કૌન બનેગા કરોડપતિ શોમાં પહેલો કરોડપતિ બનનાર હર્ષવર્ધન , જાણો અત્યારે ક્યાં છે ને શું કરી રહ્યો છે?

0

આ શોમાં ઘણાં સામાન્યને પણ ખાસ થવાનો મોકો મળ્યો છે. તો આવો આજે આ શોમાં પહેલો કરોડપતિ બનનાર હર્ષવર્ધન નવાઠે આજકાલ ક્યાં વ્યસ્ત છે અને શેમાં વ્યસ્ત છે તેના વિશે વધુ.

‘કૌન બનેગા કરોડપતિ પહેલીવાર સ્ટારપ્લસ પર 2000માં પ્રસારિત થયું હતું. આ શોમાં બોલીવુડના સુપરસ્ટાર અમિતાબ બચ્ચન હોસ્ટ રહ્યાં હતાં. લોકોએ આ શોને સર આંખો પર બેસાડી દીધો. ને અમિતાબ બચ્ચન નાની સ્ક્રીન પર પ્રથમ ઇનિંગ હતી.આ મહાનાયકને પોતાનાં જ ઘરનાં ટીવીમાં જોઈને લોકો ગર્વ લેતાં હતા. આ શોની લોકપ્રિયતા એટલી બધી હતી કે રસ્તાઓ સૂમસામ થઈ જતાં હતા. દેશનો પ્રથમ રિયાલિટી શો હતો. અને આ જોઈને પછી ભારતમાં સૌથી વધુ રિયાલિટી શો બનવા લાગ્યાં. આ શોએ ઘણા સામાન્ય લોકોને વિશેષ બનવાની તક આપી. પ્રથમ કરોડપતિ બનનાર હર્ષવર્ધન આજકાલ ક્યાં છે તે જાણીશું.

તાજેતરમાં કૌન બનેગા કરોડપતિ ‘નો એક વિડીયો સામે આવ્યો. જેમાં કેબીસીમાં 10 કરોડ જીતનારી એક મહિલાને બતાવવામાં આવી રહી છે. આ વિડીયો જોયા પછી તરત જ દેશનાં પહેલાં કરોડપતિ બનનાર હર્ષવર્ધનનો ખ્યાલ આવી ગયો હશે. તે એક આઈપીએસ અધિકારીનો પુત્ર હતો. હવે આ મોટી જીતને પણ 18 વર્ષ થઈ ચૂક્યા છે. કારણ કે તેઓ આ શોમાં પહેલાં કરોડપતિ બન્યાં હતા.

હવે અત્યારે આવી રીતે જોવા મળે છે પહેલાં કરોડપતિ :

જ્યારે કેબીસીમાં હર્ષ જીત્યો હતો ત્યારે આ સ્પર્ધા માટેની તૈયારી કરતાં નવયુવક હતાં. પરંતુ હવે તેઓ આ કંઈક અલગ જ દેખાય છે. તતમને આ ફોટો જોઈને કેબીસીનાં મંચ પર ચેક લેવાં આવતા હર્ષનાં પિતા યાદ આવી જશે. વિચારો , આ શોએ કેટલાં વર્ષ સુધી લોકોનાં દિલ પર રાજ કર્યું હશે ? કેટલો લાંબો સમય પસાર થઈ ગયો છે, કે એક દીકરો તના પિતા જેવો નજર આવે છે. તાજેતરમાં 21 સપ્ટેમ્બરના રોજ, હર્ષની પત્ની, સરિકાએ આ ચિત્ર ફેસબુક પર પોસ્ટ કર્યું હતું.

એક્ટ્રેસ પત્ની અને બે બાળકોનો સુખી પરિવાર :

હર્ષની પત્ની સારિકા નવાઠે મરાઠી ટી.વી જગતમાં એક જાણીતો ચહેરો છે. તે ઘણી ટેલીવિઝનની સિરિયલોમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી છે. એટલું જ નહી સારિકાના ફેસબુકમાં અને શોષિયલ મીડિયામાં પણ ફોલોવર્શની લાઈનો છે. એમને બે બાળકો છે જે હાલ ભણવામાં ધ્યાન આપી રહ્યાં છે.

શું કરે છે હર્ષ :

જ્યારે આ શોમાં હર્ષ આવ્યો ત્યારે તે સિવિલ સર્વિસની તૈયારી કરતો હતો. પછી તેણે ઈડિનબર્ગ નેપિયર વિશ્વવિધ્યાલય, સ્કોટલેંડથી એમ. બી એ કર્યું. જેનાં પછી તેનું જીવન એકદમ બદલાઈ ગયું. હજી થોડાં સમય પહેલાં જ તેમણે કહ્યું કે, હું હમ્મેશા આઈ.એ.એસ ઓફિસર જ બનવાનું વિચારી રહ્યો હતો. પરંતુ હું એહું ન કરી શક્યો. કેમકે સ્ટાર ટીવી માટે કેટલાય કર્તવ્ય અને અનુબંધ હતો. પરંતુ મે મારું સ્વપ્ન જીવતું રાખ્યું. મે પરિયોજનાઓ ઉપર કામ કરવાનું શરૂ કર્યું. જો સરકારની એકદમ નજીક હતી. હું થોડાં સરકારી સંગઠનો સાથે પણ જોડાયેલો છું.

તે 2005માં મુંબઈ આવ્યાં અને એક ફાઈનાન્શિયલ સર્વિસની કંપની સાથે કામ કરવા લાગ્યા. ત્યારબાદ 2007માં નંદી ફાઉન્ડેશનના સ્ટેટ ડાયરેક્ટર બન્યાં, અત્યારે હાલમાં હર્ષવર્ધન એક ડચની રિકરુમેંટ કંપનીમાં ચીફ એકજીકયુટિવ ડાઇરેક્ટર છે. તેમજ તેમનાં પરિવાર અને મિત્રો સાથે ખૂબ ખુશ છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here