કેરળ પૂર પીડિત લોકો માટે આ 2 છોકરીઓએ કર્યું એવું કામ કે પૈસાદાર પણ થઇ ગયા શરમ થી પાણી પાણી, જાણો વિગતે…

0

કેરળ હાલના સમયે ભયાનક પૂર ના ત્રાસને સહન કરી રહ્યું છે. કેરળમાં તેણે ભયાનક તબાહી મચાવી રાખી છે. જો કે હવે પુરથી લોકોને થોડી રાહત મળતી દેખાઈ રહી છે. આ તબાહી માંથી લોકોને બચાવવા માટે પૂરા દેશના લોકો પીડિતોની મદદ માટે આગળ આવી રહ્યો છે. જ્યારે અમુક લોકોએ પૂર પીડિતોની સહાયતા માટે તેઓનો મજાક પણ ઉડાવ્યો છે. જણાવી દઈએ કે રિપોર્ટના અનુસાર પેટીએમ ના માલિકે પૂર પીડિત લોકો માટે માત્ર 10,000 રૂપિયાનું જ ફંડ આપ્યું છે.આ તબાહીને લીધે કેરળના ઘણા લોકોની જિંદગી પુરી રીતે બદલાઈ ગઈ છે. લોકોની જીવનભરની કમાણી પણ ખતમ થઇ ગઈ છે. એક એક ઈંટ ને જોડીને બનાવામાં આવેલો તેઓનો આશીયાનો પણ પુરી રીતે બરબાદ થઇ ગયો છે. એવામાં તેઓને લોકોની મદદની ખુબ જ જરૂર છે. પોતાની ઘર ખોઈ ચૂકેલા લોકો હાલના સમયે સરકારી સીવીરોમાં પોતાના દિવસો વિતાવવા માટે મજબુર છે.દેશભરના લોકો કેરળ પહોંચીને પૂર પીડિત લોકોની મદદ કરી રહ્યા છે. જયારે અમુક લોકોએ એવું કામ કર્યું છે, જેના માટે તેઓને ઇતિહાસ હંમેશા યાદ રાખશે.

એમાંની જ બે છોકરીઓ છે, જેમણે કઈક એવું કામ કર્યું છે, જેના વિશે જાણીને તમે હેરાન જ રહી જાશો. આ યુવતીઓએ જે કર્યું છે, તેના વિશે કોઈએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય. તમને એ જાણીને ખુબ જ હેરાની લાગશે કે તેમની એક છોકરીની ઉમરતો ખુબ જ નાની છે. જાણકારી અનુસાર પૂર પીડિત લોકોની મદદ માટે જ્યા દેશના અન્ય લોકો કંજુસી કરી રહયા છે જયારે માત્ર બીજા જ ધોરણમાં ભણી રહેલી અનુપ્રિયા એ વર્ષોથી જમા કરેલી પોતાની ધનરાશિ આ લોકોને દાન કરી દીધી છે.આ સમયે દરેક જગ્યાએ આ નાની બાળકીની ચર્ચા થઇ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો બાળકી દ્વારા લેવાયેલા આ પગલાના ખુબ જ વખાણ કરી રહ્યા છે. જયારે બીજી તરફ કેરળમાં BSC ત્રીજા વર્ષની વર્ષની વિદ્યાર્થી હનાન હામિદે 1.5 લાખ રૂપિયા દાન આપીને એ સાબિત કરી દીધું કે કોઈની મદદ કરવા માટે ખીસ્સો નહિ પણ દિલ મોટું હોવું જોઈએ. હનાન વિશે એ જાણ થઇ છે કે તે માછલીઓ વહેંચીને પોતાનો અભ્યાસ કરી રહી છે, સાથે જ તે પોતાની માં અને ભાઈની પણ દેખભાળ કરે છે. હનાન અને અનુપ્રિયા ના આ નેક કામથી દરેક લોકો તેના વખાણ કરી રહયા છે.
જાણકારી અનુસાર હનાને મુખ્યમંત્રી રાહતકોષ માં 1.5 લાખ રૂપિયા જમા કરાવ્યા છે. હનાને માછલીઓ વહેંચીને જે પણ અત્યાર સુધીની કમાણી કરી હતી તે બધીજ દાન કરી દીધી છે. હનાન ના આ કામની ખુબ જ ચર્ચા થઇ રહી છે. તમને જણાવી દઈએ કે તેની પહેલા પણ તે માછલી વહેંચવાને લઈને ટ્રોલ થઈને ચર્ચામાં આવી ચુકી છે. કેમ કે હનાન સ્કૂલડ્રેસ માં જ માછલીઓ વહેંચે છે. લોકોએ હનાન ને ટ્રોલ કરતા ખોટી કહાનીઓ બનાવનારી પણ કહી હતી, પણ હનાનના આવા ઉમદા કામને લીધે દરેક લોકો તેની દરિયાદિલી ને સલામ કરી રહયા છે. સાથે જ અનુપ્રિયા ની પણ ખુબ ચર્ચા થઇ રહી છે. આ બંને એ દેશના ઘણા પૈસાદાર લોકોને પોતાના આ ઉમદા કામથી શર્મસાર કરી દીધા છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here