માં ના હૌંસલા ને સલામ, ગર્ભપાત પછી ખુદ શેયર કરી પોતાના બાળક ની તસ્વીરો… કોઈ પણ માં-બાપ ગર્ભપાત કરતા પહેલા ધ્રુજી જશે, વાંચો લેખ

0

દરેક માં પોતાની પહેલી સંતાન ને લઈને ખુબ સપના સમેટતી હોય છે, પણ એમેરિકા ની રહેનારી એક મહિલા ની સાથે એવી ઘટના બની કે જેને સાંભળી ને તમે પણ ઈમોશનલ થઇ જાશો અને આ મહિલા ના હૌંસલા ને જરૂર સલામ કરશો. જાણકારી અનુસાર, 14 અઠવાડિયા ની ગર્ભાવસ્થા પછી મહિલાનું ગર્ભપાત થઇ ગયું. અને તેમણે ધરતી પર આવતાના પહેલા જ પોતાના જીગર ના ટુકડા ને હંમેંશા માટે ખોઈ નાખ્યો. ગર્ભપાત થયા પછી ડોકટરો એ મહિલા ના બાળક ને મેડિકલ વેસ્ટ ઘોષિત કરી દીધો, પણ માઈકલ નામની મહિલા એ ભ્રુણ ને એક અઠવાડિયા સુધી પોતાના જ ઘરમાં સાંભળીને રાખ્યું હતું. માઈકલ ના પતિ શરણ સુથરલૈંડ જ નહીં, પણ ડોકટર પણ હેરાન છે કે મહિલા ના ગર્ભ માં મરેલું ભ્રુણ શારીરિક રૂપથી એકદમ ઠીક હતું. હેરાની ની વાત એ છે કે માઈકલ એ પોતાના મૃત ભ્રુણના ટુકડા ની તસ્વીરો લીધી અને તેને શેયર કર્યું. માઈકલ ના કામ થી લોકો તેના ખુબ જ વખાણ કરી રહ્યા છે. શરણ અને માઈકલે ભ્રુણ ને હાઈડ્રેનજિયાં પ્લાન્ટ ની નીચે દાંટી દીધું છે, પણ તેની પહેલા તેઓએ ભ્રુણ ને લગભગ એક અઠવાડિયા સુધી ફ્રિજ માં સાંભળીને રાખ્યું હતું.ભ્રુણ નું વજન માત્ર 26 ગ્રામ હતું. દંપત્તિ એ જણાવ્યું કે ગર્ભપાત પછી ડોકટરો એ તેઓને બે વિકલ્પ આપ્યા હતા, જેમાં તેઓએ કહ્યું કે તેઓ મૃત ભ્રુણ ને ઘરે લઇ જઈ શકે છે કે પછી હોસ્પિટલ તેને મેડિકલ પ્રક્રિયાઓ દ્વારા નષ્ટ કરી શકે છે. એવામાં તેઓએ ભ્રુણ ને ઘરે લઇ જવાનો નિર્ણંય કર્યો. શરણ અને માઈકલે પોતાના આ બાળક નું નામ પણ આપ્યું હતું,’મીરાંન’. જ્યા એક તરફ આ દંપત્તિ પોતાનું બાળક ખોવા પર ખુબ જ દુઃખી હતા, જયારે તેઓને એ વાતની ખુશી પણ છે કે તેઓએ મીરાન ની સાથે ઘણો સમય વિતાવ્યો હતો. Author: GujjuRocks Team
સંકલન:ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

ગર્ભ સંસ્કાર શું છે? આપણી સંસ્કૃતિ માં 16 સંસ્કારો ની વાત કરવા માં આવી છે…

ભારતીય સંસ્કૃતિ માં કહ્યા અનુસાર સંતાન ને જન્મ આપવો એ એક પ્રાકૃતિક ઘટના જ નહિ પરંતુ માતા-પિતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઉત્તરદાયિત્વ છે. આ માટે જ ગર્ભ ધારણ કરવો અને એક નવા જીવાત્મા ને આ સંસાર માં લાવવા માટે નું પૂર્ણ વિધાન આપેલું છે. આપણી સનાતન સંસ્કૃતિ માં 16 સંસ્કારો ની વાત કરવા માં આવી છે. તેમાં આ ગર્ભ સંસ્કાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈ માતા-પિતા સંતાન પ્રાપ્ત કરવા માંગે છે તો તેમણે ઓછા માં ઓછા ત્રણ મહિના પહેલા જ માનસિક, બૌધ્ધિક અને શારીરિક રૂપ થી પોતાને આ ઘટના માટે તૈયાર કરવા જોઈએ.

જો શરીર નું સ્વાસ્થય અને માનસિક સંતુલન ના હોય અને જો સંતાન ઉત્પન્ન થાય તો તે આવનાર સંતાન અનેક રોગો થી ગ્રસ્ત થઈ શકે છે. અને આજે આપણે જોઈએ છીએ કે આજ ના બાળકો માં જન્મ થી જ અનેક રોગો જોવા મળે છે. તેનું મુખ્ય કારણ એ જ છે કે માણસ પોતાના જીવન માં બનનારી આ વિશેષ ઘટના માટે કોઈ પણ તૈયારી નથી કરતો. અને ગર્ભ ધારણ કોઈ પણ જાત ની જાગરુકતા વગર એક દુર્ઘટના ના રૂપ માં થાય છે. વાસ્તવ માં આ એટલો ગંભીર અન વિસ્તૃત વિષય છે કે ગર્ભ ધારણ નો સમય, સ્થાન, અને તેની પૂર્વે કરેલી સાધના નું અત્યંત મહત્વ છે. પરંતુ અહી આપણે માત્ર આયુર્વેદિક પક્ષ માં જ તેની ચર્ચા કરીશું. આયુર્વેદ માં સુપ્રજ જ્ઞાન નું વર્ણન આવે છે જેમાં કહ્યા અનુસાર સંતાન માટે ઇચ્છુક માતા-પિતા શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક રૂપ થી તૈયારી કરવી જોઈએ. વાસ્તવ માં ગર્ભ ધારણ પછી માતા ની જવાબદારી પિતા કરતાં વધુ હોય છે. કેમ કે સંતાન નો ભ્રૂણ તેના શરીર માં હોય છે. આ માટે જ ગર્ભ ધારણ સંસ્કાર બનાવ્યો છે. જેની અંદર માતા ને એવી શિક્ષા આપવા માં આવે છે કે જેમાં એ એક સ્વસ્થ, તેજસ્વી, અને યોગ્ય બાળક નો જન્મ આપી શકે. સુપ્રજ જ્ઞાન ની શરૂઆત પિંડ શુધ્ધિ અથવા અંડકોષ અને શુક્રાણુ ની શુધ્ધિકરણ થી થાય છે.

જો માતા અથવા પિતા બંને માથી કોઈ પણ માનસિક રૂપ થી શાંત અને પ્રસન્ન ના હોય તો ગર્ભ ધારણ ના કરવું જોઈએ. કેમ કે માતા-પિતા ની માનસિક અવસ્થા નો પ્રભાવ આવનાર સંતાન ઉપર થાય છે.આથી માતા-પિતા એ પોતાના મન માં સત્વ ગુણ ની અભિવૃધ્ધિ કરવી જોઈએ. એ માટે સાત્વિક આહાર, અને ઉચિત દિનચર્યા નું વિશેષ મહત્વ હોય છે. તીખું, મસાલેદાર ભોજન અને માદક પદાર્થ નું સેવન કરવું જોઈએ નહીં.

ગર્ભ માં પોષિત થતો જીવાત્મા માત્ર કોઈ માસ નો ટુકડો નહીં પરંતુ એક સ્વતંત્ર જીવ છે જે તેની આસપાસ બનતી દરેક ઘટના અને સંવેદના ને અનુભવી શકે છે, તેના થી પ્રભાવીત પણ થાય છે, અને પોતાની પ્રતિક્રિયા પણ આપે છે. આથી માતા-પિતા ની જવાબદારી બને છે કે તે ગર્ભિત શિશુ ને ઉચિત, પ્રસન્નતા પૂર્ણ ધ્વનિ અને મંગલમય કર્મો થી ભરેલું વાતાવરણ આપે.

થોડા સમય પછી બાળક સાથે સંપર્ક પણ સાધી શકાય છે. આયુર્વેદ માં ગર્ભ ધારણ કરેલી સ્ત્રી માટે નિશ્રિત કરેલી દિનચર્યા આપેલી છે. તેને ખાસ પૌષ્ટિક આહાર સિવાય યોગ,મંત્ર, જપ, તેમજ વિશિષ્ટ દિનચર્યા નું પાલન કરવું જોઈએ. માતા દ્રારા સાંભળેલી ધ્વનિ નો પ્રભાવ બાળક ના માનસ પર પડે છે, આથી વિશિષ્ટ ગર્ભ ધારણ સંસ્કાર સંગીત ને સાંભળવું અને મંત્ર ઉચ્ચારણ કરવું ગર્ભ વતી સ્ત્રી માટે ખૂબ જ જરૂરી છે. ગર્ભવતી સ્ત્રી એ વિશેષ પ્રકાર ના સાહિત્ય અને પુસ્તકો નું વાંચન પણ કરવું જોઈએ.
માતા-પિતા અને બાળક વચ્ચે નો સંબંધ
ધ્યાન, ધારણા, વિચાર-સમ્મોહન, કલ્પનાશક્તિ ના પ્રયોગ ની થોડીક વિધિ થી બાળક સાથે સંપર્ક સાધી શકાય છે. સૌથી મહત્વપૂર્ણ છે કે બાળક સુધી શુભ ભાવના અને સંસ્કારો નો સંચાર થવો જોઈએ. સફેદ રંગ ની રોશની ઉપર કરેલી ધારણા ખૂબ લાભદાયક છે.

સંગીત નો પ્રભાવ
સંગીત માં મસ્તિષ્ક ને પ્રભાવિત કરવા ની અદભૂત શક્તિ હોય છે. આથી વિશિષ્ટ પ્રકાર નું સંગીત બાળક માટે લાભદાયક અને તેના વિકાસ માટે ઘણું યોગદાન આપે છે.

માતા ની જીવનચર્યા
ગર્ભવતી સ્ત્રી એ ભયાનક દ્રશ્ય અને ધ્વનિ વાળી ફિલ્મો, ટેલિવિજન ની સિરિયલો ના જોવી જોઈએ. પ્રીતિકર અને મધુર સંગતિ માં રહેવું જોઈએ. સુંદર કલાકૃતિઓ, પ્રાકૃતિક દ્રશ્યો અને સારા સાહિત્ય નું વાંચન કરવા થી બાળક પર સારો પ્રભાવ પડે છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

ગર્ભ માં રહેલુ બાળક સુંદર તેમજ બુદ્ધિમાન થાય તે માટે શું કરવુ જોઈએ – ટિપ્સ વાંચો

દરેક માં ઇરછે છે કે તેનુ બાળક સુંદર હોવા સાથે બુદ્ધિમાન પણ હોય. અને તેની તૈયારી માં ત્યાર થી કરે છે જ્યારથી બાળક ગર્ભ માં હોય છે. સુંદર બાળક મેળવવા માટે મહિલા બધા દ્વારા જણાવેલ ઉપાયો માને છે. અને તેના બાળક ને શરૂઆત થી જ સુંદર તેમજ બુદ્ધિમાન બનાવવા માં લાગી જાય છે. જેમ કહેવાય છે કે નારીયલ માં મિશ્રી મેળવી ને ખાવાથી બાળક સુંદર થાય છે. તેની સાથે એ પણ કહેવાય છે કે સંતરા ખાવાથી બાળક ની આંખો સુંદર થાય છે.

હવે તમે એ વિચારશો કે બાળક તો હજુ ગર્ભ માં છે, તો માં કેવીરીતે કોશિશ કરી શકે છે. કે બાળક સુંદર તેમજ બુદ્ધિમાન થાય? તે એવી રીતે કે બાળક જયારે માં ના ગર્ભ માં હોય છે, ત્યારે તે પોતાની બધી જરૂરતો માટે તેની માં પર નિર્ભર હોય છે. અને તેના ખાવા-પીવા થી લઈને તેના સ્વાસ્થ્ય સુધી બધી જરૂરિયાતો તેની માં ના શરીર થી જ પુરી કરે છે. તેથી કહેવાય છે કે ગર્ભાવસ્થા ના સમયે માં એ પૂર્ણરૂપ થી આહાર લેવો જોઈએ. તેથી બાળક સ્વસ્થ રહી શકે.

ગર્ભ માં ઉછરી રહેલુ નવજાત બાળક માં જે પણ ગ્રહણ કરે છે, જે મીનરલ્સ લે છે, તે માં દ્વારા સીધુ બાળક લે છે. તેથી જ તો એવી કઇ વસ્તુઓ છે જેનુ સેવન મહિલાઓ એ કરવુ જોઈએ, જેનાથી બાળક સુંદર તેમજ બુદ્ધિમાન થાય. ચાલો જાણીએ થોડી એવી વસ્તુઓ વિશે જેનુ સેવન ગર્ભાવસ્થા સમયે કરવાથી બાળક સ્વસ્થ રહેવાની સાથે સુંદર તેમજ બુદ્ધિમાન પણ થાય છે. તો આ છે થોડી ટિપ્સ જે તમને આ સમસ્યા નો ઉકેલ આપશે.

ગર્ભ માં ઉછરેલી રહેલા બાળક ને સુંદર તેમજ બુદ્ધિમાન બનાવવા માટે ની ટિપ્સ:-

સ્વસ્થ તેમજ પૌષ્ટિક આહાર લેવો જોઈએ:-

બાળક જ્યારે ગર્ભ માં હોય છે તો તેના વિકાસ માટે સૌથી જરૂરી હોય છે કે, તેને બધા મીનરલ્સ પુરી રીતે મળી રહે. અને સ્વસ્થ તેમજ પૌષ્ટિક આહાર તેના માટે સૌથી જરૂરી હોય છે. જો ગર્ભવતી મહિલા પુરી રીતે પૌષ્ટિક આહાર લે છે, તો તેની સીધી અસર ગર્ભ માં ઉછરી રહેલા બાળક પર થાય છે. જેનાથી તે સ્વસ્થ રહે છે, હેલ્થી રહે છે. અને તેનાથી બાળક ના મગજ નો પણ વિકાસ થાય છે, અને બાળક સ્વસ્થ આહાર ને લીધે સુંદર પણ થાય છે. દૂધ તેમજ દૂધ થી બનેલી પ્રોડક્ટ્સ નુ સેવન કરવુ જોઈએ:-

દૂધ તમારી ત્વચા ને નિખારવા માટે ખૂબ જ કામ આવે છે. અને ગર્ભવતી મહિલા ના દૂધ પીવાથી તેનુ સ્વાસ્થ્ય ઠીક રહે જ છે, અને તેનાથી બાળક ના મગજ ના વિકાસ થવાની સાથે બાળક સુંદર પણ થાય છે. ગોરૂ બાળક મેળવવા માટે તમે દૂધ માં કેસર ભેળવી ને પી શકો છો, અને મગજ તેજ કરવા માટે તમે બદામ વાળા દૂધ નુ સેવન કરી શકો છો. અને ગર્ભવતી મહિલા એ દૂધ નુ સેવન કરવાની સાથે દૂધ ની બનેલી પ્રોડક્ટ્સ નુ પણ સેવન કરવુ જોઈએ.

ગર્ભાવસ્થા દરમ્યાન સંગીત સાંભળવુ:-

જયારે બાળક માં ના ગર્ભ માં હોય છે ત્યારે તે સાંભળી પણ શકે છે, લાગણી અનુભવી શકે છે. તેવામાં મહિલાઓ નુ સંગીત સાંભળવુ બાળક ના સ્વાસ્થ્ય ને પ્રભાવિત કરે છે. અને બની શકે તો શાંતિપ્રિય સંગીત સાંભળવુ. ત્યાં સુધી કે સંગીત નો અવાજ પણ ઓછો હોવો જોઈએ. જ્યારે સંગીત નો અવાજ બાળક ના કાન માં જય છે તો તે અલગ-અલગ ધ્વનિ, અવાજ અને બોલ ને ઓળખવા લાગે છે. તેનાથી બાળક ની બુદ્ધિ ની રચનાત્મક ક્ષમતા વધે છે જે જન્મ ના થોડા દિવસો બાદ દેખાવા લાગે છે.

દાડમ તેમજ ગાજર ના જ્યુસ નુ સેવન કરવુ:-

દાડમ તેમજ ગાજર માં આયર્ન ની માત્રા ભરપૂર હોય છે. જો પ્રેગ્નન્સી માં મહિલા ગાજર કે દાડમ નુ સેવન કરે છે, તે શરીર માં રક્ત ના સંચાર ને વધારે છે. જેનાથી બાળક માં લોહી ની માત્રા વધે છે, અને બાળક ને સુંદર બનવામાં મદદ મળે છે. અને સાથેજ સારી રીતે શરીર માં રક્ત ના સંચાર હોવાને લીધે બાળક ના મસ્તિષ્ક નો પણ વિકાસ થાય છે. તેથી ગર્ભવતી મહિલા એ દાડમ તેમજ ગાજર નુ જ્યુસ પીવુ જોઈએ, તેનાથી ડિલીવરી સમયે પણ ઓછી તકલીફ થાય છે.

સ્વાસ્થ્યવર્ધક તેલ નુ સેવન કરવુ જોઈએ:-

ગર્ભવતી મહિલાઓ એ આહાર માં સ્વાસ્થ્યવર્ધક તેલ નો ઉપયોગ કરવો જોઈએ. કેમકે તેનાથી બાળક ના મસ્તિષ્ક ના વિકાસ માં મદદ મળે છે. ગર્ભવતી મહિલાઓ એ ફેટયુક્ત આહાર નુ સેવન કરવુ જોઈએ. બદામ, અખરોટ માં ખૂબ ફેટ હોય છે. માછલી અને સમુદ્રી ખાદ્યપદાર્થો માં ફેટીએસિડ ઓમેગા-3 અને ઓમેગા-6 અધિક હોય છે. તે બધા તત્વ ગર્ભ માં ઉછરી રહેલા બાળક ના મસ્તિષ્ક, તાંત્રિક તંત્ર, રક્ત સંચાર અને પ્રતિરક્ષા પ્રણાલી ને મજબૂત કરી શરીર નો વિકાસ કરે છે.

સંતરા નુ સેવન કરવુ:-

સંતરા માં વિટામિન મળે છે. જે બાળક ના સ્વાસ્થ્ય સાથે માં ના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. ગર્ભાવસ્થાના પુરા સમય માં મહિલાઓ એ રસીલા સંતરા નુ સેવન કરવુ જોઈએ. કહેવાય છે કે તેના થી બાળક નો રંગ નિખરવાની સાથે બાળક ની આંખ પણ સુંદર બને છે. અને જો તેને બાળક ના અંગો ના વિકાસ થવાના સમયે ખાવામાં આવે તો તે બાળક ને સુંદર બનાવવા માં ખૂબ મદદ કરે છે. જેનાથી. બાળક સ્વસ્થ્ય તેમજ સુંદર થાય છે.

ગર્ભ માં ઉછરી રહેલા બાળક ને સુંદર બનાવવા ની ટિપ્સ:-

 • ગર્ભાવસ્થા દરમ્યાન માં એ નારીયલ પાણી પીવુ જોઈએ.
 • લીલુ નારીયલ ખાવાથી પણ બાળક સુંદર થાય છે.
 • નારીયલ માં મીશ્રી મેળવીને તેનુ સેવન કરવુ.
 • પાણી ભરપૂર માત્રા માં પીવુ.
 • સ્વસ્થ આહાર લેવો.
 • ફળો નુ સેવન ભરપૂર માત્રા માં કરવુ.
 • નશીલા પદાર્થો નુ સેવન ન કરવુ.
 • દિવસ માં ઓછા માં ઓછુ ત્રણ વખત દૂધ અને દૂધ થી બનેલી વસ્તુઓ નુ સેવન કરવુ.
 • સંતરા ખાવા જોઈએ.
 • કેસર ખાવુ જોઈએ(દૂધ માં નાખીને).

બુદ્ધિમાન બાળક મેળવવા માટે શું કરવુ:-

 • સ્વસ્થ તેલ નો ઉપયોગ આહાર માં કરવો જોઈએ.
 • સંગીત સાંભળવુ જોઈએ.
 • જ્યારે બાળક ગર્ભ માં હોય ત્યારે તેની સાથે વાતો કરવી જોઈએ.
 • તાજા ફળો તેમજ શાકભાજી નુ સેવન કરવુ જોઈએ.
 • કોઈ પણ જાતનો તણાવ ના લેવો.
 • મન ને શાંત રાખવુ.
 • બદામ નુ દૂધ પીવુ.
 • વજન પર રોક લગાવી ને રાખવી.Author: GujjuRocks Team
  દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.
આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here