માત્ર 70 રૂપિયામાં ખરીદો સુંદર વાદીઓમા તમારા સપનાનું ઘર…..

0

ઘર ખરીદવું દરેક કોઈનું સપનું હોય છે પણ આજની મોંઘવારીના સમયમાં આ સપનું માત્ર એક સપનું બની ને જ રહી જાતું હોય છે. પણ તમને જાણીને ખુબ જ હેરાની લાગશે કે, આજે અમે તમને જે સ્કીમ જણાવવા જઈ રહ્યા છીએ તેમાં તમે માત્ર 70 રૂપિયા એટલે કે માત્ર એક ડોલર માં ઘર ખરીદી શકો છો.
સાથે જ આ સુવિધા તમને દુનિયાના સૌથી સુંદર દેશોમાંનું એક ઇટલી માં મળી રહી છે જે દુનિયાભરના ટૂરિસ્ટ્સ માટે એક ડ્રિમ ડેસ્ટિનેશન પણ છે. સુંદર વાદીઓ અને શાનદાર મોસમ માટે ઇટલી પુરી દુનિયામાં જાણવામાં આવે છે.
હવે વાત ઉઠે છે કે ઇટલી જેવા સમૃદ્ધ દેશમાં માત્ર 70 રૂપિયામાં ઘર કેવી રીતે મળી શકે? તો તમને જણાવી દઈએ કે આ એક આધીકારીક સ્કીમ છે અને ઇટલી જેવા દેશ માં જ્યા ઘર ની કિંમત ખુબ જ મોંઘી હોવી જોઈએ જ્યાં ખુબ જ સસ્તા ભાવમાં ઘર ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે.જાણકારીના આધારે ઇટલી ના શહેર ઓલોલી માં સેંકડો મકાન વહેંચાવા માટે મૌજુદ છે. દિલચસ્પ વાત એ છે કે રીયલ એસ્ટેટ બજારમાં તેની કિંમત 1 યુરો છે એટલે કે 1 ડોલર એટલે કે લગભગ 70 કે 71 રૂપિયા.અહીં આટલા સસ્તા ભાવમાં પ્રોપર્ટી ની પાછળ એક ખાસ કારણ અને મજબૂરી પણ છે. આ ઓલોલિ શહેર ની આબાદી 1300 છે. જેને લીધે આ શહેર દુનિયાના સૌથી નાના શહેર માં ગણવામાં આવે છે. હવે સરકાર ને બીક છે કે જે ગતિથી અહીં જનસંખ્યા ઘટતી જઈ રહી છે એવામાં ક્યાંક આ શહેરનું નામ નિશાન જ ખતમ ના થઇ જાય!પણ તમને જણાવી દઈએ કે અહીં મકાન ભલે એક ડોલરમાં મળી રહ્યું હોય પણ સાથે જ એક શરત પણ રાખવામાં આવી છે કે અહીં ઘર ખરીદનાર વ્યક્તિએ પોતાના પરિવારની સાથે અહીજ વસી જવું પડશે જેનાથી આ શહેર ની રોનક ફરીથી આવી જાય.  સાથે જ ત્યાં મકાન ખરીદ્યા ના ત્રણ વર્ષ પછી તમારે ઘરનું રીનોવેશન પણ કરવાનું રહેશે અને તમારા ઘરને નવા જેવું ચમકાવાનું રહેશે. આ રીનોવેશનનો ખર્ચ 25,000 ડોલર જેટલો આવશે. આ રકમ ભારતીય કરેંસી ના અનુસાર લગભગ 17 લાખ 95 હજાર 375 રૂપિયા થશે. પણ આ કિંમત માં પણ ઘર મળવું કોઈ નુકસાની નો સૌદો બિલકુલ પણ નથી. Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here