કોમેડી કિંગ કપિલ શર્માની પ્રેરણાદાયક કહાની, અચૂક વાંચજો – પિતાના મૃત્યુ પછી આવી રીતે કરી ઝીંદગીની શરૂઆત

0

કોમેડી કિંગ કપિલ શર્મા

ભારતીય સિનેમા એ આજ સુધી ઘણા કોમેડિયન જોયા છે એ બધા કોમેડિયન ની પોતાની એક ઓળખાણ છે જેના લીધે તે બધા દરેક ફિલ્મ માં પોતાના પાત્ર થી લોકો ને હસાવે છે. પણ જેમ જેમ જગત માં પરિવર્તન આવે છે તેમ તેમ કોમેડી અને તેને લગતી દરેક વસ્તુ માં પરિવર્તન આવી રહ્યું છે પહેલા કોમેડી ફક્ત ફિલ્મ નો એક નાનકડો ભાગ હતો પરંતુ આજે ઘણી બધી જગ્યા પર સ્ટેન્ડ અપ કોમેડી ના મોટા શો હોઈ છે.

પાછળ ના ઘણા વર્ષો માં ભારતીય કલા ક્ષેત્ર માં ઘણા નવા અને ધુરંધર કોમેડિયને આવી ને પોતાની અલગ અને વિશેષ અંદાજ થી લોકો ના દિલ જીતીયા છે જેમાંથી એક ખુબ મોટું નામ કરવા વાળા છે કપિલ શર્મા…! ભારતીય ઘરો માં ભાગ્યે જ કોઈ એવું હશે જેણે કપિલ શર્મા કોણ છે તે નહિ ખબર હોય.
કપિલ શર્મા ની સફળતા ની પ્રેરણાદાયી કહાની:
કપિલ શર્મા નો જન્મ પંજાબ ના અમૃતસરમાં થયો હતો. તેમના પિતા પંજાબ પોલીસ ના હેડ કોન્સ્ટેબલ હતા અને તેમની માતા ગૃહિણી. કેન્સર ની બીમારી ના લીધે તેમના પિતા નું ૨૦૦૪ માં ન્યુ દિલ્હી માં મૃત્યુ થઇ ગયું કપિલ અમૃતસર ના ખાલસા કોલેજ માં ભણતા હતા. કપિલ શર્મા એ એમએચ વન પર “હસ્તે રહો” કોમેડી શો પર કામ કર્યું. તેના પછી એમને “ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર” ચેલેન્જ માં તેમણે પહલો બ્રેક મળ્યો. આ તે બધા રીયાલીટી શો માંથી એક છે જેણે તે જીતી ચૂકયા છે. ૨૦૦૭ માં એ શો ના વિજેતા બન્યા જેમાં કપિલે ૧૦ લાખ ની રાશી પુરસ્કાર રૂપે જીતી.
“ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ” એ ઘણા બધા નવા કોમેડિયન ને બ્રેક દીધો અને ત્યારથી ભારતીય કોમેડી ક્ષેત્રમાં બદલાવ આવવા લાગ્યો “ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ” એ કપિલ શર્મા ને ભારતીય ઘરો માં પ્રકાશિત કર્યા.
ત્યાર બાદ કપિલ શર્મા સોની એન્ટરટેનમેંટ ટેલીવિઝન પર “કોમેડી સર્કસ” માં ભાગ લીધો કપિલ શર્મા એ તે શો માં અલગ અલગ લોકો ની સાથે પરફોર્મ કર્યું અને લોકો નું મનોરંજન કરી ફક્ત જર્જ જ નહિ પરંતુ તેના ચાહકો નું પણ દિલ જીત્યું.
કપિલ ડાન્સ રીયાલીટી શો “ઝલખ દિખલા જા” સીઝન ૬ પણ હોસ્ટ કર્યું હતું અને તેમણે કોમેડી શો “છોટે મિયા” પણ હોસ્ટ કર્યું હતું ત્યાર બાદ શર્મા એ “ઉસ્તાદો કે ઉસ્તાદ” શો માં પણ હિસ્સો લીધો હતો.

૨૦૧૩ માં શર્મા એ પોતાની પ્રોડક્શન બૈંનર k૯ પ્રોડક્શન ના અંતર્ગત પોતાનો “કોમેડી નાઈટસ વિથ કપિલ” શો લોચ કર્યો જે ખુબ સફળ રહ્યો. “કોમેડી નાઈટસ વિથ કપિલ” ભારત નો સૌથી પ્રસિદ્ધ કોમેડી શો છે અને તે શો માં મોટા મોટા કલાકાર એ હાજરી આપી છે જેવા કે – શાહરૂખ ખાન, સલમાન ખાન અને બીજી પણ ઘણી મોટી હસ્તીઓ.
“કોમેડી નાઈટસ વિથ કપિલ” પછી તેઓએ સોની ને સાથે કોન્ટ્રેકટ કર્યો અને “ધ કપિલ શર્મા શો” ની શરૂઆત કરી તે શો પણ ઘણો લોકપ્રિય સાબિત થયો અને લોકો એ ખુબ પ્યાર થી આ નવા શો નું સ્વાગત કર્યું.
CNN – IBN ઇન્ડિયન ઓફ ધ ઈયર એવોડ માં કપિલ શર્મા ને ઈંટરટેનર ઓફ ધ ઈયર એવોડ ૨૦૧૩ થી અમોલ પાલેકર દ્રારા સમ્માનિત કરવા માં આવ્યા. લોક સભા ચુનાવ ૨૦૧૪ માં તેમણે દિલ્હી ચુનાવ આયોગ ના દ્રારા દિલ્હી ના બ્રાંડ એમ્બેસડર બનાવા માં આવ્યા.
શર્મા ને ૬૦ વી ફિલ્મફેયર એવોર્ડ ને કરણ જોહર ની સાથે કો – હોસ્ટ ના રૂપ માં હોસ્ટ કર્યા. સેલીબ્રીટી ક્રિકેટ લીગ ૨૦૧૪ ના ચોથા સીઝીન માં તે પ્રેસેન્ટર હતા. બેંક ચોર નામક યશરાજ ફિલ્મ્સ ની ફિલ્મ થી તેનો બોલીવુડ ડેબ્યુ કરવાના હતા પરંતુ પછી તેમણે ફિલ્મ છોડી દીધી ૧૭ ઓગસ્ટ એ તેમને અમિતાભ બચ્ચન ના “કોન બનેગા કરોડપતિ” ના ૮ મી સીઝન ના પહેલા એપિસોડ માં તેમણે અતિથી ના રૂપ માં બોલાવ્યા હતા તે ધ અનુપમ ખેર ના શો માં સેલીબ્રીટી ગેસ્ટ ના રૂપ માં શામિલ થયા હતા અને ૨૦૧૭ માં કોફી વિથ કરન માં પણ જોવા મળ્યા.
કપિલ શર્મા એક ભારતીય હાસ્ય અભિનેતા છે. ફેબ્રુઆરી ૨૦૧૩ માં કામિલ શર્મા ફોર્બ્સ ઇન્ડિયા પત્રિકાઓ માં શિર્ષ ૧૦૦ હસ્તીઓ ની વચ્ચે ગણાયા હતા અને તે એ સૂચી માં ૯૩ માં સ્થાન પર હતા.અને તે ત્યાંથી સીધા ૨૦૧૪ માં ૩૩ માં સ્થાને આવી ગયા. CNN – IBN એ તેમણે ૨૦૧૩ માં મનોરંજન ના ક્ષેત્ર માં ઇન્ડિયન ઓફ ધ ઈયર ખિતાબ થી નાવાઝ્યું હતું. ઇકોનોમિક ટાઈમ્સ ને ૨૦૧૫ માં ભારત ના સૌથી પ્રસિદ્ધ અને મશહુર હસ્તીઓ ની સૂચિમાં પણ કપિલ શર્મા ને શામિલ કરવામાં આવ્યા.
ભારત ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સ્વચ્છ ભારત અભિયાન માટે કપિલ શર્મા નું નામ પણ નિર્દેશ કર્યું હતું જેણે કપિલ એ સ્વીકાર પણ કર્યો હતો એક વર્ષ પછી જ સપ્ટેમ્બર ૨૦૧૫ માં સ્વચ્છ ભારત અભિયાન માં તેમણે યોગદાન માટે તેમને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી એ રાષ્ટ્રપતિ ભવન માં આમંત્રણ પણ કર્યા હતા. તેમણે અબ્બાસ મસ્તાન ની રોમેન્ટિક કોમેડી ફિલ્મ “કિસ કિસ કો પ્યાર કરું” થી પોતાના બોલીવુડ કરિયર ની શરૂઆત કરી. જેમ વોલ્ટ ડીસની પોતાના પ્રેરણાદાયી સકારાત્મક સુવિચારો માં કહે છે. આપણા બધા સપના સાચા થઇ શકે છે જો આપણી પાસે તેને મેળવવા ની હિંમત હોય તો. કપિલ શર્મા એ પોતાના કાર્ય થી તે સાચું કરી બતાવ્યું.
કપિલ શર્મા કોમેડી ના ક્ષેત્રે માં લગાતાર રોકાયા વગર પાછળ ના ૮ વર્ષો થી કામ કરી રહ્યા છે.તે એક પશુ પ્રેમી પણ છે અને તે જીવો સાથે માનવીય વ્યવહાર નું પણ સમર્થન કરે છે તેમણે એક કુતરા ને પણ ગોદ લીધેલો છે જેનું નામ જંજીર છે.
કપિલ શર્મા એ ઘણા ઓછા સમય માં આટલી સફળતા મેળવી છે. આ કપિલ શર્મા ની મહેનત અને લગન નું પરિણામ છે. આજે દરેક યુવક તેનાથી પ્રેરિત થાય છે. કહેવાય છે ને કે –
“જો કોઈ વસ્તુ ને પૂરી દિલો જાન થી ચાહો તો આખી કાયનાત તેને તમારા મિલન કરવામાં લાગી જાય છે.”
જો તમારામાં પણ આવડત હોઈ અને મેહનત કરવાની તૈયારી હોઈ તો તમે પણ જીવન માં સફળ બની શકો છો. પછી તમે અને તમારી મંઝીલ વચ્ચે તમારો પહેરવેશ, તમારું સ્ટેટસ કઈ નહિ આવી શકે.
કપિલ શર્મા એ બદલતા સમય સાથે પોતાના માં પણ પરિવર્તન લાવ્યું અને લોકો નું મનોરંજન કરતા રહ્યા. આજે ફક્ત ટીવી માં જ નહિ પરંતુ ફિલ્મ અને ઈન્ટરનેટ પર એટલા જ ફેમસ થઇ ગયા આ કહાની આપણે એ શીખવે છે કે “જો તમારા ઈરાદા મજબુત અને દિલ સાફ હોય તો લોકો તમને સર આંખો પર રાખશે.”

લેખન સંકલન : વિજય પટેલ
તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.