માત્ર 50 રૂપિયામાં હવે ઘરે બેઠા જ બનાવો ડ્રાંઈવિંગ લાઇસેંસ, RTOના ધક્કા થી મળશે છુટકારો, જાણો કઈ રીતે….

જો તમે વારંવાર કોશિશ કરવા છતાં પણ તમારું ડ્રાંઈવિંગ લાઇસેંસ નથી બનાવી શક્યાં તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમને જલ્દી જ ઘરે બેઠા જ ડ્રાંઈવિંગ લાઇસેંસ બનાવાની સુવિધા મળવા જઈ રહી છે. સૌથી ખાસ વાત એ છે કે આ સુવિધા મેળવવા માટે તમારે માત્ર 50 રૂપિયા જ ખર્ચ કરવાના રહેશે અને 15 દિવસોમાં તમારૂ ડ્રાંઈવિંગ લાઇસેંસ તમારા ઘરે પહોંચી જાશે. આ માટે તમારે માત્ર એક ફોન કરવાનો રહેશે. આ સુવિધા ના શરૂ થવા પછી તમારે આરટીઓ ના ધક્કા ખાવા નહીં પડે. સૌથી પહેલા અહીં આ સુવિધા શરૂ થાશે:
ઘર બેઠા માત્ર 50 રૂપિયામાં ડ્રાંઈવિંગ લાઇસેંસ બનવાની આ સુવિધા સૌ પ્રથમ દેશની રાજધાની દિલ્લી માં શરૂ થાશે. તેના માટે દિલ્લી સરકારે તૈયારી પણ શરૂ કરી દીધી છે. દિલ્લી સરકારની યોજનાના ચાલતા તમારે એક હેલ્પલાઇન નંબર પર કોલ કરીને ડ્રાંઈવિંગ લાઇસેંસ માટે એપ્લાઈ કરવાનું રહેશે. તેના પછી તમારા ઘરે એક મોબાઈલ સહાયક આવશે, જે તમારી પાસે ડ્રાંઇવિંગ લાઇસેંસનું ફોર્મ ભરાવડાવશે અને જરૂરી ડોક્યુમેન્ટ્સ સ્કેન અપલોડ કરશે. તેના પછી તમારે એક ડ્રાંઈવિંગ ટેસ્ટ આપવાની રહેશે, જેની તારીખ મોબાઈલ સહાયક તમને આપશે. તમે તમારી પસંદ ના અનુસાર ટેસ્ટની તારીખ નક્કી કરી શકો છો. ટેસ્ટ પાસ થયા પછી તમારું ડ્રાંઇવિંગ લાઇસેંસ માત્ર 15 દિવસોની અંદર તમારા ઘરે પહોંચી જાશે.

પુરા દેશમાં લાગુ થશે આ સિસ્ટમ:

લોકોને ઘરે બેઠા જ સુવિધાઓ આપવાને લીધે શરૂ કરવામાં આવેલી આ સેવાનો દિલ્લી માં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. દિલ્લીમાં આ પ્રોજેક્ટના સફળ થયા પછી તેને પુરા દેશમાં લાગુ કરવામાં આવશે. જો આ સેવા પુરા દેશમાં લાગુ થઇ જાય તો સામાન્ય લોકોને આરટીઓના ચક્કર લગાવાની જરૂર નહીં પેડ, સાથે જ આરટીઓ માં ફેલાયેલા ભ્રષ્ટાચાર અને દલાલો થી પણ મુક્તિ મળી જાશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!