ક્યાંથી આવ્યા પોપકોર્ન જાણો છો, જાણો પૂરી કહાની….. ખાસ વાંચવા જેવી છે

0

પોપકોર્નને જો દુનિયાનું સૌથી લોકપ્રિય સ્નેક કહેવામાં આવે તો તેમાં કાઈ ગલત નથી. ફિલ્મ જોતા ખાઓ, કે પછી સાંજની ચા સાથે. દોસ્તો, પરિજનોની સાથે ગપ્પા મારવાના સમયે પોપકોર્ન ખાઓ, કે પછી કઈક વાંચતા-લખતા સમયે એકાંતમાં ખાઓ. પોપકોર્ન દરેક મૌકા પર માહોલની સાથે એકદમ ઠીક બેસનારું સ્નેક છે. જે હલકું પણ છે અને સ્વાસ્થ્ય માટે પણ સારું છે. જો તમે તેમાં બટર અને તેલ  મિલાવી દો, તો તેનાથી સ્વાસ્થ્ય વાળી ખૂબી નજરમાં નહિ આવે, પોપકોર્ન પૂરી દુનિયામાં ખુબ ખાવામાં આવે છે. તેમની સૌથી પહેલાની મિસાલ અમેરિકી મહાદ્વીપો માં મળે છે. ઉત્તરી અને દક્ષીણી અમેરિકામાં રેડ ઇન્ડિયન એરિયામાં તેમના દાણા મળે છે.

1. સૌથી પહેલા અમેરિકામાં ખાવામાં આવ્યું હતું પોપકોર્ન:

એક કિસ્સો તો એ પણ સાંભળવામાં આવે છે કે એક પુરાતત્વ વૈજ્ઞાનિકને જ્યારે મકાઈના દાણા મળ્યા, તો ત્યારે તેને ભુનવાની કોશીસ કરી. દિલચસ્પ વાત એ છે કે લગભગ હજાર વર્ષ જુના મકાઈના દાણાનાં ગરમ થતા જ તે ફૂટવા લાગ્યા. તેનું કારણ તેની ઉપરની સ્કીન હોય છે, જે ખુબજ સખ્ત અને મોટી હોય છે. જે લગભગ 200 ડીગ્રી તાપમાન પર જ ફૂટે છે. ત્યારે તેમાંથી નીકળે છે પોપકોર્ન.

આજે પોપકોર્નનો નશો પૂરી દુનિયાના માથા પર છવાયેલો છે. એક અમેરિકી નાગરિક દરેક વર્ષ 50 લીટર જેટલા પોપકોર્ન ખાઈ જાય છે. જયારે બ્રિટેનમાં આગળના 5 વર્ષોમાં પોપકોર્નની બિક્રીમાં 169  ફીસદનો ઉછાળ જોવા મળ્યો છે. સાથે જ બ્રિટેનમાં આગળના પાંચ વર્ષોમાં પોપકોર્નની બિક્રીમાં 169 ફીસદનો ઉછાળ જોવા મળ્યો છે. જો કે તેનો ઈતિહાસતો બહુ પહેલાનો છે. પણ સૌથી પહેલા પોપકોર્નને ખાવાની શરૂઆત અમેરિકા માં થઇ હતી. અમેરિકાનાં મૂળ નિવાસી તેને ખાયા કરતા હતા. ત્યાં વસતા ગયેલા યુરોપિયન લોકોએ પણ પોપકોર્નને પોતાના બનાવી લીધા હતા,

પોપકોર્નની કહાની:

પણ તમને તેના વિશેની ઘણી એવી ગલતફેમીઓ હશે, તો ચલો અમે તેને દુર કરી દઈએ. પહેલી વાત તો એ કે પોપકોર્ન મકાઈના તે ભુટ્ટા માંથી મળતા, જેને તમે મોટા ભાગે ખાઈ રહ્યા છો. પોપકોર્ન મકાઈની એક ખાસ નસ્લ માંથી તૈયાર કરવામાં આવે છે. પુરાતત્વ વૈજ્ઞાનિકોએ તેના દાણા ઉત્તર-પશ્ચિમી અમેરિકામાં ઘણી ગુફાઓમાં મળી આવે છે. તેને દક્ષીણી અમેરિકામાં પણ ઉપયોગ થવાના સબુત પણ મળ્યા છે.
ફેમસ અમેરિકી વૈગ્નાનીક થોમસ હાર્પર ગુડસ્પીડએ એક દિલચસ્પ કિસ્સો કહ્યો હતો. 1941માં છપાયેલી એક કિતાબ પ્લાંટ હન્ટર્સ ઇન દ એન્ડીજ માં તે લખે છે કે તેઓને ચીલીના વૈગ્નાનીકોથી લગભગ હજાર વર્ષ પહેલાના પોપકોર્ન મળ્યા હતા. એક દિવસ ગુડસ્પીડને વિચાર આવ્યો કે તેમને ભુનવું જોઈએ. જો કે ગુડસ્પીડને વિશ્વાસ ન હતો કે આ દાણાને ભુની પણ શકાશે. પણ તેજ આગમાં પકાવતા આ દાણા ફૂટવા લાગ્યા, જાણે કે આગળના વર્ષના પાક ના જ દાણા હોય.

પોપકોર્ન વાળી મકાઈનાં દાણાનાં ઉપરનું સ્તર, સામાન્ય ભુટ્ટાનાં દાણા કરતા ચાર ગણું મોટું હોય છે. આ લેયર જ તેના ફાટવાનું કારણ હોય છે. તેને લીધે જ દાણા બળવાને બદલે ફાટવા લાગે છે. તાપમાન વધવાની સાથે દાણાની અંદર દબાવ વધવા લાગે છે અને જ્યારે આ દબાવ હદની બહાર જાય, તો દાણા ફાટવા લાગે છે. વૈજ્ઞાનીકોએ જાણ્યું કે પોપકોર્ન પર દબાવ આવવાથી તેના દાણાને બે ગણા આકારમાં કરી શકાય છે.
દુનિયાભરમાં પોપકોર્ન અલગ-અલગ રીતે ભૂનવામાં આવે છે. ચીનમાં મોટાભાગે રસ્તાઓ પર લોખંડનાં ડ્રમની અંદર તેને ભૂનવામાં આવે છે. તેનું મુખ ખુલ્લું હોય છે. જ્યારે દાણા ફાટે છે ત્યારે, તો ભુનવાવાળો વ્યક્તિ તેના મુખ પર કેનવાસ લગાવી દે છે. ભારતમાં પણ પોપકોર્ન લોખંડની કડાઈમાં બનાવતા જોયા હશે પણ અમેરિકામાં તેને મોટી-મોટી મશીનોમાં બનાવામાં આવે છે.

પોપકોર્ન ભુનવાની મશીન:

પહેલી વાર પોપકોર્ન ભુનવાની મશીન 1885 માં સામે આવી હતી. તેને અમેરિકાના એલીનોય સુબાના ચાર્સ ક્રેટ્ર્સે બનાવ્યું હતું, તેઓ મગફળી ભૂનવાની મશીન બનાવી રહ્યા હતા. તેને એન્જીનો સાથે બાંધવામાં આવે છે, જેમાં દાણા અને માખણને મિક્ષ કરવામાં આવે છે. જોકર જેવો દેખાતો એક વ્યક્તિ આ મશીનનું કામ કરતો હતો. ખાવા-પીવાનાં ઈતિહાંસકાર એન્ડ્ર્યુ સ્મિથ લખે છે કે ચાર્લ્સ ક્રેટર અને સહાયક પોતાની પોપકોર્ન ભુનવાની મશીનને 1893ની સાલમાં ફેઈરમાં લઈને ગયા હતા.

ત્યાં તેઓ લોકોને પોપકોર્ન નો ટેસ્ટ કરાવા માટે બોલાવતા હતા. સ્મિથે જણાવ્યું કે આ મશીનને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. લોકો આ પોપકોર્નને ભુનતા જોઇને ખુબ ઉત્સાહિત થયા હતા. તેઓને પોપકોર્નનો સ્વાદ પણ ખુબ પસંદ આવ્યો હતો. આજે પણ ચાર્લ્સ ક્રેટરની કંપની અમેંરિકામાં પોપકોર્ન ભુનવાની મશીન બનાવનારી પહેલી સૌથી મોટી કંપની છે.

આજે લોકો પોપકોર્નની સારી સેહત માટે પણ ખાવાનું પસંદ કરે છે. ભેલ તમે તેને નમકીન, માખણવાળા સ્નેક્સ સમજતા હોવ, જે ફિલ્મ જોતા સમયે ખાવામાં આવતા હોય પણ નિમક અને બટર વગરના આ દાણા ખુબ ઓછા ફેટ વાળા હોય છે. માર્કેટીંગ કરનારા તેને ખુબ સારી રીતે વહેંચવામાં જોડાઈ ગયા છે. પોપકોર્નની આ ખૂબી અમેરિકા અને બ્રિટેનમાં તેની વધતી જતી ડીમાંડનું મોટું કારણ છે.

ભલે પેકેટમાના મોટાભાગના પોપકોર્ન નિમક અને બટરની સાથે આવતા હોય, તમે ઘરમાં તેને માત્ર ગરમ કરીને ખાઈ શકો છો. જો કે ઘરમાં દાણા ભુનવાવાળાને જાણ થઇ ચુકી છે કે માત્ર પોપકોર્ન જ નહી ચોખા, જઉં, ઘઉં અને અમરનાથના દાણા પણ આવી રીતે ભુનીને ખાઈ શકાય છે. જો કે તે પોપકોર્ન જેટલા ફૂલી નથી શકતા. જો કે હાલ તો દરેક લોકો પર પોપકોર્નનો રાઝ તો કાયમ રહેવાનો જ છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!