મહિલા રેસલરે રાખી સાવંતને ઉઠાવીને ફેંકી દિધી નીચે, હોસ્પિટલમાં ભરતી કરવી પડી હતી વાંચો કેવી હાલત છે?

0

પંચકુલામાં આયોજીત સીડબ્લ્યુઈ ચેમ્પિયનશીપ દરમિયાન મહિલા રેસલર રોબેલની ચેલેન્જ સ્વીકારવી રાખી સાવંતને બહુ મોંઘી પડી ગઈ. મહિલા રેસલર રોબેલે અભિનેત્રી રાખી સાવંતને ખભે ઉપાડીને જોરથી નીચી ફેંકી દીધી હતી. લગભગ ૫ થી ૮ મિનીટ સુધી રાખી રીંગમાં જ પડી રહી હતી, પણ ના તો દર્શક કશું સમજી શક્યા કે ના તો સીડબ્લ્યુઈ ચેમ્પિયનશીપના કાર્યકર્તા.

થોડા સમય પછી જયારે રેફરીએ રાખીને ઉઠવા માટે કહ્યું તો તે ઉભી થઇ શકી નહિ, કારણ કે તેને કમરમાં વાગ્યું હતું. રેફરીએ આયોજકોને આના વિષે જાણ કરી અને આનન ફાનનમાં રાખીને ખભાનો સહારો આપી રીંગથી બહાર લાવવામાં આવી અને તેને હોસ્પિટલમાં પહોચાડવામાં આવી હતી. પહેલા તેને જીરકપુરના એક હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી અને ત્યારબાદ તેને દિલ્હી લઇ જવામાં આવી હતી આ સમય દરમિયાન તેને બહુ દર્દ સહન કરવું પડ્યું હતું.

આઠ મિનીટ સુધી રિંગમાં પડી રહી રાખીવાગ્યા પછી રાખી સાવંત એ પાંચથી આઠ મિનીટ સુધી રિંગમાં જ પડી રહી હતી અને આ સમય અનુસાર થોડા કલાકાર એ દબંગના ગીત પર ડાન્સ કરતા હતા. ડાન્સ પૂરો થયા પછી પણ જયારે રાખી ઉભી થઇ નહિ ત્યારે રેફરી એ તેની પાસે પહોચ્યો અને તેને જાણ થઇ કે તે ઉભી નથી થઇ શકતી. આયોજકોને આ વાત જાણ કરીને બે જણ થઈને રાખીને રીંગ ખભાનો સહારો આપીને ઉભી કરી અને દવાખાને લઇ ગયા.

ચાર ડગલા પણ ના ચાલી શકી રાખી
કમરમાં વાગવાના કારણે રાખી એ રીંગથી દુર ચાર ડગલા પણ ચાલી શકી નહિ. આયોજકોએ તેને પોતાના ખભાનો સહારો આપ્યો હતો. તે છતાં પણ તેને ચાલવામાં તકલીફ પડી રહી હતી. તેનાથી નીચે બેસી જવાયું હતું. ત્યારબાદ આયોજકોએ બે મહિલા રેસલરની મદદથી ગાડી સુધી પહોચાડી હતી.

રાખી સાવંતની કમરમાં વાગ્યું છે : ખલી
આંતરરાષ્ટ્રીય રેસલિંગ ખિલાડી ધ ગ્રેટ ખલી એ જણાવ્યું કે જોરથી નીચે પડવાને લીધે રાખી સાવંતની કમરમાં ઘણું વાગ્યું હતું. તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. કરોડરજ્જુમાં વાગવાના કારણે તેને ચાલવામાં તકલીફ થઇ રહી હતી. ડોકટરે તેને આરામ કરવાની સલાહ આપી હતી.

ક્યાંક આ પબ્લીસીટી સ્ટંટ તો નથી.રિંગમાં અચાનક થયેલ આ ઘટના લઈને દર્શકો અલગ અલગ વાતો કરતા હતા. અમુક લોકો તેને વાગ્યું તેનાથી હેરાન અને ચિંતિત થયા હતા તો અમુક લોકો તેને પબ્લીસીટી સ્ટંટ પણ માનતા હતા. તેઓનું કહેવું છે કે બીજા શહેરમાં આવી અનેક ચાલ ચાલવામાં આવી છે.

Video 1:

Video 2:

Author: GujjuRocks Team
પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here