લગ્ન પહેલા સોનમ કપૂરે કર્યો આવળો મોટો ખુલાસો..યૌન શોષણનો શિકાર થઇ હતી, વાંચો અહેવાલ

0

સોનમ કપૂર અને દિલ્લીના બીઝનેસમૈન આનંદ આહુજા 8 મૈ નાં રોજ લગ્નના બંધનમાં બંધાવાનાં છે. બંને પરિવારોમાં આ લગ્નની તૈયારીઓ ખુબ જ જોર-શોરમાં ચાલી રહી છે. જલ્દી જ સોનમનાં હાથોમાં મહેંદી રચાવા જઈ રહી છે, અને પીઠી પણ લાગશે. પણ આ વચ્ચે એક એવા ખુલાસા વિશેની જાણ થઇ, જેને જાણીને તમે હેરાન જ રહી જાશો. એશોઆરામ અને જાહોજલાલીમાં મોટી થયેલી સોનમ ટીન એજમાં યૌન શોષણનો શિકાર બની ચુકી છે. આ વાતનો ખુલાસો તેણે એક શો દરમિયાન કર્યો છે. આ શો માં તેણે પોતાની સાથે થયેલી આ ઘટના વિશે જણાવ્યું, જેને જાણીને હર કોઈ હેરાન રહી ગયા હતા.સોનમ કપૂરે આ ટોક શો માં યૌન શોષણનાં મુદ્દા પર પોતાની રાય રાખી અને કહ્યું કે કેવી રીતે જ્યારે તે નાની હતી તો તેના પર એક વ્યક્તિએ ખરાબ નજર નાખી હતી. તેણે જણાવ્યું કે આ ઘટનાથી તેને ખુબ જ તકલીફ પહોંચી હતી.સોનમે જણાવ્યું કે આ ઘટના તેની સાથે અચાનક જ બની હતી. હું માનસિક તૌર પર આ ચીજ માટે બિલકુલ પણ તૈયાર ન હતી, તેણે જણાવ્યું કે હું એક સમયે મોલમાં હતી અને એક વ્યક્તિ પાછળથી આવીને મારા સ્તન ટચ કરી ગયો હતો. હું આજ સુધી તે ઘટનાને ભૂલી શકી નથી.સોનમ કપૂરે પોતાની સાથે થયેલી આ ઘટના વિશે જણાવ્યું કે તેની આંખોમાંથી આંસુ પણ નીકળી આવ્યા હતા. તેના સિવાય શો માં મોજુદ વિદ્યા બાલન, અનુષ્કા શર્મા અને આલિયા ભટ્ટે તેને દિલાસો આપીને ચુપ કરાવી હતી. લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!