ફ્રુટ્સનું સેવન કરવા માંગો છો તો હર દિન નિયમિત માત્રામાં નિયમિત સમય પર તેને ખાઓ. તેનાથી બોડીનું એક રૂટીન બનશે. સાથે જ દરેક ડ્રાઈ ફ્રુટ્સને તેના યોગ્ય તરીકાથી ખાવા જોઈએ. કેમ કે બદામને રાતે ભીગોવીને, તેને સવારે ખાઓ. બદામનું સેવનથી બોડીને સૌથી વધુ ઉર્જા મળે છે અને મેટાબોલીઝ્મ્સ પણ ઠીક રાખે છે. આવીજ રીતે કિશમિશ અને અન્ય પ્રકારના ડ્રાઈ ફ્રુટ્સને બપોરના લંચમાં પણ શામિલ કરો.

2. આદું:

આદુંના સેવનથી આપણા શરીરના મેટાબોલીઝ્મ્સ પર તેની સીધી જ અસર પડે છે, જેનાથી આપણું વજન ઘટે છે. જ્યારે શરીરનું મેટાબોલીઝમ્સ ઠીક રહે છે તો પાચન પણ સારી રીતે થાય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે. સાથે જ શરીરની કેલેરીને પણ ઓછી કરી છે અને વજન પણ ઉતારાવામાં મદદગાર છે. કેલેરી રહિત હોવાને લીધે આદુંનું સેવનથી પેટ ભરાયેલું મહેસુસ થાય છે જેથી વધુ ભોજન કરવાની ઈચ્છા રહેતી નથી. તમે ઈચ્છો તો સવારે આદું, લીંબુ અને મધનું પાણી કે ચા બનાવીને ખાલી પેટ પી શકો છો. તેને નિયમિત એક હફ્તા સુધી પાણી પીવાથી શરીરનું મોટું કદ ઓછું કરી શકાય છે.

3. શકરકંદ:

શકરકંદમાં ખુબ વધુ માત્રામાં પોષણ અને વજન ઓછુ કરવા માટેના લાભ છે. આ ખાદ્ય પદાર્થ સ્ટાર્ચથી ભરેલું છે, પણ તેમાં એટલી માત્રામાં પૌષ્ટિક ગુણ છે કે સુપર ફૂડમાં તેની ગણતરી કરવામાં આઅવે છે. આલુંની જગ્યા પર શકરકંદ જ ખાઓ. તેમાં બટેટાની તુલનામાં 300 કેલેરી ઓછી હોય છે. તેને તમે વજન ઓછુ કરવા માટે ખાઈ શકો છો.

4. ફ્રુટ:

વજન ઓછુ કરવા માટે સ્ટ્રીસ ફ્રુટ પીઓ. તેને તમે તમારા આહારમાં પણ શામિલ કરી શકો છો. કેમ કે તે પોષણથી ભરપુર છે. તમને લીંબુ, મોસંબી અને સંતરા જેવા ફ્રુટ ખાવા જોઈએ. સાથે જ બ્લુબેરી, સ્ટ્રોબેરી, અને રાસ્ભરી માં પણ એન્ટીઓક્સિડેંટ મળી આવે છે, જે વજન ઉતારવામાં ખુબ જ ફાયદેમંદ છે.

5. મધ:

મધ અન્ય  ઉત્પાદકો ના મુકાબલામાં વજન ઓછુ કરવામાં જલ્દી અસર બતાવે છે. તેની સાથે જ ડાયટીંગ કરવાના સમયે તે શરીરને ભરપુર પોષણ પણ આપે છે. લીંબુ અને મધ એક સાથે લેવું વજન ઓછુ કરવા માટેનો સૌથી બેસ્ટ ઉપાય છે. જો તમે રોજ સવારે લીંબુ, મધ અને ગરમ પાણી મિલાવીને પીવાથી તમારું વજન જલ્દી ઘટવા લાગશે. તમે ઈચ્છો તો સવારે નાસ્તામાં પણ દહીં માં મધ મિલાવીને ખાઈ શકો છો.

6. આમળા:

તે શરીરના મેટાબોલીઝમ્સને ખુબ સારું બનાવી રાખે છે, કેમ કે તે પ્રોટીન થી ભરપુર હોય છે. જો શરીરનું મેટાબોલીઝ્મ્સ સારૂ હશે તો શરીરનું એક્સ્ટ્રા ફેટ પણ ઘટી જાશે અને શરીરની પ્રોસેસ સારી રીતે થશે. તમે આમળાનું જ્યુસ પણ પી શકો છો. તમે તેને એકવાર નીકાળીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો.

7. એલોવેરા:

એલોવેરાને છીલીને તેની જૈલ નીકાળી અને ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો. તેને તમારે સવારે ખાવાના 15 મિનીટ પહેલા 1/2 કપ જ્યુસ પીવાનું રહેશે. આ જ્યુસને 1-2 હફ્તાઓ સુધી પીઓ. ઈચ્છો તી 1 ચમચી જેલ ને દિવસમાં એકવાર પણ ખાઈ શકો છો. એલોવેરા જેલને એક ગ્લાસમાં નીકાળીને તેમાં લીંબુ, પાણી અને થોડું મધ મિક્સ કરી પી શકો છો. નિયમિત રૂપથી તેનું સેવના રવાથી તમારું વજન જલ્દી જ ઉતરી જાશે.

લેખન સંકલન : જાનવી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.