હનુમાનજીનાં 5 ચમત્કારિક મંદિર, જ્યાં દર્શન માત્રથી જ મનોકામના થાય છે પૂર્ણ …

0

આમ જોઈએ તો ભારત દેશ મંદિરોના દેશથી દુનિયાભરમાં પ્રસિધ્ધ છે. ભારત દેશમાં એક થી એક ચઢિયાતાં મંદિરો આવેલા છે. પરંતુ હનુમાનજીને લીને આખા દેશ ભરમાં શ્રધ્ધાનો ભાવ વિશેષ છે અને આખા દેશભરમાં હનુમાનજીનાં ઘણાં મંદિરો પણ પ્રખ્યાત છે. ભક્ત શિરોમણી હનુમાનજી તેના ભક્તો પર ખૂબ કૃપા વરસાવે છે. એમના દ્વાર આવેલ ભક્ત ક્યારેક ખાલી હાથ પાછો તો નથી જ ફરતો. બધાની મનોકામના પૂર્ણ કરનાર હનુમાંજી સંકટમોચન હનુમાનજીનાં નામથી પણ પ્રસિધ્ધ છે. એમની કૃપા જો ભક્ત પર થઈ જાય તો બગડેલ કામ પણ સુધરી જાય છે, આજે અમે તમને આવા જ કેટલાક ચમત્કારિક મંદિરો વિષે વધુ જણાવશું.

સંકટમોચન હનુમાન મંદિર :ખૂબ પ્રસિધ્ધ હનુમાનજીનું આ મંદિર વરણસીમાં આવેલું છે. કહેવાય છે કે આ મંદિરની સ્થાપના એ જગ્યા પર જ થઈ છે. જ્યાં મહાન સંત તુલસીદાસને હનુમાનજીએ દર્શન આપ્યા હતા. આ મંદિરની સ્થાપના સંત તુલસીદાસે કરી હતી. આ મંદિરમાં ભગવાન હનુમાનની ખૂબ જ સુંદર મુર્તિ સ્થાપિત છે. જેમાં મૂર્તિનો જમણો હાથ ભધાને આશીર્વાદ આપે છે ને ડાબા હાથમાં એમનું હ્રદય છે. આ મૂર્તિની ખાસ વિશેષતા એ છે કે આ મુર્તિ માટીની બનેલી છે અને હનુમાનજી શ્રીરામ તરફ જોઈ રહ્યા છે. જેમાં અગાધ શ્રધ્ધા છે.

સાલાસર બાલાજી : આ મંદિર રાજસ્થાનનાં ચૂરું જીલ્લામાં આવેલું છે. દર વર્ષે અહિયાં લખો શ્રદ્ધાળુઓ હનુમાનજીનાં દર્શન અર્થે આવે છે. ચૈત્રી પૂનમ અને આસો પૂનમ એમ વર્ષમાં બે વાર આ જગ્યા પર મેળા ભરાય છે. જેમાં 6 થી 7 લાખ શ્ર્દ્ધાળુઓ આવે છે. આ એક માત્ર એવું મંદિર છે જેયા હનુમાનજીની મુર્તિને દાઢી અને મૂછ ઉગેલા છે. બાકી એમનું આખું શરીર સિંદૂરથી રંગાયેલું હોય છે. એવી લોક વાયકા છે કે આ મંદિરમાં સ્થાપિત મુર્તિ એક ખેડૂતને ખેતર ખેડતા ખેડતા જમીનમાંથી નીકળી હતી. જેને ધાર્મિક વિધી વિધાન કરી પ્રાણ પ્રતિષ્ઠા કરીને સોનાના સિંહાસન પર બેસાડેલી હતી.

હનુમાનમઢી મંદિર :આ મંદિર શ્રીરામની જન્મભૂમિ આયોધ્યામાં આવેલું છે. આ મંદિર રાજદ્વારની સામે ઊંચા ટેકરા પર આવેલું છે. જેના કારણે ભક્તોને મંદિરે દર્શન કરવા જવું હોય તો 70 જેટલા પગથિયાં ચઢીને જવું પડે છે. આ મંદિરનુ બાંધકામ ખૂબ વિશાળ અને ભવ્ય રીતે કરવામાં આવ્યું છે અને કેટલાય સાધુ સંતોને ખાવા , પીવાની અને રહેવાની વ્યવસ્થા મંદિરમાં જ હોવાથી અહિયાં ઘણાં સાધુ સંતો વસવાટ કરે છે. એવું કહેવાય છે કે, જ્યારે આરતી થતી હોય ત્યારે હનુમાનજી પાસે જે માંગો એ બધી જ મનોકામના પૂર્ણ થાય છે.

મૂર્છિત હનુમાન મંદિર : 

આ મંદિર પ્રયાગમાં સ્થિત છેતમે અત્યાર સુધીમાં જે પણ હનુમાનજીની મુર્તિ જોઈ હશે એમાં હનુમાનજી શ્રી રામ અને સીતા માતાના ચરણોમાં ઝુકાયેલા જ જોયા હશે. પરંતુ અહિયાં હનુમાનજી સૂતા છે. એવી માન્યતા છે કે જ્યારે હનુમાનજી લંકા વિજય કરીને આવ્યા ત્યારે તેઓ આ જગ્યા પર મરનાસન અવસ્થામાં સૂઈ ગયા હતા. ત્યારે માતા જાનકીએ આવીને હનુમાનજીનાં આખા શરીર પર સિંદૂર લગાવ્યું અને ચીરાયું ભવનું વરદાન આપ્યું હતું. એવું કહેવાય છે કે, પ્રયાગમાં સ્નાન કર્યાનું ફળ ત્યારે જ મળે છે. જ્યારે તમે અહિયાં આવીને હનુમાનજીનાં દર્શન કરો.

કનોટ પેલેસ હનુમાન મંદિર :દિલ્હી એ મહાભારતના સમયની પુરાતન નગરી છે. મહાભારતના સમયમાં દિલ્હી ઇન્દ્રપ્રસ્થ નગરીના નામે ઓળખાતી હતી. એવી માન્યતા છે કે અહિયાં સ્વયં હનુમાનજી સાક્ષાત છે. આ મંદિર દક્ષિણ ભારતીય શૈલીમાં બનાવવામાં આવ્યું છે. એવું પણ કહેવાય છે કે અહિયાં આ મંદિરની સ્થાપના મહાભારતનાં સમયમાં પાંડવોએ કરી હતી. આ મંદિરમાં એક મુઘલ સમ્રાટે એક ઇસ્લામી ચંદ્રને એક કળશ સ્થાપિત કર્યો હતો. અહિયાં પૂરી આસ્થા સાથે માંગવામાં આવેલી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.