માં ની જવાબદારી અને ખાખી વર્દી ની ફરજ, મહિલા પોલીસકર્મી ના જજબા ને સલામ…વાંચો કોણ છે આ મહિલા?

0

ભારતમાં પોલીસના વખાણ ઓછા અને આલોચના વધુ કરવામાં આવે છે પણ આજકાલ એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહી છે જે પોલીસ ની કર્મઠતા ને દર્શાવે છે અને કદાચ આ તસ્વીર તમને પણ ભાવુક કરી દેશે. આગળના દિવસો માં ઉત્તર પ્રદેશ ની પોલીસ ની શાખા પર ઘણા એવા દાગ લાગ્યા હતા જે ભૂલી શકાય એવા નથી પણ અમુક પોલીસ ને લીધે પુરી પોલીસ ફોર્સ ને જવબાદર ગણવી પણ યોગ્ય નથી.
આજે અમે તમને ઉત્તર પ્રદેશ પોલીસ ની એક એવી મહિલા કોન્સ્ટેબલ ની તસ્વીર દેખાડી રહ્યા છીએ જે હાલના દિવસોમાં ખુબ જ વાઇરલ થઇ રહી છે અને લોકો પણ આ મહિલા ના આ ઉમદા કામ ને સલામ કરી રહ્યા છે.
વાઇરલ તસ્વીર માં એક મહિલા પોલીસકર્મી ખુરશી પર બેસીને કામ કરી રહી છે અને તેની સામે ટેબલ પર એક નાનું બાળક ઊંઘી રહ્યું છે. આ નવજાત બાળક આ જ મહિલા પોલસકર્મી નું છે જે અમુક દિવસો પહેલા જ માં બની છે.હવે નવજાત બાળક ને ઘરે એકલું મૂકીને ડ્યુટી પર આવવું શક્ય ન હતું અને ડ્યુટી પર આવવું પણ જરૂરી જ છે ને. એવામાં આ મહિલા એ માં અને કર્મચારી બંને ની ભૂમિકા નિભાવા માટે બાળક ને પોતાની સાથે કોતવાલી લાવવું જરૂરી સમજ્યું.આ તસ્વીર યુપી ના ઝાંસી શહેર કોતવાલી ની છે અને મહિલા પોલીસકર્મી નું નામ અર્ચના છે. આ તસ્વીર ની મીડિયા પર વાઇરલ થતા જ સામાન્ય લોકો જ નહીં પણ પોલીસઅધિકારીઓએ પણ અર્ચના ના ખુબ જ વખાણ કર્યા છે અને ઝાંસી મંડળ ના ડીઆઈજી સુભાષ બઘેલ ના લેડી કોન્સ્ટેબલ ને અમુક રાશિ આપીને સમ્માનિત કરી છે.અર્ચના પોતાના કામને લઈને કેટલી સજાગ છે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે અર્ચના એ પોતાના બાળકનું મુંડન પણ કોતવાલી ના જ મંદિર માં કરાવ્યું હતું જેથી તે ડ્યુટી પર પણ જઈ શકે, જેમાં પોલીસ વિભાગના ઘણા લોકો શામિલ થયા હતા.  ચોક્કસ આવા કર્મચારીઓઓની આપણા સમાજને ખુબ જ જરૂર છે જે લોકોની સામે એક મિસાલ કાયમ કરે છે. Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here