નોકરીની જગ્યાએ કરો આ 10 બિઝનેસ, થોડા જ સમયમાં બની જશો અમીર !!

0

આજના દિવસોમાં ને વધતી જતી મંદીમાં દરેક વ્યક્તિ કે યુવાન પોતાનો જ બિઝનેસ કરવા માટે ની ઈચ્છા ધરાવે છે. મોટાભાગના યુવાનો એવો જ બિઝનેસ કરવા માંગે છે જેમાં પ્રોફિટ વધારે હોય ને મહેનત ઓછી. તે તો રોજગાર મેળવી જ શકે સાથે સાથે બીજા લોકોને પણ રોજગાર અપાવી શકે. થોડા બિઝનેસ આઇડિયા આજે અમે તમારી સાથે શેયર કરવા જઈ રહ્યા છીએ જેને ફોલો કરીને તમે થોડા જ સમયમાં અમીર બની શકો છો.

સોશિયલ મીડિયા મેનેજર –
જો તમે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહેતા હોય તો તમે ટ્વિટર, ફેસબુક, લિંકેદ જેવી સાઈડો ને સારે રીતે ઓળખતા હોય તો તમે શોષીયલ મીડિયાના માધ્યમથી સારી રીતે પૈસા કમાય શકો છો. કોઈ એક્ટર, બિઝનેસમેન કે પછી મોટા રાજકારણીનું સોશિયલ મીડિયા હેન્ડલ કરીને તમે તેમના સોશિયલ મીડિયાના મેનેજર બની શકો છો. તમે તમારા મોબાઈલ વડે પણ સોશિયલ મીડિતાનું કામ ઘરે બેસીને કરી શકો છો. તમે તમારા અનુભવોના આધારે વધારે પૈસા પણ કામાઈ શાક છો ને ફ્રીલાંસર તરીકે કામ પણ કરી શકો છો.

જૂની વસ્તુઓની લે-વેચ :
જૂની વસ્તુઓને ખરીદીને વેચવામાં ઓએલએક્સ જેવી સાઇટ ઘણી જ પ્રખ્યાત થઈ ગઈ છે. પરંતુ તમને જણાવી દઈએ કે તમે પણ તમારી કોલોનીમાં આ કામ શરૂ કરી શકો છો ને એના માટે પહેલા તમારે લોકો સુધી આ વાત પહોંચાડવી પડશે કે અહીંયા જૂની વસ્તુઓની લે વેચ કરવામાં આવે છે. ઉપયોગ કરવામાંઆવેલી જૂની વસ્તુઓ જેવી કે , ફ્રિજ, ટીવી, મોબાઈલ, ફર્નીચર જેવી વસ્તુઓ લોકો જૂની આપી પણ જશે ને ખરીદવા પણ આવશે ને તમારો ઘરેબેઠા બિઝનેસ પણ થશે ને આવક પણ સારી એવી મળસે.

મોબાઈલ  રીપેરીંગ :

મોબાઈલ રિપેરિંગ નું નામ સાંભળીને ભલે તમને આ કામ નાનું લાગતું. પરંતુ આજકાલ મોટાભાગના લોકો પાસે મોબાઇલ હોય છે ને જેટલા મોબાઈલ વધારે તેટલા રીપેર પણ વધારે જ થવાના છે, એટલે તમે મોબાઇ રીપેર કરવાનો કોર્સ ચાલુ કરી દો ને શીખી જાવ મોબાઈલ રીપેર કરતાં. એકવાર શીખી ગયા પછી તમે ઘરે જ આ કામ કરી શકો છો કે પછી નાની મોટી દુકાન પણ ખોલી શકો છો. મોબાઈલ જૂના લઈને તેને રીપેર કરીને વેચેની પણ સારી એવી ઇન્કમ મેળવી શકો છો.

મોબાઈલ ફૂડ શોપ ;
તમે જોયું હશે કે ખવાપીવાની વસ્તુઓના સ્ટોલ લગાવીને લોકો બેઠા હોય છે. પરંતુ હવે જમાનો છે મોબાઈલ શોપનો. જી હા મોબાઈલ ફૂફ શોપ એટ્લે તમે ખાવા પીવાની હાલતી ફરતી શોપ બનાવી શકો છો. આજકાલ મોટાભાગની વસ્તુઓ ઇલેક્ટ્રીક વસ્તુથી જ બનાવવામાં આવે છે, ને તમે પણ મોબાઇલના માધ્યમથી આવી ફૂડ શોપ ચાલુ કરીને ઘણું કમાય શકો છો.

મોબાઈલ બુક શોપ :

જો તમે નોકરીને તલાશમાં હોય છો તો મોબાઇલના માધ્યમથી તમે ઓનલાઈન બૂકનું વેચાણ કરી શકો છો. મોબાઈલ વડે બુક શોપ ચલાવવાથી તમને 100 ટકા ફાયદો થશે. જો તમે કોઈ બૂક 100 રૂપિયામાં ખરીદી ને 200 માં સરળતાથી વેચી શકો છો. આમ કરવાથી તમે સારી એવી કમાણી કરી સકો છો.

ઇન્વેટર વેચવાનો ધંધો :
ભારતના મોટા મહાનગરોને છોડીને બાકીના બધા જ ભાગમાં લોડ શેડિંગની સમસ્યા વધી રહી છે જ્યારે મોટી મોટી કંપનીઓમાં પણ કામ કરવા માટે 24 કલાક લાઇટની જરૂર પડતી હોય છે ને એના માટે લોકોને પાવર સપ્લાયરની જરૂર પડે છે, તો તમે ઇન્વેટર વેચવાનો અને તેને રીપેર કરવાનો બિઝનેસ આરામથી કરી શકો છો ને તમારી ધારેલી કમાણી પણ કરી શકો છો.

અનાજ દળવાની મીલ –

જો તમે મહિલા છો અને તમારે વધારે ભાગદોડ વાળી નોકરી કરવી નથી. તો તમે ઘરે જ અનાજ દળવાની ઘંટી લાવીને અનાજ દળવાની મીલ શરૂ કરી શકો છો. એકવાર તમે ઘંટી વસાવી લો પછી તમે તમારી સોસાયટીમાં આ ખબર ફેલાવી દો. જેના કારણે આજૂ બાજૂની મહિલાઓ તમારા પાસે જ અનાજ દળાવા માટે આવે. મોટાભાગના લોકો ઘઉંના લોટની જ રોટી બનાવે છે. અને જેમ જેમ સંખ્યા વધશે ગ્રાહકોની તેમ તેમ તમારે આવક પણ વધતી જશે.

રીજયુમ રાઇટિંગનું કામ –

જો તમે રીજયુમ લખતા આવડતું હોય તો તમે આરામથી ઘરે બેસીને રીજયુમ રાઇટિંગનું કામ કરી શકો છો. આ કામ તમે ઓફિસ કે પછી ઓનલાઈન પણ કરી શકો છો. રીજયુમ બનાવવા માટે લોકો તમને સોશિયલ મીડિયા પરથી મળી શકે છે. તમને કંપનીમાં એચઆર સાથે પણ જોડાઈ શકો છો. અને તમે આ કામ કરીને ઘણા પૈસા કમાઈ શકો છો.

ટી.વી રિપેરિંગનું કામ
ટીવી રિપૅર કરવાનું કામ ભલે તમને નાનું અને જૂનું લાગી રહ્યું હોય, પરંતુ તમે ટીવી રીપેર કરીને ઘણા પૈસા કમાઈ શકો છો. મોટાભાગના ઘરોમાં લોકો ટેલીવિઝન જ જોતાં હોય છે ને તે ખરાબ થવાના ચાંસ પણ વધારે છે, જે ખરાબ થશે એટલે તરત જ તેને રીપેર કરાવવા માટે નું પહેલા વિચારશે. માટે તમે ઘરે બેસીને ટીવી રિપેરિંગનું કામ કરી શકો છો ને એમાંથી જ કોઈપણ રોકાણ વગર તમે પૈસા મેળવી શકો છો.

ફોટોગ્રાફી :
આજના જમાનામાં દરેક લોકો અમુક સ્પેશિયલ ક્ષણ કેમેરામાં કેદ કરવા માંગે છે. એટલા માટે કે, વર્ષો સુધી ફોટાના માધ્યમથી તમે એ ખુશી આપનાર ક્ષણને જોઈ શકો ને યાદ કરી શકો. લગ્ન, સગાઈ, નાના મોટા ફાંકશન કે પછી કોઈ સેમીનારમાં દરેક જગ્યાએ ફોટોગ્રાફરની જરૂર પડતી હોય છે જે સારામાં સારા ફોટા પાડી શકે ને દરેકને જરૂર પડતી જ હોય છે. તો તમે ફોટોગ્રાફી શીખીને આરામથી પૈસા કમાઈ શકો છો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here