કોઈ 100 તો કોઈનો વજન હતો 90 કિલો, ફિલ્મો માટે આ એકટ્રેસે કરી લીધા ખુદને ફીટ..

0

બોલીવુડ એક્ટ્રેસ જરીન ખાન આજે ભલે એક સ્લીમ અને હોટ બની ગઈ હોય પણ કોલેજના સમયમાં તે ખુબ જ મોટી હતી. તેઓનો વજન લગભગ 100 કિલો નો હતો. જેના બાદ તેઓએ પોતાનો વજન 57 કિલો કરી નાખ્યો. બોલીવુડમાં એવી ઘણી એક્ટ્રેસે છે જેઓએ ફિલ્મો માટે પોતાનો વજન ઓછો કરીને ખુદને સ્લીમ કરી બતાવી. આવો તો જાણીએ બોલીવુડની આ 5 એક્ટ્રેસ વિશે..હાલમાં જ લગ્નનાં બંધનમાં બંધાયેલી સોનમ કપૂરની ગણતરી આજે બોલીવુડની સ્લીમ અને ફીટ એક્ટ્રેસમાં થાય છે પણ અમુક વર્ષો પહેલા બોલીવુડએમાં આવતા પહેલા તે ખુબ જ જાડી હતી. સોનમે પોતાનું વજન યોગ, કાર્ડીયો અને કથક ડાંસ કરીને 30 કિલો સુધી ઓછુ કર્યું હતું.
ફિલ્મ ‘દમ લગા કે હઈશા’ થી ડેબ્યું કરનારી એક્ટ્રેસ ભૂમિ પેડનેકર પહેલી ફિલ્મમાં ખુબ જ જાડી બતાવામાં આવેલી હતી પણ આ ફિલ્મ બાદ તેણે પોતાનો વજન ઓછો કર્યો, જેના બાદ ભૂમિ એકદમ સ્લીમ બની ગઈ હતી.
અમુક સમય પહેલા આલિયા ભટ્ટ ખુબ જ મોટી હતી, ઘણી મહેનત કર્યા બાદ આલીયા ગ્લેમર બની ગઈ. ફિલ્મોમાં આવવા માટે તેમણે 3 મહિનામાં 16 કિલો વજન ઓછો કર્યો છે. સાથે જ બેઝીક વર્કઆઉટ દ્વારા ખુદને સ્લીમ બનાવી હતી.એક સમય હતો જ્યારે સોનાક્ષી સિંહનો વજન 90 કિલો હતો. પણ ‘દબંગ’ ફિલ્મમાં આવવા માટે તેણે ખુબ મહેનત કરી હતી. આજે તે પોતાની સુંદરતાથી લોકોના દિલ જીતી ચુકી છે. સોનાક્ષીએ શરૂઆતનાં દિવસોમાં 4 મહિનામાં વજન ઓછુ કર્યું અને પછી લોન ટેનીસને પોતાના વર્કઆઉટમાં શામિલ કરી લીધું. કડી મહેનત અને વ્યાયામ દ્વારા આજે સોનાક્ષી એ આ ફિગર મેળવ્યું છે.

ઓછા સમયમાં બોલીવુડમાં પહેચાન બનાવનારી પરીનીતી ચોપડાનો એક જમાનામાં વજન 86 કિલો હતો. તેણે પોતાનો વજન ઓછો કરવા માટે પોતાની દિનચર્યામાં ખુબ બદલાવ કર્યો અને આવી રીતે તેણે લગભગ 28 કિલો વજન ઓછો કર્યો. તે શરૂઆતમાં જોગીંગ અને બાદમાં યોગા કરતી હતીAuthor: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here