31મી ઓક્ટોબરે PM મોદીનો સી- પ્લેનનો કાર્યક્રમ રદ, જ્યારે સાચું કારણ તમે જાણશો તમને પણ નવાઈ લાગશે….

0

31 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદી કેવડીયા કોલોની ખાતે વિશ્વના સૌથી ઊંચી ને મોટી વિરાટ પ્રતિમાના લોકાર્પણમાં હાજરી આપવાના છે. એ તો સૌ જાણો જ છો. પરંતુ તમે એ પણ જાણતા હતા કે વડાપ્રધાન મોદી આ વખતે પણ સી પ્લેનનો ઉપયોગ કરવાના હતા. પરંતુ તે આખો પ્લાન જ એન્ડ સમયે રદ્દ કરવામાં આવ્યો છે. કેમ રદ્દ થયો ? એનું કારણ શું છે ? તે ચાલો અમે તમને આજે જણાવીશું.
મળતા અહેવાલ મુજબ, 31 મી ઓકટોબરે વિશ્વનું સૌથી મોટું સ્મારક જે સરદાર વલ્લભ ભાઈ પટેલનું બનાવવામાં આવે છે. આ આ સ્મારક ને સ્ટેચ્યું ઓફ યુનિટી એવું નામ આપવામાં આવ્યું છે. અમે વડાપ્રધાન નરેન્દ્રમોદી સ્ટેચ્યું ઓફ યુનિટીના સ્ટેચ્યુંના લોકાર્પણ સમારભામાંહાજરી આપવાના હતા અને કેવડીયા કોલોની ખાતે સી પ્લેનનો ઉપયોગ કરવાના હતા. જેવી રીતે અમદાવાદમાં સાબરમતીમાં કરવામાં આવ્યો હોય એમ જ .
પરંતુ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યુ હતું, કે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે કેવડીયા કોલોની ખાતે નરેન્દ્રમોદી હાજરી આપવાના છે અને આ બધો જ કાર્યક્રમ પહેલાથી જ નક્કી થઈ ગયો છે કે મોદી સાહેબ કેવડીયા કોલોનીમાં એમના આગમન સમયે સી પ્લેનનો ઉપયોગ કરશે. પરંતુ આ કેવડીયા કોલોનીના તળાવમાં મગરોની સંખ્યા વધારે પ્રમાણમાં હોવાથી મગરોને કોઈ નુકશાન ન થાય એટલા માટે મગરોને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો છે. અમે નાની નાની વાતોનુ બધુ જ નિરિક્ષણ કરીને અને આવનારા ભવિષ્ય વિષે વિચારીને જ બધા નિર્ણય કરીએ છીએ.

તેમણે એ પણ જણાવ્યુ હતું કે જ્યારે 2017 ની વિધાનસભાની ચૂંટણીમ સમયે પી એમ અમદાવાદ આવ્યા હતા ત્યારે સાબરમતીના રિવરફન્ટ ખાતે આ સી પ્લેનનો ઉપયોગ કર્યો હતો. એવી જ રીતે કેવડીયા કોલોની ખાતે પણ ઉપયોગ કરવાનો હતો પરંતુ હવે પી. એમ મોદી હવાઈમાર્ગનો ઉપયોગ કરીને કેવડીયા કોલોની પહોંચશે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાની પણ હાજરી આપવાના છે અને આખા ગુજરાતમાં આ કાર્યક્રમ દરમ્યાન એક્તાયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે જેમાં 5 હજારથી વધારે ગામોને આવરી લેવામાં આવશે.

Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here