મલાઈકા-અર્જુન ના અફેયર ની વચ્ચે સલમાન ખાન એ લીધો આવળો મોટો નિર્ણય, ભૂગતવું પડશે બોની કપૂર ને પરિણામ….

0

અર્જુન કપૂર અને મલાઈકા ની વધતી જઈ રહેલી નજીકતા ખાન પરિવાર ને લગાતાર ખટકી રહી છે. અમુક દિવસો પહેલા એવી ખબરો આવી હતી કે સલમાન ખાન એ બોની કપૂર ની બે મોટા બજેટ ની ફિલ્મો કરવાનો ઇન્કાર કરી નાખ્યો છે. અમુક દિવસો પહેલા એવી ખબરો આવી રહી હતી કે સલમાને તેને પોતાના ઘરે આવવા માટે પણ બૈન લગાવી દીધો છે.રિપોર્ટ અનુસાર સલમાન ખાન એ આ નિર્ણય મલાઈકા-અર્જુન ના સંબંધ ને લીધે લીધો છે. જણાવી દઈએ કે અર્જુન કપૂર પહેલા સલમાન ખાનની બહેન અર્પિતા ખાન ને ડેટ કરી ચુક્યા છે, એવામાં હવે મલાઈકા સાથેની વધતી જતી નજીકતા ને લીધે સલમાન ને આ વાત ખટકી રહી છે. એવામાં સલમાન નો આવો નિર્ણય લેવો તેના ગુસ્સા ને દર્શાવી રહ્યો છે.
રિપોર્ટ અનુસાર સલમાન એ ફિલ્મ મેકર ને અર્જુન ને ફિલ્મ માં લેવા માટે ના કહી હતી. જેના પછી અર્જુને સલમાન ને એ કહીને મનાવી લીધા હતા કે તે હવે એવું કઈ પણ નહિ કરે જેનાથી તેને કે તેના પરિવાર ને તકલીફ થાય. એવામાં હવે લાગી રહ્યું છે કે મલાઈકા સાથે ની નજીકતા ને લીધે એકવાર ફરી બૉલીવુડ ના દબંગ ખાન ગુસ્સે ભરાયા છે.
બોની કપૂર અને સલમાન ખાન ખુબ સારા એવા મિત્રો છે, બોની કપૂરે પોતાના દીકરા અર્જુન ને મલાઈકા થી દૂર રહેવા માટેનું પણ કહ્યું હતું. એ પણ કહ્યું હતું કે તે બંને નું રિલેશન ની અસર પોતાની સલમાન સાથેની મિત્રતા પર પણ પડી શકે છે. હાલ સલમાન ને બોની કપૂર ની બે ફિલ્મોને નકારી નાખી નાખી છે. જેમાં ‘વોન્ટેડ-2’ અને  ‘નો એન્ટ્રી માં એન્ટ્રી’ શામિલ છે.
ફિલ્મ છોડવાનું કારણ જોકે સલમાને નથી જણાવ્યું પણ માનવામાં આવી રહ્યું છે કે અર્જુન કપૂર અને મલાઈકા ને લીધે સલમાને આ ફિલ્મોને છોડી છે. જણાવી દઈએ કે આ બંને ફિલ્મોના પહેલા ભાગમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં હતા અને બંને ફિલ્મો સુપરહિટ રહી હતી.
Author: GujjuRocks Team
સંકલન:કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here