જે લોકોની રાશિ મેષ છે તે લોકોનુ 2019 નું વર્ષ કેવું જશે જુઓ…

0

મેષ રાશિના જાતકોનો સ્વભાવ, કરિયર આર્થિક સ્થિતિ, શિક્ષા, લવ લાઈફ અને સ્વાસ્થ્ય કેવું જશે જુઓ…

લકી નંબર:- 6 9

લકી દિવસ :-sunday, tuesday, wednesday

લકી કલર:- લાલ ,નારંગી ,પીળો

મેષ રાશિનો સ્વભાવ:-

મેષ રાશિના જાતકોનો સ્વભાવ શાંત અને પ્રભાવશાળી હોય છે આ લોકો દિલથી માસુમ હોય છે. જેના કારણે નાની નાની વાતો પણ દિલ પર લગાવીને બેસી જાય છે. આ લોકો તેમનુ દરેક કામ પ્રસંશા સાથે કરે છે. અને દરેક કામમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે. આ લોકો તેમનું લક્ષ્ય પૂરું કરવા માટે ખૂબ જ મહેનત કરે છે.

તેમને ભાગ્ય અને કિસ્મત કરતાં પોતાની મહેનત પર ખૂબ વિશ્વાસ છે. આ લોકો શાંત દેખાય છે પરંતુ જ્યારે ગુસ્સો આવે છે ત્યારે કોઈને પણ સાંભળતા નથી.

મેષ રાશિ લોકોનુ love life:-

રાશિફળ અનુસાર 2019માં મેષ રાશિવાળા લોકોને લવ લાઈફ ખૂબ જ સારી જશે.વર્ષના મધ્ય ભાગમાં પાર્ટનર સાથે નજદીકી વધશે. તેમ જ કોઈ પાર્ટી અથવા કોઈ સમારોહ માં લવ પાર્ટનર સાથે જઈ શકશો. વિવાહ યોગ્ય માટે આ સમય ખૂબ જ સારો છે.

એપ્રિલ મહિનામાં તમારા પ્રેમી ને સમય આપી શકશો. બીજાની ભાવનાઓની કદર કરશો. એપ્રિલ અને મે મહિનામાં વ્યવહારિક જીવનમાં ખુશીઓ નું આગમન થશે. 2019 વર્ષમાં તમારી લવ લાઇફ શાનદાર રહેશે

મેષ રાશિવાળા જાતકો નીે શિક્ષા:-

વર્ષ 2019 ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારું છે.વર્ષની શરૂઆતમાં વિદ્યાર્થીઓને ખૂબ જ મહેનત કરવી પડશે. જો તમે નિયમિત રૂપથી ભણવા ઉપર ફોકસ કરશો તો તમે સારું પરિણામ પ્રાપ્ત થશે. કરિયર માટે તમને નવા નવા અવસર પ્રાપ્ત થશે. પરંતુ તે અવસર ને તમે સમયની સાથે ઓળખી લેવાની જરૂર છે.

ભણવામાં એકાગ્રતા રાખવી. તેમજ ગાયત્રી મંત્રનો જાપ કરવો ગવર્મેન્ટ ની પરીક્ષા માટે આ સમય ખૂબ જ સારો છે.

મેષ રાશિના જાતકોનો નોકરી-વ્યવસાય:-

2019 ના વર્ષમાં તમને આ વખતે સારું ખોટુ પરિણામ પ્રાપ્ત થશે.પરંતુ જો તમે પ્રયાસો કરશો તો તમને ઉન્નતિ પ્રાપ્ત થશે કાર્યક્ષેત્રમાં પ્રમોશનની સંભાવના છે. તેમજ કિસ્મતનો પુરો સાથ તમને મળશે. વર્ષની શરૂઆતમાં તમારે વધારે મહેનત કરવી પડશે. અને પાછળથી તમને સારા પરિણામ મળશે.

જો તમે પ્રાઇવેટ જોબ કરી રહ્યા છો તે તો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે. તમારા સિનિયર અને તમારા બોસ તમારા કામની પ્રશંસા કરશે..જે લોકો સોફ્ટવેર એન્જિનિયરીંગ ફિલ્મ કરિયર બનાવવા માગતા હોય તે લોકો માટે સમય શુભ છે.

વિદેશ જવા માગતા હોય તેને માટે સારા યોગ બની રહ્યા છે તેમજ સરકારી નોકરી જે લોકો કરી રહ્યા છે તે લોકોને કોઈ મોટી ખુશખબરી મળશે.

મેષ રાશિવાળા જાતક ઓનુ પારિવારિક જીવન:-

વર્ષ 2019 પારિવારિક જીવન માટે ખૂબ જ સારું રહેવા વાળું છે જે લોકો પરિવાર તરફથી કોઈ પરેશાની ચાલી રહી હતી તે આ વર્ષની શરૂઆતમાં સમાપ્ત થશે. પાર્ટનરના સહયોગથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. આ સમય દરમિયાન તમે ફેમિલી સાથે નાની-મોટી યાત્રાએ જઈ શકશો.

પરિવારમાં કોઈ ધાર્મિક તથા માંગલિક કાર્યક્રમ થશે. આ વર્ષમાં તમને પારિવારિક જિમ્મેદારી નો અહેસાસ થશે.અને તમે તમારી બધી જ જિમ્મેદારી સારી રીતે નિભાવશો. પરિવારમાં કોઈ મોટા સદસ્ય થી કોઈ મદદ મળશે.આ વર્ષ તમારું પારિવારિક જીવન સારું જશે.

મેષ રાશી ની આર્થિક સ્થિતિ:-

વર્ષ 2019 માં આ તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. શરૂઆતમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. પરંતુ સમયની સાથે તમારા ખર્ચ વધતા જશે. જુન-જુલાઈમાં તમારે આર્થિક સ્થિતિ મજબૂત બનશે તેમજ આર્થિક લાભ મળશે.

તેમજ ધનલાભના પણ યોગ બની રહ્યા છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર માર્ચ એપ્રિલ નવેમ્બર ડિસેમ્બર મા આર્થિક સ્થિતિ શાનદાર રહેશે.

મેષ રાશિ નું સ્વાસ્થ્ય:-

સ્વાસ્થ્યની બાબતે મેષ રાશિવાળા જાતકો નુ આ વર્ષ સામાન્ય રહેશે.તમારી સ્વાસ્થ્ય સારુ રહેશે પરંતુ મોસમ પરિવર્તન થી તમારા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવુ. નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં સ્વાસ્થ્ય માટે અનુકૂળ છે.

આ વર્ષ તમે પોતાની જાતને ફિટ માનશો. જાતને ફિટ રાખવા માટે નિયમિત રૂપે યોગ વ્યાયામ કરવો. તેમજ ખાવાપીવામાં ધ્યાન રાખવુ.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here