ઉજજેનમાં આવેલ શ્રી હરસિદ્ધિ માતા મંદિરનો ઇતિહાસ શરૂ થાય છે ગુજરાતનાં ગાંધવી ગામથી….

0

પોરબંદર પાસે આવેલ ગાંધવી ગામે દરિયાકિનારે કોયલો ડુંગર આવેલો છે. એ ડુંગરાની ટોચ પર એક દેવી બિરાજમાન છે. એ દેવીનું નામ છે મા હરસિદ્ધિ. જે ભગવાન શ્રી કૃષ્ણનાં પણ કુળદેવી છે. એ જ દેવી રાજા વિક્રમના પણ કુળદેવી છે. તો ચાલો જાણીએ આજે માતા હરસિદ્ધિનો સંપૂર્ણ ઇતિહાસ અને તેની પ્રાગટ્ય કથા.

કોયલા ડુંગરની ટોચે બીરજમાન માતા હરસિદ્ધિનો ઇતિહાસ અને ભગવાન શ્રી કૃષ્ણ :

બેટદ્વારિકામાં શંખાસૂર નામના રાક્ષસનો ત્રાસ હતો. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે ભગવાન કૃષ્ણએ કોયલા ડુંગર પર આવીને એમના કુળદેવી માતા હરસિદ્ધિ માતાજીનું તપ કર્યું ને ત્યારે આ ડુંગર પર માતા હરસિદ્ધિ પ્રસન્ન થયાં. ત્યારે વરદાન સ્વરૂપે માતા હરસિદ્ધિને આ ડુંગર પર જ બિરાજી લોકોની રક્ષા કરે એવું વરદાન માંગ્યું. ને ત્યારે સાક્ષાત ભગવાન કૃષ્ણએ માતા હરસિદ્ધિની શ્રદ્ધા પૂર્વક સ્થાપના કરી ને સાક્ષાત માતા અહીંયા બીરજમાન થયાં. ને ત્યારે ભગવાન કૃષણની ભક્તિ જોઈને માતાજીએ વચન આપ્યું કે ‘જ્યારે તમે છપ્પનકોટિ યાદવો સાથે શંખાસુરને હણવા જશો ત્યારે દરિયાકિનારે ઊભા રહીને મારું સ્મરણ કરશો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ.

કોયલા ડુંગરની ટોચ પર બેઠેલા માતાના દર્શન કરવા જવું હોય તો ૪૦૦ જેટલાં પગથિયાં ભક્તોને ચડવા પડે છે. ને એટ્લે માતાજીનું સ્થાપન નીચે કરવામાં આવ્યું. પરંતુ માતાજી કોયલા ડુંગર પરથી તળેટીમાં કેમ આવ્યાં એ ઇતિહાસ પણ જાણવા જેવો છે.

કોયલા ડુંગરની તળેટીમાં બીરજમાન માતા હરસિદ્ધિનો ઇતિહાસ :

કહેવાય છે કે જે કોઈ કોયલાડુંગર પાસે આવેલ દરિયામાંથી પસાર થાય એ બધાને માતા હરસિદ્ધિના નામે શ્રીફળ ને ચુંદડી દરિયાને અર્પણ કરવાનાં તો જ માતા દરિયો પાર કરવાની પરવાનગી આપતા. ને માતાના આશીર્વાદ સાથે હોવાથી વેપારીઓ આરામથી કોઈપણ સંકટ વગર દરિયો ખેડી પેલે પાર પહોંચી જતાં હતા.

હવે બન્યું એવું કે જગડુશા નામે એક ધનિક વાણિયો પોતાના સાત વહાણો લઈને વેપાર માટે ત્યાથી પસાર થયો. એ સ્વભાવે લોભી હોવાથી એને શ્રીફળ કે ચુંદડી માતાજીનાં નામના દરિયામાં અર્પણ ન કર્યા ને ત્યારે જગડૂશાના સાતેય વહાણો દરિયામાં ડૂબવા લાગ્યા. હીરા જવેરાતથી ભરેલા વહાણો ડૂબતાં જોઈને જગદુશાએ કોયલા ડુંગર પર બેઠેલ દેવી હરસિદ્ધિનું સ્મરણ કર્યું ને કહ્યું કે જો મારા સાતેય વહાણો નહી ડૂબે તો હું કોયલો ડુંગર ચડીને તમારા દર્શન કરવા આવીશ. ને સાતેય વહાણો તરત જ ડૂબતાં બચી ગયા.

જગડુશા 400 પગથિયાં ચડતા ચડતા થાકી ગયો. એને સંકલ્પ કર્યો કે હું મારા ખર્ચે કોયલા ડુંગરની તળેટીમાં મંદિર બંધાવીશ ને માતા હરસિદ્ધિનું નીચે સ્થાપન કરાવીશ. જગડુશાએ માતાજીની ખૂબ આરાધના કરી ને માતાજીનેપ્રસન્ન કર્યા. ત્યારે માતાજીએ પ્રસાન્ન થઈને વરદાન માંગવાનુ કહ્યું, ત્યારે જગડુશાએ વરદાન માંગ્યું કે ‘માતાજી તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને હવે આજ પછી કોઈનાં વહાણ ડૂબે નહીં તેવું મને વરદાન આપો.

માતાજીએ જગડુશાની ભક્તિની પરીક્ષા કરી કહ્યું કે ‘જો તું દરેક પગથિયે મને બલિ ચઢાવે તો હું નીચે આવું. જગડુશાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે એક-એક પશુનો બલિ આપતા ગયા, છેલ્લાં ચાર પગથિયાં બાકી છે. કોઈ બલી મળતી નથી. જગડુશાએ એક એક પગથિયે દીકરો, દીકરાની વહુ, તેની પત્ની અને તેની બલી આપવાનું વિચાર્યું. આમ બધી જ બલી અપાયા બાદ છેલ્લી બલી જગદુશાની હતી ને માતાજી પ્રસન્ન થયાં ને બધી જ બલીને સજીવન કરી ને કોયલાડુંગરની તળેટીમાં બિરાજમાન થયાં ને ત્યારથી જગડુશાનાં કુળદેવી તરીકે બિરાજમાન થયાં.

હવે ઉજ્જેન મંદિરમાં મા હરસિદ્ધિનો પ્રાગટ્ય ઇતિહાસ ને રાજા વિક્રમ :

રાજા વિક્રમના ફઈબાના દીકરા ગાંધવી ગામનાં રાજા હતા. એટ્લે રાજા વિક્રમ એકવાર ઉજજેનથી તેમના ઘરે આવે છે. ત્યારે પોતાના જ ભાઇનું સુકાતું શરીર જોઈને પુછ્યું કે ભાઈ, તને આટલી બધી શેની ચિંતા છે કે તું દિવસે ને દિવસે સુકાતો જાય છે.
શું કહું મારા ભાઈ, હું રોજ મરું ને રોજ જીવું છે. મારા રોજ મરવાના મૃત્યુની પીડા હું કોને કહું ?
“એટ્લે “

તમારા ભાભી કોયલા ડુંગરે બેઠેલ મા હરસિદ્ધિના પરમ ભક્ત છે. મારા ઘરે આખી નવરાત્રી માતા હરસિદ્ધિની જ ઉપાસના, આરાધના ને ગરબા ગવાય. એકવાર એક સુંદર સ્ત્રીને મારા ઘરે ગરબા ગાતા જોઈ. ને હું મોહિત થઈ ગયો. મારી દાનત એ સ્ત્રી પર બગડી. એ સ્ત્રી જેવી ગરબા પૂરા કરી જવાની તૈયારી કરતી હતી. કે મે એને મારી બાજુ ખેંચી ને એને મારી બાહોમાં લીધી. એ જ સમયે એ સ્ત્રી માતા હરસિદ્ધિના કોપાયમાન સ્વરૂપમાં આવી ગઈ ને મને શ્રાપ આપ્યો, “ કે તારી પત્ની મારી ભક્ત છે. એટ્લે ઇનો ચૂડી ને ચાંદલો મારે અખંડ રાખવો પડે. માટે બીજી સ્ત્રી પર દાનત બગાડનાર ને તો મૃત્યુ દંડ જ મળી શકે ને મને શ્રાપ આપતા કહ્યું કે તારે રોજ મારા મંદિર કોયલા ડુંગર આવવું પડશે ને એમાં ગરમ તેલની ધૂણીમાં તારો દેહ ઓગાળવો પડશે ને પછી ફરી હું તને સજીવન કરીશ.

આવી યાતના હું મારી એક ભૂલના કારણે રોજ સહન કરું છું, મારા ભાઈ.

બીજે જ દિવસે રાજા વિક્રમ તેના ભાઈના રૂપમાં માતાના દરબારમાં જાય છે ને તેલની ધૂણીમાં દેહ ઓગાળે છે. માતા રાજા વિક્રમનો કુટુંબ પ્રત્યેનો પ્રેમ જોઈને પ્રસન્નથાય છે, ને બે વરદાન માંગવા માટે કહે છે.

રાજા વિકરમે બે વરદાન માંગ્યા. પહેલું પોતાના ભાઈને શ્રાપમાંથી મુક્તિ ને બીજું ઉજ્જેન પધારો મારી સાથે ને મારા કુળદેવી તરીકે પૂજાવ.

માતા હરસિદ્ધિ રાજા વિક્રમ સાથે ઉજ્જેન જાય છે, ને એના ભાઈને શ્રાપમાંથી મુક્તિ આપે છે.

આમ માતાજીનો વાસ બને મંદિરોમાં થાય છે. સવારની આરતી કોયલા ડુંગર ને સાંજની આરતી ઉજ્જેન હરસિદ્ધિ મંદિર. વિશ્વનું આ એક જ એવું મંદિર છે જ્યાં એક જ સમય આરતી થાય છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here