આ છે કલામ સાહેબ ના મોટા ભાઈ…તેને જોઈને પરીવારને મોજ કરાવનારા નેતાઓને પણ શરમ આવી જાશે

0

ભારતમાં એક વાર જો કોઈ મંત્રી બની ગયા તો પછી તેની આગળની સાત પેઢી એશો આરામ થી જીવે છે, પણ દરેક કોઈ આવા નથી હોતા. પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામ ના મોટા ભાઈ 102 વર્ષ ની ઉંમરે પણ છત્રી રીપેર કરવાના કામ ની દુકાન ચલાવે છે.શું કોઈ કલ્પના કરી શકે છે કે જેને પ્રધાનમંત્રી પણ પગે લાગતા હોય અને જે પૂર્વ રાષ્ટ્રપતિ કલામ જી ના મોટાભાઈ હોય તે આટલી નાની આવી દુકાનથી પોતાના પરિવાર નું ભરણ પોષણ કરે છે અને બીજી તરફ તે લોકો છે, જે એક વાર મંત્રી બની જાય તો પૂરું પરિવારને આખી ઉંમર કમાણી કરવાની કોઈ જ જરૂર નથી રહેતી. ઘન્ય છે એવો પરિવાર, આવી ઈમાનદારી, આવી રાષ્ટ્ર નિષ્ઠા.. શું દેશના રાજનેતા કે નોકરશાહી કે સામાન્ય જનતા આ મહાન પરિવાર પાસેથી કઈ શીખ લેશે?

ભારત રત્ન એ પી જે અબ્દુલ કલામ ના મોટા ભાઈ મોહમ્મદ મુથુ મારાકાયેર 2015 નવેમ્બર માં 100 વર્ષના થવા જઈ રહ્યા હતા.એ પી જે અબ્દુલ કલામે પોતાના મોટા ભાઈ માટે પાર્ટી ની યોજના બનાવી હતી. તે આ મૌકા પર પોતાના ગૃહનગર રામેશ્વરમ માં પોતાના પરિવાર ના દરેક સદસ્યો ને બોલાવવા માગતા હતા અને ‘100’ લખેલું બૈનર લગાવવવા માગતા હતા.
આ મૌકા પર તમિલ ગીતો વગાડવાની પણ યોજના હતી, પણ કદાચ ભાગ્ય ને બીજુ જ કઈક મંજુર હતું. પોતાના ભાઈનો 100 મોં જન્મદિવસ મનાવાનું સપનું અબ્દુલ જી નું અધૂરું રહી ગયું.અબ્દુલ જી કરતા 16 વર્ષ મોટા તેના ભાઈ એપીજે મારાકાયેર તેના પિતા સમાન હતા અને તેની પાસેથી ઘણું માર્ગદર્શન પણ લીધું હતું.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here