કેમ લોકો મંગળવાર અને ગુરુવાર વાળ અને નખ નથી કાપતા…? જાણવા જેવું

0

એક અઠવાડિયા માં સાત દિવસ હોય છે અને આ સાત દિવસમાં અલગ અલગ મહત્વ હોય છે. અઠવાડિયામાં આપણી વિશેષ પરંપરા અને માન્યતા જોડાયેલી હોય છે. જેનો ઉલ્લેખ ઋષિમુનિઓએ કરેલો છે. તેમજ તેનો ઉલ્લેખ પ્રાચીન વેદોમાં તથા જ્યોતિષશાસ્ત્રમાં પણ  જોવા મળે છે. હિન્દુ ધર્મગ્રંથો અનુસાર અઠવાડિયાના  બધા જ દિવસો  પર  કોઈ વિશેષ ગ્રહનો પ્રભાવ પૃથ્વી પર પડતો હોય છે.. જેના અનુસાર આપણે કેટલાક કાર્યો કરવા જોઈએ અને કેટલાક કાર્યો ન કરવા જોઈએ.  શુ કહે છે વૈદિક  સાયન્સ:-અમારે  અમારા ત્યાં  રોજ કોઇપણ કાર્ય સાથે અનેક પરંપરાઓ જોડાયેલી છે. જેમકે સ્નાન કર્યા પછી પૂજા કરવી, ખાવાના પહેલાના નહાવું.. અગિયારસના દિવસે ચાવલના ખાવા.  મંગળવાર અને ગુરુવારે વાળ ના કાપવા  જેવી પરંપરાઓ જોડાયેલી છે.

આજના આધુનિક સમયમાં લોકો અાને અંધવિશ્વાસ કહીને ઠુકરાવી દેશે.પરંતુ ઘરડા લોકો આને પૂરી નિષ્ઠાથી પાલન કરતા હતા. હિંદુ ધર્મ દ્વારા બનાવેલી પરંપરાઓ અને રીતિ-રિવાજોમાં ઘરડા લોકો પાલન  કરતા તેની પાછળ એક  વૈજ્ઞાનિક કારણ હતું. જેના કારણે તે આ બધી માન્યતાઓ નું પાલન કરતાં હતા.આપણે ઘણીવાર આપણી આસપાસ અથવા તો ઘરના કોઈ સંબંધી દ્વારા સાંભળતાં હોય છે કે અઠવાડિયામાં આ બે દિવસે વાળના કાપવા જોઈએ મંગળવાર અને ગુરુવાર  વાળ અને નખ ન કાપવા જોઈએ. પરંતુ આધુનિક જીવન જીવતા વ્યક્તિઓએ  તેની પાછળનું કારણ જાણવા માટે  જિજ્ઞાસા રહેતી હોય છે..

જો વ્યક્તિ અાનો જવાબ જાણવા માગતી હોય કે કયા દિવસે વાળ અને નખ ન કાપવા જોઈએ તો જાણો. આની જાણકારી માટે પ્રાચીન અને પ્રામાણિક પુસ્તકોના  અધ્યયન  કરી શકો છો તમે. જેમાં તમને વૈજ્ઞાનિક કારણો વિશે માહિતી મળશે કે  મંગળવાર અને ગુરુવારે  ગ્રહો અને નક્ષત્રોની દિશા સારી ન હોવાથી. તેમજ  અનંત બ્રહ્માંડ માંથી  આવતા સૂક્ષ્મ કિરણો  માનવીના માથા ઉપર  સંવેદશીલ પ્રભાવ પડે છે.

માનવ શરીરને આંગળીઓ અને આગળનો ભાગ તેમજ માથુ બહુ જ સંવેદનશીલ હોય છે. જૈન રક્ષા આપણા નખ અને વાળ કરે છે. તેમજ બ્રહ્માંડમાંથી આવતાં સૂક્ષ્મ કિરણો પ્રભાવ સૌથી  વધારે તેના પર પડે છે. એટલા માટે ઘરડા લોકો  તેમજ હિન્દુ ધર્મમાં આ બે દિવસે વાળ અને નખ કાપવા તેઓ કહેવામાં આવે છે. તેમજ અઠવાડિયામાં પહેલો દિવસ સોમવારે નખ કાપવા એ સુભ ગણાય છે. જેની પાછળ પણ વિશેષ કારણ છે.

જ્યોતિષ અનુસાર મુજબ તેમજ હિંદુ ધર્મ અનુસાર સોમવારે નખ કાપવા ની મનુષ્યના આયુષ્યમાં સાત વર્ષની વૃદ્ધિ થાય છે. તેમજ તેનાથી ઉંધું મંગળવાર અને ગુરુવારે નખ અને વાળ કાપવાની મનુષ્યની ઉંમરમાં સાત વર્ષનો ઘટાડો થાય છે. સોમવારે એટલા માટે નખ અને વાળ કાપવા શુભ ગણાય છે કારણ કે ગ્રહોને નક્ષત્ર અને દિશા  એ સમય સારી હોય છે. તેમજ બ્રહ્માંડમાંથી આવતાં સૂક્ષ્મ કિરણો પણ શુભ હોય છે. જેનો પ્રભાવ આપણા શરીર પર પડતા આપણા આયુષ્યમાં સાત વરસની વૃદ્ધિ થાય છે.

વાળ કાપવા માટે આ ખાસ દિવસો પાછળ નુ  વિજ્ઞાન:-

વિજ્ઞાન અનુસાર  અઠવાડિયામાં કેટલાક એવા દિવસો છે જેમાં  ગહોમાંથી નિકળતા કિરણો આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. મંગળવારે અને ગુરુવારે નિકળતા કિરણો સીધો પ્રભાવ આપણા માથા પર પડે છે. આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ ભાગ માથું છે.  માથાનો મધ્ય ભાગ અતિસંવેદનશીલ અને બહુ કોમળ છે. જેને સુરક્ષા વાળથી થતી હોય છે જેના કારણે અઠવાડિયામાં આ બે દિવસે વાળ ન કાપવા જોઈએ

લેખન સંકલન : નિશા શાહ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.