સાસરે આવીને મંગેતરે આપી પોતાના શહિદ ને અંતિમ વિદાઈ, માં એ સેહરા-કલગી બાંધી અને હાથ જોડીને બોલી-ગર્વ છે…..

0

લગ્ન ન થઇ શક્યા, છતાં પણ તે સાસરે આવી અને પોતાના મંગેતર શહિદ કુલવિન્દર સિંહ ને અંતિમ વિદાઈ આપી. શવયાત્રા શરૂ થતા પહેલા તેણે સલામી આપીને કહ્યું કે, ‘હું તેની શહીદી પર ગર્વ કરું છું, શત શત નમન.પુલવામામા આતંકી હુમલામાં શહિદ થયેલા ગામ રૌલી નિવાસી શહિદ કુલવિન્દર સિંહ નું પાર્થિવ શરીર જયારે નુરપુરબેદીથી ગામ રૌલી લઇ જવામાં આવી રહ્યું હતું તો રસ્તામાં લોકોએ ફૂલોની વર્ષા કરી હતી. શવને ગામમાં પહોંચતા જ વાતાવરણ દુઃખી થઇ ગયું અને આખું ગામ રોઈ રહ્યું હતું. લગ્નના દરમિયાન કરવામાં આવતા રિવાજોના અનુસાર શહિદના શવ પર સેહરો અને કલગી રાખવામાં આવી, અને તેની માં એ તેની સામે હાથ જોડ્યા અને કહ્યું કે બેટા તારી શહીદી પર ગર્વ છે.
શહિદ કુલવિન્દર ની સગાઈ લોદીપુર ગામ નિવાસી અમનદીપ કૌર સાથે અઢી વર્ષ પહેલા થઇ હતી. 8 નવેમ્બર ના રોજ તેઓના લગ્ન થવાના હતા. અમનદીપ પણ પોતાના મંગેતરને અંતિમ વિદાઈ આપવા માટે તેના ગામ પહોંચી હતી. આ દરમિયાન અમનદીપ કૌર ઘણીવાર બેભાન થઇ ગઈ હતી. બે લોકોએ ટેકો આપીને તેને ગુરુદ્વારા સાહિબ થી ઘર સુધી પહોંચાડી. અંતિમ સંસ્કાર પછી અમનદીપ જયારે સાસરે પહોંચી તો તેના થનારા ભાવિ સસરા દર્શન સિંહને ગળે વળગીને ખુબ રોઈ હતી.

શહિદની લગભગ બે કિલોમીટર લાંબી અંતિમ યાત્રા માં હજારો લોકો શામિલ થયા હતા. સ્થાનીય વિધાયક અમરજીત સિંહ સંદોઆ એ પણ તેને ટેકો આપ્યો હતો. પૂર્વ સુબેદાર ગુરચેત સિંહ એ શવ યાત્રામાં પાકિસ્તાન મુરાદાબાદના નારા પણ લગાડ્યા હતા. સ્મશાન ઘાટ પહોંચવા પર સીઆરપીએફના જવાનોએ શહિદને સલામી આપી હતી. શહિદનું ત્રિરંગામાં લપેટાયેલા શવને જયારે પિતા દર્શન સિંહને સોંપવામાં આવ્યું તો તેણે ત્રિરંગા ને ગળે લગાડી લીધો અને કહ્યું કે હવે આ જ મારો દીકરો છે.
દર્શન સિંહ એ કહ્યું કે જો તેનો દીકરો જંગમાં દુશ્મનોને મારીને શહિદ થાત તો તેને વધારે ગર્વ થતો. સરકારના પ્રતિ રોષ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે અન્ય પણ દીકરાઓ દેશની સેવા કરી રહ્યા છે પણ સરકારે તેના હાથ બાંધી રાખ્યા છે. તેમણે કહ્યું કે સરકારના જવાનોને ફાયર હવામાં અને પગમાં કરવા માટે કહેવામાં આવેલું છે પણ છાતી પર ગોળી મારવાની પરવાનગી નથી આપવામાં આવતી. જો સૈનિક પોતાની મનમાની કરે તો તેઓને નોકરી માંથી કાઢી મુકવામાં આવે છે.દર્શન સિંહે કહ્યું કે સૈનિકોને શૂટ કરવા માટે પુરા અધિકાર મળવા જોઈએ. જણાવી દઈએ કે કુલવિન્દર સિંહ પોતાના લગ્ન માટે બેન્ડ-બાજા અને ગાડીઓની બુકીંગ પણ કરીને ગયા હતા, સરકારના તરફથી શહીદોના પરિવાર માટે કરવામાં આવેલાં વાયદાઓ પર દર્શન સિંહ એ કહ્યું કે સરકાર વચન આપીને પલટાઈ જાય છે. દર્શન સિંહ એક ટ્રક ડ્રાઇવર છે.લગભગ એક મહિનાથી લાઇસેંસ એક્સપાયર થવાને લીધે કામ કરી રહયા ન હતા.પરિવારની પાસે ગામમાં જમીન પણ માત્ર એક એકડ જ છે.  શહિદ ના એક સંબંધી કિરણદીપ સિંહએ કહ્યું કે કુલવિન્દર જયારે ગામમાં આવતો હતો તો ગુરુદ્વારા સાહિબમાં સવારે અને સાંજે પાઠ કરતો હતો. કુલવિન્દરને ફૂટબોલ અને ક્રિકેટ રમવાનો પણ ખુબ જ શોખ હતો. સીઆરપીએફ માં ભરતી થયા પછી કુલવિન્દરને પંજાબના જેલ વિભાગથી પણ નોકરી નો પત્ર આવી ગયો હતો, પણ તેણે દેશની સેવા કરવાને વધારે મહત્વ આપ્યું. કુલવિન્દર 92 બટાલિયન માં કોન્સ્ટેબલ હતા. 92 બટાલિયન ની બસ ખરાબ થઇ જવાને લીધે આ બસમાં બેઠેલા જવાનોને પાંચ-પાંચ કરીને અન્ય બસમાં બેસાળવામાં આવ્યા હતા.  Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here