મહિલાના આ 10 સીક્રેટ્સ જે મહિલાઓ પુરુષોથી છુપાવે છે, જાણી લો સંબંધ બનાવશે વધુ મજબૂત

જાતીય સંબંધ કે રોમાંસ માટે આવું વિચારે છે મહિલાઓ.

મહિલાઓના મનમાં ઘણા એવા સપનાઓ હોય છે, પણ આમાંની દરેક વાતો તે પોતાના હોંઠ પર નથી લાવતી. મોટાભાગે પુરુષો પણ તેઓને તેટલલીજ જાણી શકે છે જેટલી તેઓને જોવે છે કે સાંભળે છે. પણ તેનો મતલબ એ નથી કે તમે તેને સારી રીતે જાણી શકશો.

જો કે મહિલાઓના મનમાં ઘણા એવા રાઝ છુપાયેલા હોય છે જેને તેઓ કોઈની સાથે પણ શેઈર નથી કરતી. પણ તે ઈચ્છે છે કે તમે ખુદ તેઓના મનની વાત જાણી લો. જો કોઈ પુરુષ એવું વિચારે છે કે પોતાની ગર્લફ્રેન્ડ કે પત્ની વિશે દરેક વસ્તુ જાણે છે તો તે તેઓની ગલતફેમી છે.

તો આજે અમે મહિલાઓ સાથે જોડાયેલા અમુક સીક્રેટ્સ કહેવા જઈ રહ્યા છીએ, જેના જાણીને તમે પણ  પોતાની પત્ની કે ગર્લફ્રેન્ડના મનની વાત આસાનીથી સમજી શકશો.

1. પોતાના વખાણ સાંભળવા:

મહિલાઓને ખુબ સારું લાગતું હોય કે તેમનો બોયફ્રેન્ડ કે પતિ તેમના વખાણ કરે. જો તમારી ગર્લફ્રેન્ડે કોઈ નવી સ્ટાઈલ કરી છે તો તેના વખાણ કરવા તો બને જ છે.

2. કેરીંગ પુરુષ :

મહિલાઓ ખુબ સેન્સીટીવ હોય છે. માટે તેઓને એવા પુરુષ સારા લાગતા હોય છે જેઓ દરેક પરેશાનીઓના સમયે તેમની પરવાહ કરે.

3. આકર્ષક ડ્રેસિંગ સ્ટાઈલ:

મોટાભાગે મહિલાઓ તેમના પહેરવેશથી આકર્ષિત થતી હોય છે. માટે પુરુષોએ હંમેશા એવાજ કપડા પહેરવા જોઈએ જેનાથી તમારી ચાહનારી તમારી નિકટ રહી શકે.

4. સંબંધમાં રોમાંસ:

મહિલાઓ પોતાના સંબંધની કદર કરવાની સાથે સાથે સંબંધમાં નિરંતરતા બનાવા રાખવાનું ઈચ્છે છે. માટે તે જરૂરી છે કે તમે બંને વચ્ચે રોમાંસ પણ બનેલો રહે.

5.  વાતોને ધ્યાનથી સાંભળવું:

મહિલાઓ મોટાભાગે એ જાણવાની કોશિશ કરતી હોય છે કે તમે તેની વાતોને કેટલા ધ્યાનથી સાંભળો છો અને તેને કેવી પ્રતિક્રિયા આપો છો. તેનાથી તે જાણ થાય  છે કે તમે તેઓની વાતોને કેવી ગંભીરતાથી લઇ રહ્યા છો.

6. સેકસયુંઅલ રીલેશનની ચાહત:

મહિલાઓ સેક્સ્યુઅલ વાતો કરતા અચકાતી હોય છે. પણ તેનો મતલબ એ નથી કે તેમની કાઈ પણ ઇચ્છા જ નથી. પોતાના પાર્ટનરની જરૂરિયાતોને સમજવાની કોશિશ કરે અને તેમની ચાહતનાં આધારે તેમની સાથે સંબંધ બનાવે.

7. સરપ્રાઈઝ હોય છે પસંદ:

છોકરીઓને સરપ્રાઈઝ ખુબ પસંદ હોય છે. તેના માટે તમને કોઈ મોંઘુ ગીફ્ટ લેવાની જરૂર નથી, માત્ર એક ગુલાબનું ફૂલ પણ તેમને ઇમપ્રેસ કરી શકે છે.

8. ખામીઓને સમજો:

મહિલાઓને વખાણ કરવાની સાથે-સાથે ખામી બતાવાવાળા પુરુષો પણ ખુબ પસંદ હોય છે. જો મહિલાઓની કોઈ વાત તમને સારી નથી લાગતી તો પૂરી ઈમાનદારી સાથે તેને તેની જાણ કરી દો.

9. સુજાવ થોપશો નહિ:

મોટાભાગે પુરુષો, મહિલાઓની સમસ્યા સાંભળીને પોતાનો વિચાર તેમના પર લાદી દેતા હોય છે. ઘણીવાર તેમની આ લાદેલી રાઈ મહિલાઓને બંધન જેવી લાગતી હોય છે, જેનાથી ચિડીયાપણું વધી જાતું હોય છે.

10. પહેલાના સંબંધની ચર્ચા:

જો મહિલા સાથી તમારા પહેલાના સંબંધ વિશે જાણવા માગતો હોય તો બિલકુલ પણ ન ઘબરાશો, પણ તેને દિલ ખોલીને વાતની જાણ કરી દો. હકીકત તમારા સંબંધને વધુ મજબુત બનાવી શકશે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!