ખાવાની આ ચીજોથી પણ થઇ શકે છે કેન્સર, ચા થી લઈને ફાસ્ટફૂડ પણ છે શામિલ…વાંચો આર્ટિકલ અને શેર કરી આ જરૂર માહિતી

0

આજના જીવનમાં આપણે ઘણી એવી આદતો બનાવી લીધી છે જે આપણા માટે ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. દુઃખની વાત એ છે કે રોજ ઉપીયોગમાં લેવાતી આ આદતો જાનલેવા બીમારીઓ પણ લાવી શકે છે. આજે અમે તમને જણાવીશું કે રોજીંદા જીવનની અમુક ચીજો વિશે જે આપણને બીમાર બનાવી શકે છે.
1. માઈક્રોવેવ પોપકોર્ન:આજ પેકેટ વાળા પોપકોર્ન રેડી ટુ યુઝ નું કલ્ચર ખુબ જ વધી ગયું છે. તેને માઈક્રોવેવમાં નાખતા જ અમુક જ મીનીટોમાં પોપકોર્ન તૈયાર થઇ જાય છે. પણ આવા પ્રકારના પોપકોર્ન તમારા ફેફસાંને કમજોર બનાવી શકે છે.

છોડે છે કેમિકલ:આવી રીતે પોપકોર્ન ઘણા પ્રકારના કેમિકલને રિલિક્ઝ કરે છે, જે તેમાં મોજુદ ઓઈલ, બટર અને પોપકોર્નની સાથે ફેફસાં સુધી પહોંચે છે જેનાથી કેન્સર જેવી જાનલેવા બીમારી પૈદા થાય છે.

2. કાર્બોનિક ડ્રીંક:કાર્બોહાઈડ્રેટ ડ્રીન્કસ પણ કેન્સરનું કારણ બની શકે છે. ઘણા પેક્ડ ડ્રીન્કસ કાર્બોહાઈડ્રેટ થી બને છે.

હોય છે નુકસાનકારક:આ ડ્રીન્કસ પીવાના સમયે આપણને જેટલી જ મજા આવે છે, સ્વાસ્થ્ય માટે તે એટલા જ નુકસાનદાયક હોય છે. તેમાં મોજુદ હાઈ-ફ્રુટોજ કોર્ન સીરપ, કેમિકલ્સ અને કલર્સ સ્વાસ્થ્ય માટે ખુબ જ ખતરનાક છે.

3. વેજીટેબલ ઓઈલ:આજે બજારમાં ઘણા પ્રકારના વેજીટેબલ ઓઈલ્સ મોજુદ છે. ઘણા લોકો તેને હેલ્થ માટે ખુબ સારા માને છે, પણ કદાચ તમને એ જાણ નહી હોય કે અમુક વેજીટેબલ ઓઈલ પણ સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે.

નિયમિત સેવન:અમુક વેજીટેબલ્સ ઓઈલ્સમાં ઓમેગા 6 એસીડ મોજુદ હોય છે. આ પ્રકારના કેમિકલ્સ વાળા તેલનું નિયમિત સેવન કરવાથી કેન્સર જેવી બીમારી પૈદા થઇ શકે છે.

4. હોટ ડોગ:હોટ ડોગ એક એવું ફાસ્ટ ફૂડ છે જેમાં સુઅરનું માંસ, ચીકન, સોડીયમ નાઈટ્રાઈટ, સોડીયમ એસ્કોબ્રેટ, સોડીયમ ફોસ્ફેટ, સોડીયમ લેક્ટેક જેવી ચીજો મોજુદ હોય છે.

રિસર્ચમાં મળી આવ્યું:કેન્સર પર કરવામાં આવેલી રીસર્ચ અનુસાર મળી આવ્યું કે પુરા દિવસમાં  એક હોટ-ડોગ ખાવાથી 18% સુધી પેટનું કેન્સર થવાનો ખતરો રહે છે.

5. ચા:ચા ની ચુસ્કીઓ લેવી કોને પસંદ ન હોય, પણ વધુ ચા પણ સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબિત થઇ શકે છે.

રીસર્ચ આવું કહે છે:રીસર્ચ અનુસાર વધુ ચા પીવાથી મો થી પેટને જોડનારી નળીઓ ડેમેજ થઇ શકે છે. તેનાથી કેન્સર હોવાની શંકા વધી જાય છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!