કઈંક આવી રીતે સવાલોના જવાબ આપીને આ 7 સેલેબ્સ બની હતી World Beauty Queen…

0

ચીનમાં થયેલ કોમ્પીટીશનમાં હરિયાણાની માનુષી છીલ્લરે મિસ વર્લ્ડ-2017 ખિતાબ જીતી લીધો છે. એમબીબીએમ માનુષીને આ કોન્સેપ્ટમાં જ્યુરી ને એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જેનો સ્માર્ટ રીતે જવાબ આપીને તેમણે આ ખિતાબ હાંસિલ કરી લીધો હતો. 17 વર્ષ પહેલા 2000 માં પ્રિયંકા ચોપરાએ પણ આ ખિતાબ જીત્યો હતો. ભારત બાજુથી સૌથી પહેલા 1996 માં ‘રિતા ફારીયા’ મિસ વર્લ્ડ બની હતી. આજે અમે આવી જ કઈક બાબત લઈને આવ્યા છીએ. જેમાં તમને જણાશે કે કેવી રીતે તેઓએ સવાલોના સ્માર્ટ રીતે જવાન આપીને બ્યુટી કોન્સેપ્ટને જીત્યું હતું.

1. ઐશ્વર્યા રાઈ બચ્ચન:

મિસ વર્લ્ડ(1994)

સવાલ-મિસ વર્લ્ડમાં કેવી ખૂબીઓ હોવી જોઈએ?

જવાબ-આજથી પહેલા જે મિસ વર્લ્ડ બની છે તેઓની અંદર તે લોકો પ્રતિ દયા અને સન્માન રહેલું છે જે સમાજ માટે વંચિત છે. આપણે પણ એવા લોકોની મદદ કરવી જોઈએ. રાષ્ટ્રીયતા અને રંગભેદને અલગ રાખીને એવા લોકો માટે કામ ન કરવું જોઈએ, જેન વાસ્તવમાં જરૂર છે. આજ વિચાર એક મિસ વર્લ્ડનો હોવો જોઈએ.

2. સુસ્મિતા સેન:

મિસ યુનિવર્સ(1994)

સવાલ-એક મહિલાને તમે કેવી નજરથી,ભાવનાથી જુઓ છો.

જવાબ-એક મહિલા હોવું જ ખુદ માટે એક ગોડ ગીફ્ટ છે. એક બાળકને જન્મ મહિલા દ્વારા જ આપવામાં આવે છે. એક મહિલામાં સેયરીંગની ખૂબીઓ હોય છે. તે પુરુષોને શેયરિંગ કરવું, દેખભાલ કરવી, અને દરેકની સાથે પ્રેમ કરવાની ભાવના શીખવાડે છે. આ જ એક મહિલા હોવાનો સાર છે.

3. લારા દત્તા:

મિસ યુનિવર્સ(2000)

સવાલ-એવું કહેવામાં આવે છે કે બ્યુટી કોન્ટેસ્ટ મહિલાઓ માટે રીસ્પેક્ટફૂલ નથી, કેવી રીતે સાબિત કરીશ કે વાત ખોટી છે?

જવાબ-હું સમજી શકું છુ કે મિસ યુનિવર્સ જેવી પ્રતિયોગીતાઓ યંગ વુમેન માટે એક સુંદર પ્લેટફોર્મ છે. આજ માધ્યમથી આપણે આગળ વધી શકીએ છીએ અને આજ ફિલ્ડમાં જઈ શકીએ છીએ. આપણે બીઝનેસ, રાજનીતિ સહીત અન્ય ફિલ્ડમાં કામ કરી શકીએ છીએ. આપણે મજબુતીથી આપણી રાય, કે વિચાર રાખી શકીએ છીએ.

4. પ્રિયંકા ચોપરા:

મિસ વર્લ્ડ(2000)

સવાલ-કઈ જીવિત મહિલાને સૌથી વધુ સફળ મહિલા માનો છો?

જવાબ-મદર ટેરેસા. જો કે દુનિયામાં ઘણા એવા લોકો છે, પણ હું જેનાથી વધુ પ્રભાવિત થઇ છુ તે મદર ટેરેસા છે. હું તેને દિલથી ચાહું છુ. તેમણે ભારતના લોકો માટે કામ કરેલું છે. તેમણે પોતાનું જીવન અન્યની સેવા કરવામાં જ વિતાવ્યું છે.

5. દિયા મિર્ઝા:

મિસ એશિયા પેસિફિક(2000)

સવાલ-એવી કઈ ત્રણ વસ્તુ છે જે તમારા માટે સૌથી મહત્વની છે?

જવાબ-પ્રેમ,ઈમાનદારી અને દોસ્તી.

6. નિકોલ ફારિયા:

મીસ અર્થ(2010)

સવાલ-સૌથી વધુ મહત્વપૂર્ણ શે છે? સૂર્યોદય કે સૂર્યાસ્ત.

જવાબ-સૂર્યોદય, કેમ કે તેને જોઇને જ લોકોને ઉર્જા મળે છે અને તે પોતાના પુરા દિવસની પ્લાનિંગ કરે છે. નવો દિવસ આપણને 24 કલાકો આપે છે,  જેમાં આપણે ખુદ પોતાના માટે તથા અન્ય માટે પણ નવા નવા કામો કરવાના છે.

7. માનુષી છીલ્લર:

મિસ વર્લ્ડ(2017)

સવાલ-ક્યા પ્રોફેશનને સૌથી વધુ સેલેરી મળવી જોઈએ અને કેમ ?

જવાબ-એક માં સૌથી વધુ સન્માનને યોગ્ય છે. મારી માં મારા માટે ખુબ પ્રેરણાદાયક બની છે. માં ને સૌથી વધુ સન્માન મળવું જોઈએ. તેઓને સેલેરીમાં કૈશ નહીં પણ ઈજ્જત, સન્માન અને પ્રેમ મળવો જોઈએ.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.