Waooo <3 કોઈ આલીશાન 5-સ્ટાર હોટલ થી ઓછી નથી આ બૉલીવુડ 10 સિલિબ્રિટી ની વેનિટી વેન

0

એક્ટર્સ ફિલ્મો ની શૂટિંગ વખતે દેશ-વિદેશો માં ફરતા રહે છે. શૂટિંગ માટે એને ઘણી એવી જગ્યાઓ પર પણ જવા નું થતું હોય છે જ્યાં આજુબાજુ કાંઈ ન હોય. દૂર દૂર સુધી કોઈ માણસ ન દેખાતું હોય કે ન કોઈ સુવિધા હાજર જોય.તો પણ એ સેલિબ્રિટી વાળી લાઈફ જીવે છે. કઈ રીતે? એની વેનિટી વેન દ્વારા. સેલિબ્રિટી ની વેનિટી વેન કોઈ પણ 5 સ્ટાર હોટલ થી ઓછી નથી હોતી. એમાં એ તમામ સુવિધા હોય છે જે કોઈ હોટલ રૂમ કે એક આલીશાન બંગલા હાજર હોય છે.

તો ચાલો નજર નાખીએ સ્ટાર ની આલીશાન વેનિટી વેન પર જેમને જોઈ તમારું દિલ પણ કહેશે – વાહ લાઈફ હોય તો આવી.

શાહરુખ ખાન

બૉલીવુડ ના બાદશાહ ની વેનિટી પણ એની જેમ મશહૂર છે. જે ફીચર્સ શાહરુખ ની વેનિટી માં છે એ બીજી કોઈ સેલિબ્રિટી પાસે નથી. એને બનાવવા માં લગભગ અઢી મહિના અને 30 હજાર કલાક લાગ્યા હતા. એમાં માસ્ટર બેડરૂમ , લાકડા ની છત , વર્કસ્ટેશન , જિમ , ગેમિંગ ઉપકરણ , 52 ઇંચ ની સ્ક્રિન સાથે અલગ મેકઅપ સેક્શન પણ છે. સાથે જ એમાં હાઇડ્રોલિક સિસ્ટમ છે જેના થી ફ્લોર સ્પેસ ડબલ થઈ જાય છે.

અજય દેવગણ

અજય ને એના દરેક સમાન ને કસ્ટમાઇઝ કરવા ની આદત છે અને એ જ વાત તમને એમની વેનિટી વેન માં પણ નજર આવશે. એમની વેનિટી વેન નો શેપ ખૂબ જ ખાસ છે. અજય હેલ્થ ને લઈ ઘણો જાગૃત છે અને એટલા માટે જ એમની વેનિટી વેન માં જિમ નો એરિયા ખૂબ જ સ્પેશ્યલ બનાવવા માં આવ્યો છે જેમાં દરેક નવા પ્રકાર ના જીમિંગ ના સાધનો હાજર છે. એના સિવાય એમાં ઓફીસ , બેડરૂમ, કિચન અને વૉશરૂમ પણ છે.

રિતિક રોશન

રિતિક ની વેનિટી વેન માં હાઈ-ટેક ઇન્ટિરિયર્સ છે. આખા વેન માં વુડેન એન્ડ ગ્લાસ ઇન્ટ્રીયર્સ છે અને એમાં બ્લુ એલઇડી લાઇટ્સ શણગારેલ છે. એના મેકઅપ સેક્શન માં લાગેલ અરીસો 280 ડીગ્રી સુધી ઘૂમે છે. એમાં ઓફીસ, લાઉંજ માં 52 ઇંચ એલઈડી સ્ક્રિન અને બેડરુમ છે. રિતિક ની વેનિટી એના સ્ટારડમ ને દર્શાવે છે.

સોનમ કપૂર

આ બૉલીવુડ ડીવા ની સ્ટાઇલ બધા થી અનોખી છે અને એની વેનિટી વેન પણ . આ એની હાઉસ પાર્ટી માટે પરફેક્ટ છે. એમાં આરામદાયક કાઉચ છે અને એને સુંદર ફર્નિચર સાથે શણગારવામાં આવી છે. સાથે સાથે એમાં મિટિંગ સ્પેસ પણ છે.

સલમાન ખાન

કિંગ સાઈઝ લાઈફ ને દર્શાવતી સલમાન ની વેનિટી ખૂબ જ સુંદર છે . એમાં એન્ટરટેઇન્મેન્ટ સેક્શન , બાથરૂમ સ્પેસ અને બેડરૂમ છે. સાથે જ સલમાન નો એક ખૂબ સારો મહત્વ નો ફોટો પણ હાજર છે. એમાં મિટિંગ એરિયા અને પોર્ટેબલ રેંપ છે જ્યાં સલમાન ની કાર એને પિક અને ડ્રોપ કરે છે.

દીપિકા પાદુકોણ

દીપિકા ની વેનિટી વેન સુપર શાનદાર છે. ઇન્ટિરિયર્સ માં પેસ્ટલ કલર્સ વેન નો એક કસ્ટમાઇઝ લુક દે છે. દીપિકા ની વેનિટી એના સ્ટાઇલ સેંસ અને ટેસ્ટ ને દર્શાવે છે. દીપિકા ની વેન માં તમને હંમેશા એસેનશીયલ ઓયલ્સ મળશે જે એ તેના વ્યસ્ત કાર્યક્રમો પછી વાપરે છે.

રણબીર કપૂર

રણબીર ની વેનિટી ઘણી સિમ્પલ છે અને તેની વેનિટી માં બધી રીત ના રેટ્રો ફિલ્મ ના પોસ્ટર લગાડેલ છે. એમાં મ્યુઝિક સિસ્ટમ , રંગબેરંગી કુશન અને નોવેલ મળશે. રણબીર ને વાંચવા નો ઘણો શોખ છે.

અક્ષય કુમાર

અક્ષય ની વેનિટી વેન બુલગારિયા માં બની છે. એની વેનિટી માં મસાજ ચેઇર , કિચન ડાઇનિંગ એરિયા , ઓફિસ સ્પેસ, બેડરૂમ જેવી અનેક સુવિધાઓ છે. એની પોતાની કસ્ટમાઇઝ વેનિટી વેન લેવા નો વિચાર એને રોમાનીય માં “સિંગ ઇજ બ્લિંગ “ની શૂટિંગ વખતે આવ્યો હતો.

વરુણ ધવન

એમની નવી વેન માં બધી સુવિધાઓ છે કે એમને ઘર જેવું જ મહેસુસ કરાવે છે. એમાં મેકઅપ એરિયા, સોફા, શાનદાર બેડરૂમ , ટોયલેટ વગેરે છે.

આલિયા ભટ્ટ

કલરફુલ ઇન્ટિરિયર્સ અને સિમ્પલ ડિઝાઇન , આલિયા ની વેનિટી વેન બિલકુલ એવી છે જેવી બધી છોકરીઓ ઇચ્છતી હોય. એમાં બધી તરફ મોટીવેશનલ કોટ્સ લખેલ છે. એમને એમની વેનિટી વેન ને લાઈટ અને બબલી લુક આપ્યો છે જે બીજા સ્ટાર્સ થી અલગ છે.

જરા વિચારો કે એમની વેનિટી આટલી શાનદાર છે તો એમના ઘર કેટલા આલીશાન હશે. કોમેન્ટઆ કહો તમને કઈ સેલિબ્રિટી ની વેન સૌથી સ્પેશિયલ લાગી.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here