લગ્ન થતા જ રણવીર સિંહ માટે આવ્યા ખરાબ સમાચાર….

0

આખરે દીપ-વીર લગ્ન ના બંધન માં બંધાઈ જ ગયા. બંને એ 14-15 ના રોજ ઇટલી ના લેક કોમો માં અમુક પરિવાર ના લોકોની હાજરીમાં લગ્ન કર્યા છે. લગ્ન ના રિવાજો સાંજે 4 વાગે પુરા થયા હતા. બંને ના લગ્ન થી દરેક કોઈ એટલા ખુશ છે કે ચારે બાજુથી શુભકામનાઓ આવી રહી છે. હાલમાં જ ફિલ્મમેકર કરન જોહરે કઈક એવા અંદાજ માં શુભકામનાઓ આપી કે તેનાથી દરેક કોઈ ના ચેહરા પણ સ્માઈલ આવી ગઈ છે. જણાવી દઈએ કે કરન રણવીર-દીપિકા ના એકદમ ક્લોઝ છે.જયારે બીજી બાજુએ રણવીર ની અપકમિંગ ફિલ્મ સિમ્બા ને લઈને ખરાબ સમાચાર સામે આવ્યા છે. રોહિત શેટ્ટી ની ફિલ્મ સિમ્બા રિલીઝ થતા પહેલા જ કાનૂની જપેટ માં ફસાઈ ગઈ છે. રણવીર ની સિમ્બા પર એક કંપની ના કોપીરાઈટ ના ચાલતા દિલ્લી હાઇકોર્ટ માં મામલો દર્જ કરવામાં આવ્યો છે. એક પેય કંપની જે બિયર ની બ્રાન્ડ માટે જાણવામાં આવે છે, તેમણે સિમ્બા પર લીગલ ચાર્જીસ લગાવ્યા છે. એક બ્રેવરેજ કંપની એ સિમ્બા ના નિર્દેશક રોહિત શેટ્ટી ની કંપની રોહિત શેટ્ટી પિક્ચર્સ પર ટ્રેડમાર્ક ના ઉલ્લંઘન નો આરોપ લગાવતા દિલ્લી હાઇકોર્ટ નો દરવાજો ખટકાવ્યો છે.

છત્તીસગઢ ની એક બ્રેવરેજ કંપની એ રોહિત શેટ્ટી પિક્ચર્સ પર ટ્રેડમાર્ક નો ઉલ્લંઘન નો આરોપ લગાવ્યો છે. આ કંપની એ પોતાના લીગલ નોટિસ માં આરોપ લગાવ્યો છે કે આ ફિલ્મનું જે શીર્ષક સિમ્બા છે તે નામ ના સંદર્ભ માં કોપીરાઈટ ઉલ્લંઘન છે કેમ કે તેની કંપની પોતાના બિયર અને નોન-આલ્કોહોલિક ડ્રિંક્સ આ જ નામથી વહેંચે છે.તેના સિવાય આ જ કંપની ઘણા વસ્ત્રો, રમવાના કાર્ડ્સ અને અન્ય ઘણી ચીજો વર્ષ 2015 થી આજ નામથી વહેંચતી આવી છે. જો કે આ નામથી ફિલ્મ બનાવતા પહેલા તેઓની પાસેથી કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી. કરન જોહર ના પ્રોડકશન હાઉસમાં બનેલી સિમ્બા એક પોલીસવાળા ની કહાની છે, જેમાં જબરદસ્ત એક્શન ની સાથે સાથે કોમેડી પણ છે. દિલ્લી હાઇકોર્ટ માં આ મામલા માં રોહિત શેટ્ટી ના તરફથી જવાબ આપવા માટે કહ્યું છે અને જો રોહિતના તરફથી જવાબ ન આવ્યો તો ફરીથી આ મામલાની બેઠક ચાર ડિસેમ્બર ના રોજ યોજાશે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here