કોણ છે આ મેલા-ઘેલા કપડા વાળો વ્યક્તિ, જે ચપ્પલ ઉતારીને ત્રિરંગા ને આપી રહ્યો છે સલામી….વાંચો આર્ટિકલ

0

જણાવી દઈએ કે 15 ઓગસ્ટ 2018 ના રોજ એક ફોટો સોંશીયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થયો હતો. જેમાં એક પાર્કમાં અમુક લોકો ઝંડા ને સલામી આપી રહ્યા હતા. આ ઝંડા ને એક અન્ય વ્યક્તિ પણ સલામી આપી રહ્યો હતો પણ તે થોડો દૂર ઉભેલો હતો.કદાચ એટલા માટે કે તેના કપડા મેલા ઘેલા હતા. સૌથી વધૂ ધ્યાન તો ત્યાં જાય છે કે આ વ્યક્તિ એ સલામી આપતી વખતે પોતાના ચપ્પલ ઉતારી નાખ્યા હતા.ભીખ માંગનારા આ વ્યક્તિ એ ચપ્પલ ઉતારીને ઝંડા ને સલામી આપીને બધાને કરારોજવાબ આપ્યો છે જેઓને ”આ દેશ માં દડર લાગે છે અને આ દેશથી દરિયાદ છે કે આ દેશે આખરે તેઓને શું આપ્યું છે”. સ્વતંત્રતા દિવસ પર આનાથી બેસ્ટ તસ્વીર બીજી કોઈ જ ન હોઈ શકે. ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પર આ તસ્વીર ને લઈને મિક્સ કૉમેન્ટ્સ આવી રહી છે.

તસ્વીર લેનાર છે અનિલ ઘાડગે: પુરી ઘટના 15 ઓગસ્ટ, 2018 મહારાષ્ટ્ર ના સતારા જિલ્લાની છે. આ વ્યક્તિ નું નામ ‘સંતોષ માને’ છે. ‘અનિલ ઘાડગે’ જેણે આ તસ્વીર લીધી છે તે આ વિસ્તારમાં પોતાના કઈક કામ માટે આવ્યા હતા. પહોંચતા જ સંતોષે જોયું કે અહીં એક પાર્કમાં ધ્વજવંદન થઇ રહ્યું છે. ઝંડો લહેરાવવામાં આવ્યો અને બધા એ તેને સલામી આપી, આસપાસના અન્ય લોકો પણ તેમાં જુંટવાયેલા હતા. આ વ્યક્તિ ક્યારનો આ કાર્યક્મ જોઈ રહ્યો હતો અને માનરિક રીતે રોગી દેખાઈ રહ્યો હતો. તેણે પણ ચપ્પલ ઉતારીને ધ્વજ ને સલામી આપી અને તેની આ તસ્વીર કેમેરામાં કૈદ થઇ ગઈ, અને રાતોરાત મીડિયામાં વાઇરલ પણ થઈ ગઈ. જણાવી દઈએ કે આ તસ્વીર અનિલ ઘાડગે એ તરત જ પોતાના કેમેરામાં કૈદ કરી લીધી હતી.

સંતોષ માને અને અનિલ ઘાડગે એક સાથે:એક સાધારણ એવી તસ્વીર કેટલું કઈ બદલાવી નાખતી હોય છે તેનું ઉદાહરણ છે આ કહાની. આ તસ્વીર એ જણાવે છે કે માનસિક રૂપે વિકાર હોવા છતાં પણ તેના વિચારમાં અને સમજણમાં દેશ માટે કેટલો માન-સમ્માન અને આદર છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!