મિસ યુનિવર્સ સ્પર્ધામાં સુષ્મિતા સેને પહેર્યું હતું આટલું સસ્તું ગાઉન, જાણીને હેરાન જ રહી જાશો……

દિલમાં જો કઈક મેળવવાની ઈચ્છા હોય તો કોઈ પણ મુશ્કિલ તમારો રસ્તો રોકી નથી શકતી. પછી તે મુશ્કિલ પૈસાની પણ કેમ ન હોય.તેની એક બેહતરીન મિસાલ છે, પૂર્વ મિસ યુનિવર્સ ‘સુષ્મિતા સેન’, જેઓએ આવા સમયમાં મિસ યુનિવર્સનો ખિતાબ દેશનું નામ રોશન કર્યું જયારે તેની પાસે એક સારું એવું ગાઉન ખરીદવાના પણ પૈસા ન હતા.સુષ્મિતા સેન 1994 માં મિસ યુનિવર્સ બની હતી. આ વાતતો દરેકને ખબર જ છે, પણ શું તમે જાણો છો કે તેની પાસે તે સમયે આ સ્પર્ધા માં જાવા માટે સારા કપડા પણ ન હતા. મિસ યુનિવર્સની સ્પર્ધામાં જ્યાં એક તરફ છોકરીઓ એક થી એક મોંઘા ડિઝાઈનર ગાઉન પહેરીને જતી હોય છે, જયારે સુષ્મિતા સેન પળદા માંથી બનેલું ગાઉન પહેરીને ગઈ હતી, સાથે જ તેમણે હાથમાં જે ગ્લોવ્ઝ પહેર્યા હતા તે પણ મોજા માંથી બનાવીને પહેર્યા હતા અને સુષ્મિતા સેનના કપડા દિલ્લી ની સરોજિની માર્કેટ માંથી ખરીદ્યા હતા.
આટલા સસ્તા કપડા હોવા છતાં પણ સુષ્મિતા સેનમાં કોન્ફિડેન્સની બિલકુલ પણ ખામી ન હતી, પુરી પ્રતિયોગિતામાં તેમણે પોતાની મધુર સ્માઈલ અને આત્મવિશ્વાસથી દરેકનું દિલ જીતી લીધું હતું.
સુષ્મિતા જે સમયે મિસ યુનિવર્સ પ્રતિયોગિતામાં ગઈ હતી, તે સમયે તેની આર્થિક સ્થિતિ સારી ન હતી. તેની માં શુભ્રા સેને કહ્યું હતું કે તેને આ ગાઉનનો આઈડીયો એક મેગેજીન દ્વારા આવ્યો હતો, પણ પૈસાની કમીને લીધે ગાઉન માટે મોંઘા કપડાને બદલે પળદા ના કાપડનો ઉપીયોગ કરવો પડ્યો.

એક ઇન્ટરવ્યૂ માં સુષ્મિતા સેને કહ્યું કે, ”સ્પર્ધાની તૈયારી દરમિયાન તેની પાસે માત્ર ચાર જોડી જ કપડા હતા, અને તેના લીધે તે ખુબ જ ડરેલી હતી, પણ જેવો જ તેમણે મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો તો તેની ખુશીનો પાર જ ના રહ્યો હતો.આટલી બધી વસ્તુઓની ખામી હોવા છતાં પણ તે હંમેશા અડગ રહી હતી. પળદા માંથી બનેલા ગાઉન માટે તેને ઘણા એવા પોઇન્ટ મળ્યા હતા. સાથે જ સ્વીમ સૂટ રાઉન્ડમાં પણ સુષ્મિતા સેને ઘણાને પાછળ છોડી દીધા હતા.
સુષ્મિતા સેનના જીવનમાં જોડાયેલું આ વાક્ય તે લોકો માટે એક શીખ છે, ”जो कुछ न कर पाने के लिए हमेशा संसाधनों की कमी का रोना रोते रहते हैं.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!