કેમ ભગવાનને લસણ ડુંગળીનો ભોગ નથી ધરવામાં આવતો? કેમ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો લસણ – ડુંગળી નથી ખાતા? વાંચો..

0

તમે ઘણા મિત્રોને જોયા હશે જે ડુંગળી અને લસણ ભોજનમાં નથી લેતા. અમુક લોકો હોય છે જે ધાર્મિક લાગણીઓને માન આપીને ડુંગળી અને લસણ ખાતા નથી. એટલે સુધી કે અમુક પ્રસંગોમાં તેમની માટે ડુંગળી અને લસણ વગરનું અલગ ભોજન બનાવેલ હોય છે. આપણા સમાજમાં આજે સ્વામિનારાયણ ભગવાનના ભક્તો, વૈષ્ણવ મિત્રો, જૈન મિત્રો આ દરેક લોકો એ ડુંગળી અને લસણ નથી ખાતા હોતા. આ બધા મિત્રો તો ધાર્મિક કારણથી લસણ અને ડુંગળી નથી ખાતા હોતા પણ બીજા એવા પણ ઘણા મિત્રો છે જે ડુંગળી લસણ નથી ખાતા હોતા. આજે અમે તમને જણાવીશું કે ડુંગળી અને લસણ ના ખાવાથી શું થાય છે.

આયુર્વેદ પ્રમાણે આપણા ભોજનના કેટલાક ભાગ પાડવામાં આવ્યા છે.સાત્વિક ભોજન, રાજસિ ભોજન અને તામસી ભોજન. આમાં વ્યક્તિનો સ્વભાવ એ તેના ભોજન પર આધાર રાખે છે. જેમ કે સાત્વિક ભોજન જે પણ આરોગે છે તેમનો સ્વભાવ એ શાંત હોય છે પછી આવે છે રાજસિ ભોજન આ જે પણ લોકો આ પ્રકારનું ભોજન કરે છે તેઓ ઝુનુની સ્વભાવના હોય છે અને જે લોકો તામસી ભોજન કરતા હોય છે તેઓ વધારે પડતો ગુસ્સો ધરાવતા સ્વભાવ વાળા હોય છે.

ડુંગળી અને લસણ ને રાજસી અને તામસી ભોજનમાં ગણવામાં આવે છે. આ વસ્તુઓને ભોજનમાં સામેલ કરવાથી જે તે વ્યક્તિ કે જે આ ભોજનને ખાય છે તેમનો સ્વભાવ એ જુનુની અને ગુસ્સાવાળો હોય છે. ડુંગળી અને લસણ એ તમારા જ્ઞાનમાં ઘટાડો કરે છે અને તમારી વિચારશક્તિ પર અસર કરે છે. અમુક મિત્રો કે જે અહિંસામાં માનતા હોય છે તેઓ તો કંદમૂળ પણ આરોગતા નથી તેઓનું માનવું હોય છે કે તેમાં અતિસુક્ષ્મ જીવાણું હોય છે. બ્રાહ્મણો માટે આપણા શાસ્ત્રોમાં ડુંગળી લસણ ના ખાવું જોઈએ એવું જણાવ્યું છે. એવું પણ જોવામાં આવ્યું છે કે સતત ડુંગળી, લસણ અને માંસનું સેવન કરવું એ આપણા સ્વભાવમાં પણ ચેન્જ લાવે છે. જે પણ લોકો પૂજા અને ઈશ્વરની અર્ચના કરતા હોય છે તેઓએ ડુંગળી અને લસણથી દુર રહેવું જોઈએ. ડુંગળી અને લસણ વગરના ભોજનને સાત્વિક અને સારું ભોજન માનવામાં આવે છે.

ડુંગળી અને લસણ આરોગવાથી વ્યક્તિના વર્તન’માં જુનુન, ઉતેજના વધે છે એટલે જે પણ મિત્રો એ ઈશ્વરની શરણમાં જવા માંગતા હોય અને સતત તેમની સેવામાં સમય વિતાવતા હોય તેમના સ્વભાવમાં આવું વર્તન યોગ્ય નથી માટે તમારે ડુંગળી અને લસણ’ ખાવું જોઈએ નહિ. શિવપુરાણ માં કહ્યું છે કે ”શિવ ભક્તે દારુ,માંસ, લસણ ડુંગળી ના ખાવા” કુરાન માં કહ્યું છે ”જે ડુંગળી લસણ ખાય, તે અમારી મસ્જીદ માં નાં આવે” ડુંગળી અને લસણ ખાવાના ફાયદા તો તમે પણ વાંચ્યા જ હશે ડુંગળી અને લસણ નું નુકશાન જોવા માટે તેનો રસ એ એક નાનકડા ઉંદરને પીવડાવવામાં આવ્યો હતો તો તેની બહુ ખરાબ અસર તેના જઠર પર થઇ હતી. કાચું લસણ એ સ્વાસ્થ્ય માટે સારું છે પણ બહુ વધારે પ્રમાણમાં કાચું લસણ ખાવું એ આપણા શરીરમાં રક્તકણોની સંખ્યામાં ઘટાડો કરે છે.

આ બધી માહિતી એ લગભગ ઘણા બધા મિત્રો જાણતા હોય છે પણ તેમ છતાં તેઓ ડુંગળી અને લસણ ખાવાનું છોડતા નથી. આજકાલની ફાસ્ટફૂડ વાળી જીવનશૈલીમાં ભાગ્યે જ કોઈ હશે જે આ નિયમનું પાલન કરતા હશે. આજકાલની યુવાપેઢી કે જે આવી કોઈ વાતમાં માનતા નથી રાખતી તે આ વાતને અવગણતી હોય છે.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here