છૂટાછેડાના બે વર્ષ પછી મલાઈકા-અરબાઝના દીકરાનું આવ્યું પહેલું રિએક્શન, બોલ્યો-”તમે તો ખુબ જ ખુશ…”

0

મલાઈકા અરોરા હાલના દિવસોમાં કરીના કપૂર ના રેડિયો શો માં અરબાઝ ખાન સાથે જોડાયેલા ખુલાસાઓને લીધે ચર્ચામાં છે. આ ચૈટ શો ના દરમિયાન મલાઈકાએ પોતાના અને અરબાઝ ના સંબંધ સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી હતી. આ વચ્ચે મલાઈકાએ પોતાના એક માત્ર દીકરા અરહાન વિશે પણ વાત કહી હતી. મલાઈકાએ કહ્યું કે મારા અને અરબાઝના છૂટાછેડા થયા પછી અરહાને કેવા પ્રકારની પ્રતિક્રિયા આપી હતી.  અરબાઝ સાથેના છૂટાછેડા પછી રહાંનની જવાબદારી મલાઈકાની પાસે છે. જો કે અરહાન લાઇમલાઈટથી દૂર રહે છે, હાલમાં જ તે પોતાની માં મલાઈકા ની સાથે જોવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે તેઓની સાથે અર્જુન કપૂર પણ હતા.અરહાનની મલાઈકા અને અર્જુન કપૂરની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ હતી.
મલાઈકાએ કરીના કપૂરને આ બાબત વિશે વાત કરતા કહ્યું કે,”અરહાને આ સ્વીકારી લીધું છે. તે પોતાના માતા-પિતા માં બદલાવ જોઇ શકે છે. જયારે મારા અને અરબાઝ ના છૂટાછેડા થયા ત્યારે અરહાને મને કહ્યું કે તમે ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છો. જો કે બંને ના છૂટાછેડા થયાના બે વર્ષ થઇ ગયા છે પણ આજે પહેલિ વાર મલાઈકાએ પોતાના દીકરા વિશે દિલ ખોલીને વાત કહી હતી. મલાઈકાએ એ પણ કહ્યું કે,”છૂટાછેડા થઇ ગયા પછી તેણે ક્યારેય પણ અલગ વર્તાવ કર્યો ન હતો. લોકોની આંખોમાં સવાલ જરુર હતા કે આખરે તેણે આવું શા માટે કર્યુ?જો કે આ વાત મને પસંદ આવી. ડિવોર્સ પછી ઘણી ચીજો બદલાઈ જાય છે અને સમાજનો પણ સામનો કરવો પડે છે. આ બધી બાબતોમાં મહિલાઓ કરતા પુરુષો આસાનીથી નીકળી જાય છે. હું પુરુષો પર કોઈપણ પ્રકારનો આરોપ નથી લગાવી રહી પણ આ એક હકીકત છે. આ લગ્નથી હું અને અરબાઝ બંને માંથી કોઈ પણ ખુશ ન હતા અમે તેની અસર પરિવારના લોકો પર પણ પડી રહી હતી.
હાલ મલાઈકા અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે અને બંને જલ્દી જ લગ્ન કરી શકે તેમ છે. જયારે અરબાઝ પણ જોર્જિયાને ડેટ કરી રહ્યા છે. Author: GujjuRocks Team(કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here