વારંવાર મોઢામાં થતા ચાંદાથી કંટાળી ગયા છો, અપનાવો આ 9 ઘરગથ્થું ઉપચાર..100% ફાયદો થશે

0

અરે આટલું ટેસ્ટી ખાવાનું જોઇને મોઢામાં પાણી આવે છે પણ હાય રે આ ચાંદા કશું ટેસ્ટી ખાવા નથી દેતા. વાત તો સાચી છે ઘણીવાર વધારે મસાલેદાર ખોરાકને લીધે કે પછી શરીરની ગરમીના કારણે મોઢું આવી જવું, હોઠની અંદર ચાંદા પડવા એ આમ તો સામાન્ય બાબત છે. પણ એ તો જેને થાય એ જ જાણે કે કેટલી તકલીફ થાય ના કશું સારું ખાઈ શકાય ના પરિવાર કે મિત્રો સાથે પાર્ટીનો આનંદ ઉઠાવી શકાય.

પહેલા આપણે જાણીએ કે શેના કારણે થાય છે આ તકલીફ.

આમ તો ઘણા બધા કારણો છે જેના કારણે મોઢામાં ચાંદા પડતા હોય છે જેમાં મુખ્ય કારણ વધારે પડતું મસાલેદાર ખાવાનું ખાવાથી, દુખાવાની દાવાને રેગ્યુલર ઉપયોગમાં લેવાથી, વધારે પડતા તૈલી ખોરાકને ભોજનમાં સામેલ કરવાથી, પેટમાં જયારે એસીડ બનવાનું પ્રમાણ વધી જાય છે ત્યારે પણ મોઢામાં ચાંદા પડે છે. આલ્કોહોલનું સેવન વધારે કરવાથી પણ આ તકલીફ થતી હોય છે. જે મિત્રોને સતત કબજિયાત રહેતી હશે એમને આ તકલીફ વધુ થઇ હોય છે.

ચાલો આજે અમે તમને જણાવીશું એવા કેટલાક ઘરગથ્થું ઉપચાર જેના ઉપયોગ માત્રથી તમને આ મોઢાના ચાંદાથી આરામ મળી જશે અને તમે આનંદ ઉઠાવી શકશો ટેસ્ટી અને મસાલેદાર ભોજનનો. વાંચો અને જે મિત્રોને વારંવાર આ તકલીફ થતી હોય એમની સાથે શેર પણ કરજો.

૧. તુવેરની દાળ

લગભગ દરેકના ઘરમાં તુવેરની દાળ હશે જ હા મિત્રો તુવેરની દાળની મદદથી તમે મોઢાના ચાંદા દુર કરી શકશો. તેના માટે તમારે તુવેર દાળને અધકચરી દળીને જ્યાં ચાંદા પડ્યા છે ત્યાં લગાવો આમ કરવાથી દુખાવામાં રાહત થશે અને ચાંદા વહેલામાં વહેલી તકે મટી જશે.

૨. લીમડાનું દાતણ

દરરોજ લીમડાના દાતણથી મોઢું સાફ કરવાથી મોઢાની ગરમી નિયમિત નીકળી જશે અને ચાંદા પણ માટી જશે.

૩. એલોવેરા જેલ

એલોવેરા જેલને તમારે હળવા હાથે મોઢામાં જ્યાં ચાંદા પડ્યા છે ત્યાં લગાવવાની છે. થોડા દિવસ રેગ્યુલર ઉપયોગથી ચાંદા મટી જશે.

૪. બરફ

બરફના ટુકડાને ચાંદા પર લગાવો અને મોઢામાં જે લાળ નીકળે એને ગળવાની નથી બહાર ટપકવા દેવાની છે.

૫. લીલા ધાણા

લીલા ધાણા એ ઠંડક આપતી વસ્તુ છે તો લીલા ધાણાને ક્રશ કરો અને તેમાંથી નીકળતા રસને ચાંદા પર લગાવો.

૬. લીલી ઈલાયચી

લીલી ઈલાયચીનો ટેસ્ટ આમ તો બહુ સારો નથી હોતો પણ એ ફાયદાકારક છે માટે લીલી ઈલાયચીના બે દાણા વાટીને તેમાં મધ ઉમેરી ચાંદા પર લગાવો જેનાથી તરત આરામ મળશે.

૭. જલદારું

જેને આપણે આલું પણ કહીએ છીએ તેના રસને ચાંદા પર લગાવવાથી પણ રાહત મળશે.

૮. ટી બેગ

એકવાર ઉપયોગમાં લઇ લીધી હોય એવી ટી બેગને ઠંડી કરીને ચાંદા પર લગાવવાથી પણ આરામ મળશે.

૯. જામફળના પાન

જામફળના પાન પણ ઠંડક આપતા હોય છે તેના માટે કુણા કુણા જામફળના પાન પર કાથો લગાવીને પાન ખાતા હોવ એમ ચાવી જાવ ફટાફટ આરામ મળી જશે.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here