લો બીપી થવા ના કારણો,લક્ષણો અને ઘરેલુ કુદરતી ઉપાયો વાંચો

0

લો બીપી થવા ના કારણો

 1. લો બીપી થવા ના પ્રમુખ કારણો માં દુર્બળતા, વધારે પડતાં ઉપવાસ, પૌષ્ટિક ભોજન નો અભાવ તેમજ પાણી ની ઓછી માત્રા ના કારણે લો બીપી થઈ શકે છે.
 2. શારીરિક અને માનસિક પરિશ્રમ ની અધિકતા, માનસિક આઘાત, તેમજ શરીર માથી વધારે પડતું લોહી નું વહી જવું વગેરે.
 3. લો બીપી ઘણી વાર વિટામિન બી અને સી ની ઉણપ થી પણ થઈ શકે છે.
 4. ગુદા અને આંતરડા ની કમજોરી થી પણ આ રોગ થવા ની શક્યતા છે.
 5. આ રોગ જીવન ની નીરસતા તેમજ પારિવારિક સંબંધો માં આત્મીયતા ની કમી થી પણ થઈ શકે છે.
 6. જે લોકો પોતાના જીવન માં નિરાશ થવા લાગે, પોતાના લક્ષ્ય માં વારંવાર અસફળતા મેળવતા રહે તે લોકો ને લો બીપી થવા ની તકલીફ થઈ શકે છે.

લો બીપી ના લક્ષણો

 1. આ રોગ ની અંદર રોગી ની નસ કે નાડી ધીમી અને નાની થઈ જાય છે.
 2. લો બીપી ના રોગી ને થોડોક પરિશ્રમ કરવા થી થાક લાગી જાય  છે અને તેને ચક્કર પણ આવે છે.
 3. રોગી ની શ્વાસ ફૂલવા લાગે છે.
 4. બીપી ની તપાસ કરતાં યંત્ર માં જો બીપી તપાસ કરવા માં આવે તો રક્ત ચાપ 110 થી 30 સુધી થઈ જાય છે. પરંતુ ઉચિત ઉપચાર કરવા થી જીવન આરામ થી નીકળી શકે છે.
 5. જો રોગ ઘણા લાંબા સમય નો હોય તો સદાને માટે માથા નો દુખાવો રહી શકે છે અને માથું પણ સતત ફરતું હોય તેવું લાગે છે.
 6. કામ કરવા માં મન ના લાગે. બધુ જ છોડવા નું મન થયા કરે.
 7. થોડીક મહેનત માં જ ચીડચિડું થવું, યાદ શક્તિ ઓછી થવી, માનસિક અવસાદ વગેર લો બીપી ના લક્ષણો છે.
 8. આ રોગ માં રોગી આળસુ, અનુત્સાહી, શરીર ની દુર્બળતા વગેરે પ્રમુખ લક્ષણ છે.

લો બીપી ના ઘરેલુ ઉપચાર

 1. 5-8 બદામ અને 3 થી 4 મરી ને પીસી એક ચમચી દેસી ઘી માં તળી લો, જ્યારે તળાય જાય ત્યારે તેની ઉપર 7-8 કિશમિશ પણ ઘી માં નાખો. હવે ઉપર થી 400 ગ્રામ દૂધ એક વાસણ માં લો. દસ પંદર મિનિટ માટે ઉકાળી ઉતારી લો, થોડું ઠંડુ થાય પછી તેમાથી પહેલા મરી, બદામ, અને કિશમિશ ને ખૂબ જ ચાવો, ઉપર થી દૂધ ને પી જાઓ. આ પ્રયોગ સવારે-સાંજે કરવો. પહેલા જ દિવસ થી રક્તચાપ સામાન્ય થઈ જશે.
 2. સંતરા ના રસ માં મીઠું નાખી પીવા થી પણ લો બીપી માં ફાયદો થાય છે.
 3. અડધા કપ પાણી માં આંબળા નો રસ થતાં મીઠું નાખી પીવા થી નિમ્ન રક્તચાપ ઠીક થઈ જાય છે.
 4. નિમ્ન રક્તચાપ માં પૌષ્ટિક આહાર લેવો જોઈએ. દહીં, દૂધ, મઠ્ઠા, માખણ, ઘી વગેરે જેટલી સહેલાઈ થી પચાવી શકાય તેવું લેવું.
 5. લો બીપી માં મીઠા ની માત્રા સામાન્ય કરતાં થોડી વધારી દેવી તો ફાયદો થઈ શકે છે.
 6. લો બીપી માં લીંબુ નું શરબત પણ ફાયદો કરે છે. દિવસ માં ત્રણ વખત એક-એક ગ્લાસ લીંબુ નું પાણી પીવું જોઈએ. જેથી આ રોગ કાબૂ માં રહે.
 7. આંબળા નો રસ અને મધ ની બે-બે ચમચી ભેળવી સવાર-સાંજ ચાટવા થી ફાયદો થાય છે.
 8. 15 થી 20 તુલસી ના પાન નો રસ અને એક ચમચી મધ તેમજ એક નાની વાટકી દહીં ભેળવી ને ખાવી જેથી ફાયદો થશે.
 9. ટમેટા, અંગૂર, પાલક, ગાજર, સંતરા ચૂકંદર વગેરે નો પ્રયોગ કરવો.
 10. મટ્ઠા ખૂબ જ ઉપયોગી છે. એક ભરેલો ગ્લાસ સવારે અને એક બપોર પછી પીવો, બે અઠવાડીયા માં આ રોગ ના લક્ષણો ઓછા થઈ જશે.
 11. તાજા ચૂકંદર નો રસ પણ ખૂબ લાભકારી છે. એક નાનો ગ્લાસ ચૂકંદર ના રસ નો સવારે અને એટલો જ સાંજે પીવો. 10 દિવસ પીવા થી આ રોગ થી બચી જશો.
 12. આ રોગ નું મૂળ કારણ દૂર કરો થતાં કબજીયાત ન થવા દો. હ્રદય, આંતરડા વગેરે ને સ્વસ્થ રાખો અને મનોવિકારો થી દૂર રહો.
 13. લૌહ ભસ્મ, નવાયસ લૌહ, પુનર્ણવા મંડૂર, લોહાસવ, અભ્રક ભસ્મ, હીરા ભસ્મ વગેરે નો પ્રયોગ નિમ્ન રક્તચાપ ના નિવારણ માટે કરી શકાય છે.
 14. લો બીપી માં તળેલું, મસાલેદાર ભોજન ના કરવું.
 15. વધારે પડતા તડકા માં ના રહેવું તમારા માટે હાનિકારક છે આથી તેનાથી બચવું.
 16. ચા કે કોફી નું સેવન ના કરવું જોઈએ.
 17. વધારે પડતાં પરિશ્રમ થી બચવું.
 18. એકસાથે વધારે પડતું ભોજન ના કરવું ને થોડા-થોડા સમયે ભોજન કરવું.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here