રાવણની કેદમાં અહીંયા હતા સીતા માતા, આજે પણ દેખાય છે હનુમાન જી ના પગ ના નિશાન

0

શ્રીલંકામાં આજે પણ અશોક વાટિકાથી લઈને રાવણની ગુફા પણ હાજર છે. પંચકુલાના એક બિઝનેસમેં એ થોડા વર્ષ પહેલા શ્રીલંકાની યાત્રા કરવા ગયા હતા અને તેમણે અહિયાં રામાયણ કાળની અનેક જગ્યાઓ પર ગયા હતા. એ એવી જગ્યાઓ હતી કે જેનો ઉલ્લેખ એ આપણે ઈતિહાસમાં જોઈ શકીએ. આજે અમે તમને એ જ માહિતી જણાવવા જઈ રહ્યા છે. રામાયણ અને રાવણથી જોડાયેલ અલગ અલગ જગ્યાઓ વિષે આપણે નાનપણથી જ સંભાળતા આવ્યા છીએ, પણ જયારે આપણને ખબર પડે કે જે વાતો અને જગ્યાઓ આપણે વાંચતા અને સંભાળતા આવ્યા છીએ પહેલા તો તમને પણ વિશ્વાસ થશે નહિ પણ એ જગ્યાઓ આજે પણ હાજર છે.

થોડા વર્ષ પહેલા તેઓ બિઝનેસના કારણે તેઓ શ્રીલંકા ગયા હતા ત્યારે તમને ત્યાં રામાયણ કાળથી જોડાયેલ થોડી જગ્યાઓ અને પ્રતીકો જોવા મળ્યા હતા પણ ત્યારે તેમને સમય મળ્યો હતો નહિ પણ ત્યારબાદ ૬ મહિનામાં જ તેઓ શ્રીલંકા ગયા.

ત્યાં એક ગાડી ભાડા પર લઈને તેઓ કોલંબોથી પોતાની યાત્રા શરુ કરી. ત્યાંથી તેઓ કેંડીના મંદિરના દર્શન કરવા ગયા અહિયાં ભગવાન બુદ્ધના દાંત રાખવામાં આવ્યા છે. નાનકડા પહાડ પર બનેલ આ મંદિરને ટુથ રેલીક ટેમ્પલ કહેવામાં આવે છે.

ત્યાંથી તેઓ આશોક વાટિકા ગયા આ જગ્યાએ સીતા અહિલ્યા ટેમ્પલ છે. અહિયાં આજે પણ એ પાણીની ધારા વહેતી જોવા મળે છે આ ધારા એ જ છે જ્યાં માતા સીતા એ સ્નાન કરતા હતા. અહિયાં હનુમાનજીના ચરણોના નિશાન પણ અહિયાં છે.

અહિયાં સીતા અગ્નિપરીક્ષા મંદિર પણ છે. જયારે આ મંદિરમાં તેઓ ગયા પછી તેમને ખબર પડી કે શ્રીલંકાની કોર્ટમાં કેસમાં પહેલા આ મંદિરની કસમ ખાવામાં આવે છે.

અહિયાથી થોડે જ દુર રાવણની ગુફા પણ આવેલ છે. આ જગ્યા એ જંગલની વચ્ચોવચ આવેલ છે આ જગ્યા. આ જગ્યાએ પહોચવા માટે તમારે ગાઢ જંગલમાં થઈને જવાનું રહેશે. અમુક લોકોનું તો એવું પણ કહેવું છે કે જે લોકો પણ આ જગ્યાએ જાય છે તેઓ ક્યારેય પરત આવતા નથી. પણ આ વ્યક્તિએ વિચારી લીધું હતું કે તેમને ત્યાં જવું જ છે.તેઓ એ રસ્તા પર જાય છે અને એ રસ્તો બહુ ઉતાર ચઢાવવાળી હતી. એટલું જ નહિ એ જગ્યાએ તેમને ઘણા સાંપ પણ જોવા મળ્યા હતા. આ આખા રસ્તાને પાર કરીને તેઓ રાવણની ગુફા સુધી પહોચે છે. પણ એ ગુફાના દરવાજે તેઓ માથું નમાવીને ત્યાંથી પરત ફરે છે તેઓ ત્યાંથી એટલા માટે પરત આવી જાય છે કારણ કે તેઓની હિંમત નથી હોતી આગળ અંદર જવા માટેની.

તેમની એ યાત્રાની સૌથી રસપ્રદ વાત એ હતી કે જંગલની વચ્ચે એક એવું મ્યુઝિયમ આવેલ છે જ્યાં આજે પણ રામાયણ કાળના સમય’ની ઘણીબધી વસ્તુઓ હાજર છે જેમના વિષે ભાગ્યે જ કોઈ જાણતું હશે. અહિયાં તેમણે એક ૧૦૧ શિવલિંગનો ફોટો પણ પડ્યો હતો, આ શિવલિંગની પૂજા એ રાવણે રામ સાથે યુદ્ધ કરતા પહેલા કરી હતી.

આજ મ્યુઝિયમમાં નારિયલના આકારનું રુદ્રાક્ષ પણ હાજર છે જેની પર શેષનાગ પણ બનેલા છે. રાવણ બાગની વાત કરીએ તો અહિયાં એ જગ્યા છે જ્યાં હજારો વર્ષ પહેલા દરેક ક્ષેત્રમાં ઝાડ અને ફૂલ છોડ હતા. મુનેશ્વર ટેમ્પલ એ અહિયાનું એક એવું મંદિર છે જ્યાં શ્રીરામે રાવણનો વધ કર્યો પછી શિવજીની પૂજા કરી હતી. આ યાત્રા એ જીવનભર યાદ રહી જાય એવી જગ્યા છે. અહિયાંની મુલાકાત લઈને તમને પણ લાગશે કે આ બધી વસ્તુઓ તો ફક્ત રામાયણમાં વાંચી કે ટીવીમાં જોઈ હતી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here