કોથમીર ના અદભૂત ચમત્કારિક 10 ફાયદાઓ…મોટા ભાગના લોકોને ખબર જ નથી – તમે પણ જાણો

0

કોથમીર લગભગ બધા ના ઘરે જોવા મળે છે. ઘણા લોકો લીલી કોથમીર નો પ્રયોગ કરે છે તો ઘણા લીલી અને સુકાયેલી બંને નો. સુકાયેલી કોથમીર નો પ્રેયોગ મસાલા ના રૂપ માં કરવા માં આવે છે જ્યારે લીલી કોથમીર નો પ્રયોગ ચટણી અથવા શાકભાજી માં નાખી કરવા માં આવે છે. કોથમીર રસોઈમાં સ્વાદ વધારા ની સાથે ઘણા રોગો ને પણ ઠીક કરવા માં મદદ કરે છે.

  • સુંદરતા વધારે છે.


2 ગ્લાસ પાણી માં 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર ને પલાળી ચાર કલાક પછી પાણી ને ગાળી આંખ બંધ કરી ચહેરા ધોવો અને આ પ્રયોગ દરરોજ 1 થી 2 મહિના સુધી સતત કરવાથી ફાયદો થાય છે. ચેહરા પર ના દાગ, કાળાશ, વગેરે દૂર થઈ ચહેરો ગોરો અને સુંદર બને છે.

ખૂજલી થતી હોય ત્યારે પાણી ના ટબ માં કોથમીર ને પલાળી તેમાં સ્નાન કરવા થી લાભ થાય છે તેમજ હાથ પગ ની સુંદરતા પણ વધે છે.

જો શરીર માથી દુર્ગંધ આવતી હોય તો પાણી માં 50 ગ્રામ કોથમીર અને સ્વાદ અનુસાર કાળું મીઠું નાખી પેસ્ટ બનાવી લો. હવે જમ્યા બાદ એક ચમચી કોથમીર ને પાણી ની સાથે ફાકી ની જેમ ખાઈ લો. આ રીતે શરીર ની અંદર ની સુંદરતા તો વધશે જ સાથે શરીર ની બહાર ની સ્વસ્થતા પણ વધશે.

  • વાગ્યા ના દર્દ ને જલ્દી દૂર કરે છે

વાગ્યું હોય કે પછી વાગ્યા બાદ તે જગ્યા પર લીલું નિશાન થઈ ગયું હોય, કે પછી સોજો થયો હોય અથવા દુખાવો થતો હોય તો કોથમીર અને હળદર બંને ને પીસી તેમાં સીંગ તેલ નાખી બંને ને મિક્સ કરી દો અને પછી તેને એક વાસણ માં સારી રીતે તળી લો. પછી તેને વાગ્યું હોય ત્યાં લેપ લગાવી રૂ મૂકી પટ્ટી બાંધી દો. આથી લીલું નિશાન, સોજો અને દર્દ માં થોડાક દિવસો માં ફાયદો થશે.

  • થાક ને દૂર કરે છે

કામ કરતાં જો થાક નો અનુભવ થાય, કે ચાલતા ચાલતા થાક અનુભવાય તો તે જ ક્ષણે સુકાયેલા કોથમીર ના દાણા ને ચાવવા થી થાક દૂર થઈ જશે. યાત્રા દરમિયાન પણ તમે પોતાની સાથે કોથમીર ના દાણા ને સાથે રાખી શકો છો.

તલ, મસા ને દૂર કરે છે 

સારા ને મોટા સુકાયેલા કોથમીર ના દાણા ને પીસી, જે જ્ગ્યા પર તલ કે મસો હોય ત્યાં તેનો લેપ લગાવવા થી તલ કે મસો દુર થાય છે અને નવા પણ નીકળતા નથી. બે મહિના માટે આ પ્રયોગ કરવા થી તેનો તમને ખૂબ સારો ફાયદો થશે.

  • માથા નો દુખાવો દૂર કરે છે

4 ચમચી ઝીણી સમારેલી કોથમીર અને 2 ચમચી મિશ્રી એક ગ્લાસ પાણી માં ઉકાળી અડધું પાણી રહે ત્યાં સુધી ઉકાળી લો અને પછી ગાળી ને પીવો. આ પ્રયોગ શરદી અને તાવ થી ચડેલા માથા ના દુખાવા માં જલ્દી આરામ આપે છે. અને જો તમને છીંક પણ આવતી હોય તો માત્ર કોથમીર ના પાન સુઘવા થી છીંક આવતી બંધ થઈ જશે.

  • માઈગ્રેન માં આરામ મળે છે

સુકાયેલી કોથમીર ને પીસી તેમાં પાણી નાખી ને પેસ્ટ તૈયાર કરી લો અને પછી તેને લલાટ પર લગાવો. આના થી માઈગ્રેન માં જલ્દી આરામ મળે છે. આથી જ્યારે માઈગ્રેન થાય ત્યારે આ પેસ્ટ લાગવા થી ચમત્કારી લાભ થશે.

  • ગરમી માં લાભદાયક છે

રાતે સૂતા પહેલા માટી ના વાસણ માં 2 થી 3 ગ્લાસ પાણી માં પાંચ ચમચી સૂકા કોથમીર ના  દાણા પલાળી દો. સવારે તેમાં પોતાના સ્વાદ અનુસાર મિશ્રી નાખી પીવો. જેના થી જલ્દી ગરમી ના રોગો માં આરામ મળશે. જેમ કે પેશાબ માં બળવું, પેશાબ અટકવો, નકસીર માં લોહી પડવું, ચક્કર આવવા, ઘબરાહટ થવી વગેરે માં ફાયદો થાય છે.

  • ગળા માં દર્દ કે જલન દૂર કરે છે

આ માટે દર 3 કલાકે સૂકા કોથમીર ના દાણા ને ખૂબ જ ચાવી ચાવી ને તેનો રસ ચૂસો. જે ગળા ના દરેક રોગો માં આરામ આપે છે. ખાસ કરી ને ગરમી થી થતાં રોગો માં તે લાભકારક છે.

  • પથરી ની ફરિયાદ દૂર થાય છે


60 ગ્રામ સૂકા કોથમીર ના દાણા ને એક કિલો પાણી માં નાખી ઉકાળો અને સારી રીતે ઉકળી ગયા પછી તેને ગાળી લો. પછી તેમાં મૂળા નો રસ અને પોતાના સ્વાદ અનુસાર મીઠું નાખી દો. આની પાંચ-પાંચ ચમચી સવારે ને સાંજે જમ્યા પછી પીવો. જેનાથી પથરી ના ટુકડા થઈ જશે અને તે બહાર આવી જશે.

  • અનિયમિત માસિક ધર્મ

2 ચમચી પીસેલી કોથમીર ને એક ગ્લાસ પાણી માં એટલી ઉકાળો કે તેમાં પાણી એક નો ચોથો ભાગ રહે. પછી તેને ઉતારી અડધી ચમચી આદું નો રસ ભેળવી, ગાળી લો  અને દરરોજ દિવસ માં બે વખત પીવો. થોડા અઠવાડીયા માટે નિયમિત તેનું સેવન કરવા થી માસિક ધર્મ નિયમિત અને ઠીક સમયે આવવા લાગશે.

Author: GujjuRocks Team
માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here