ભયંકર થી ભયંકર કમર દર્દ અને સ્લીપ ડિસકનો એકદમ સરળ ને સચોટ ઉપાય, આજે જ અપનાવો અને મેળવો કમરદર્દથી મુક્તિ…

0

સ્લિપ ડિસ્ક – કમરને માનવ શરીરનો સૌથી મજબૂત ભાગ માનવામાં આવે છે. કમરની બનાવટમાં હાડકાં, કોમલાસ્થિ (ડિસ્ક), સાંધા, સ્નાયુઓ, અસ્થિબંધન અને નસોનો સમાવેશ થાય છે. જો આમાંની કોઈપણ વિકૃતિઓ અસર પામે છે, તો પીઠનો દુખાવો ઊભો થઈ શકે છે. મિકેનિકલ કારણોસર, ટીબીને કે કેન્સર જેવા કોઈપણ કારણસર દર્દ થઈ શકે છે. કમર દર્દની પીડા પુરૂષો કરતાં વધુ સ્ત્રીપમાં જોવા મળે છે, જેનું મુખ્ય કારણ કમર સ્નાયુઓની નબળાઈ છે. બીજા કારણ કમર ના હાડકામાં સાંધાનો વિકાર થવો. મોટાભાગના દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેય તો કમરનું દર્દ અનુભવે જ છે. કમરની પીડા આજે મોટી સમસ્યા બની ગઈ છે. તમામ ઉંમરના લોકો આ દર્દથી પીડાતા હોય છે અને દિવસે ને દિવસે વિશ્વભરમાં આજકાલ આ સમસ્યા વધી રહી છે .

આ રોગથી છુટકારો મેળવવા માટે કેટલાક સંશોધનો કરવામાં આવ્યા છે. ઘણા પ્રયોગોએ ઘણી નવીન તકનીકોને જન્મ આપ્યો છે. આ ઉપરાંત, તેની ઘણી દવાઓ દ્વારા પણ સારવાર થઈ રહી છે. પરંતુ આ બધીદવાઓથી આ દર્દને ઓછું કરી શકાતું નથી. .

કમર દર્દ સાથે જોડાયેલી બીમારીના લક્ષણો
નબળાઇનો અનુભવ, પેશાબમાં તકલીફ, ચાલવાથી પગના દુખવામાં તકલીફ, નમવાથી અથવા ઉધરસ ખાવાથી પેટમાં કરંટ જેવુ લાગવું. ઘણીવાર તો દર્દીની ચાલ પણ એક શરાબી જેવી બની જતી હોય છે.

કમર બધા આ પરિબળો ને કારણે રીઢ સંબંધી બીમારીઓ પણ થાય છે. જેમાં ર્વાઇકલ ગાંઠ, કમરનો દુખાવો, ટયૂમર વગેરે જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે.

આ સ્લિપ ડિસ્ક શું છે? ખરેખર, સ્લીપ ડિસ્ક એક એવી બીમારી છે જેમાં કરોડરજ્જૂની બનાવટને સમજવું અને જાણવું જરૂરી છે.
આમ જોઈએ તો કરોડરજ્જુ 33 હાડકાંની જોડથી બનેલું હોય છે અને દરેક 2 હાડકા ડિસ્કથી જોડાયેલ હોય છે, જે તેની લક્ષણીકતા છે.

આ ડિસ્ક સામાન્ય રીતે રબર જેવી હોય છે, જે હાડકામાં લવચીકતા ઉમેરે છે. આ ડિસ્ક્માં ઉત્પન્ન થતી વિકૃતિઓને સ્લિપડિસ્ક્સ કહેવામાં આવે છે.

કમર દર્દ સાથે જોડાયેલી બીમારીની ઓળખ એ જ છે કે તમે ચાલો તો પણ કમરમાં અસહ્ય દુખાવો થાય ને ક્યારેય બેઠા બેઠા પણ પગમાં દુખાવો થાય ને ક્યારેય પગપાર અસંખ્ય કીડીઓ ચાલીને જતી હોય એવો અહેસાસ થાય ને ક્યારેય સૂતા સૂતા પણ કમર દુખતી હોય છે.

સ્લીપ ડિસ્ક કમર સિવાય ગરદનમાં પણ થઈ શકે છે. અત્યાર સુધી, જૂના સ્લિપ ડિસ્કના ઓપરેશનથી લોકો ખૂબ જ ડરી જતાં હતા. કેમકે એ ઓપરેશનમાં નસ કપાઈ જવાનો ડર રહેતો હતો. .

સ્લીપ ડિસ્કના પેઇનમાથી બચવા માટેની ટીપ્સ
– તમે તમારે કોઈ વસ્તુ કબાડમાંથી કાઢવી છે તો ઝુકીને જ કાઢો. ન બેસો કે ઊભા રહો. ઉઠવાની રીતમાં ફેરફાર કરો. કમરને ઝુકાવીને ન બેસો કે ન ઉભા થાવ.

– ક્ષમતા વધારે વજન ઊંચકવો નહી.

– સોફ્ટ અથવા નરમ પથારીમાં ક્યારેય સૂવું નહી. પરંતુ સીધી પથારીમાં સૂવું. જેથી પાછા સ્નાયુઓને સંપૂર્ણપણે આરામ મળે. .

શરીરનું વજન વધારે હોવું જોઈએ નહી. જો હોય તો કસરત કરી ઘટાડવું.

ચિંતામાંથી મુક્ત થવા માટે ખુલ્લામાં જવાનું રાખો. કોઈપણ મનોરંજક પ્રવૃત્તિઓ કરો જેથી ધ્યાન વિભાજીત થાય.
નિયમિત કસરતની આદત પાડો. જેથી શરીર ચુસ્ત બને. શરીરના તમામ અંગોને સક્રિય કરો. વૉકિંગ અથવા જોગિંગ આમાં શ્રેષ્ઠ છે. સાયકલ ચલાવવું, ગોલ્ફ અથવા બેડમિંટન વગેરે રમવું એ પણ ફાયદાકારક છે.

આયુર્વેદિક સારવાર: –

કૂવારપાઠાંના ગુણધર્મોને કારણે, તેનું શાક ઘણીવાર બનાવવામાં આવે છે. એલોવેરાના ઉપયોગને લીધે પ્રારંભિક દર્દીઓને પણ લાભ થાય છે.

એલોવેરા ને એવી જગ્યાએથી લેવું જ્યાં સ્વચ્છતા હોય.

એલોવેરાનો ઉપાય
સૂકું છાનુ લઈને તેની રાખ બનાવવી. અને તેને કમર પર અથવા જ્યાં દર્દ હોય એ ભાગ પર મૂકો, અને તેના પર એલોવેરાને રાખી દો. અને ફરી તેના પર છાણની રાખ મૂકી રાખવી. આ લેપને 4 થી 6 કલાક રાખો, અને ફરી પાણીથી ધોઈ નાખો. થોડા દિવસ આ પ્રયોગ કરવાથી રાહત થશે.

આ સિવાય અમે તમને એક અન્ય ઘરેલુ નુસ્ખા વિશે જણાવીશું જેનો પ્રયોગ કરીને તમે કમરદર્દ ની સમસ્યા થી છુટકારો મેળવી શકશો.

સામગ્રી-

એલોવેરા, લોટ(ઘઉં કે ચણા), દેશી ઘી, ખાંડ.

બનાવની રીત:

સૌથી પહેલા એલોવેરા લઈને તેની છાલ ઉતારી લો અને બાકીના પલ્પ ને ક્રશ કરીને સમાન મિશ્રણ બનાવી લો. હવે તેમાં લોટ મિક્સ કરો અને દેશી ઘી મિક્સ કરીને ધીમા તાપ પર થોડી વાર સાંતળી લો. હવે તેને જરૂરિયાત અનુસાર 2 થી 3 અઠવાડિયા સુધી સવારે ખાલી પેટ ખાઓ. જેના સેવનથી દરેક પ્રકારનો કમર નો દુખાવો દૂર થઇ જશે અને આરામ મળશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here