એક પરણેલી યુવતી ઓફિસમાં કામ કરતા એક છોકરા સાથે પ્રેમમાં પડી, પણ તેને ખબર નહોતી કે

0

કોઈ પ્રકારની આશા કે અપેક્ષા ના હતી છતાં પણ પ્રેમ થયો…

એક ખુશખુશાલ જિંદગી હતી. તો પણ હું કોઈ પ્રેમ કરવા લાગી. હું પરણેલી હતી અને તે પણ તેના શહેરની એક છોકરીને પ્રેમ કરતો હતો. તે તેની પ્રેમિકા અને ઘરથી દૂર મારા શહેરમાં એકલો રહેતો હતો. હું મારા પરિવાર સાથે રહેતી હતી. અમે બંને ખૂબ વાતો કરતા હતા. આમને આમ એક વર્ષ વીતી ગયું. આ વર્ષમાં ઘણી વાર એકબીજાને ભૂલવાનો પ્રયત્ન કર્યો, પણ જેટલો ભૂલવાનો પ્રયત્ન કર્યો તેટલાં જ વધારે યાદ કરવા લાગ્યા. ક્યારેક તો સંબંધ સ્થિર લાગતો, તો ક્યારેક મર્મભેદી. જાણે એકબીજા માટે જ જીવતા હોઈએ તેવું વર્તન કરતા.

ખબર હોવા છતાં કે આ સંબંધનું કોઈ ભવિષ્ય નથી પણ…

મને ખબર હોવા છતાં પણ તેની સાથે વિતાવેલી એક એક ક્ષણને મેં મારી યાદોમાં સંગ્રહ કરી હતી. હું ઘણી વાર મારી જાતને પૂછતી કે મને સાચે માં જ પ્રેમ થયો છે કે ખાલી આ એક ભ્રમ છે? ખૂબ મૂંઝાઈ જતી. અને છેલ્લે એક નિર્ણય પર આવતી કે એ જે હોય એ હું અત્યારે તો ખુશ છું ને બસ એમ માનીને જ આ સંબંધને આગળ વધવા દીધો. અમારા પ્રેમનું કોઈ સાક્ષી ન હતું. અમારા પ્રેમની જાણ ફક્ત મારા ખાસ બે મિત્રોને જ હતી. તેઓ આ સંબંધનું મહત્વ સમજી શકતા હતા.

પ્રેમમાં કોઇ સાચું ખોટું નથી હોતું….

હું પાગલોની જેમ તેને પ્રેમ કરતી હતી, પણ આ વાત હું તેને સમજાવી ના શકી. અમારા સંબંધમાં ખરુખોટનો પ્રશ્ન ન હતો, પણ એકબીજા માટે કેવી લાગણી રાખીએ છીએ તેનો હતો. તેમછતાં અમારી બંને વચ્ચે કંઈક ખાસ હતું જે અમને આ સંબંધમાં બાંધી રાખતું હતું. હું આખી દુનિયાને જણાવવા ઇચ્છતી હતી કે હું તેની સાથે કેટલી છું. પણ આ વાત સિક્રેટ રાખી હતી એટલે એક બીક લાગતી હતી.

ખબર હતી સમાજ અમારા સંબંધને ક્યારેય નહીં સ્વીકારે….

અમે જાણતાં હતા કે, સમાજ અમારો પ્રેમ નહિ સ્વીકારે અને અમને તેની સજા કરશે. હું જેને પ્રેમ કરતી હતી તે દુનિયાના બનાવેલા નિયમો મુજબ જ એક આદર્શ પુરુષની જેમ રહેવા ઇચ્છતો હતો. તેણે હજી તેના કરિયરની શરૂઆત જ કરી હતી. તેમછતાં મારામાં એટલી હિંમત હતી કે હકીકતનો સ્વીકાર કરી શકું. ત્યારે મને લાગ્યું કે, તેની લાગણીઓ મારા માટે મજબૂત ન હતી.

અચાનક એક દિવસ ફોન આવે છે….

ખૂબ કામ કર્યા પછી વેકેશનમાં ફરવા ગઈ હતી. ત્યાં પહોંચી ગયા બાદ એ જ દિવસે ફોનમાં રિંગ વાગી જોયુ તો તેનો કોલ હતો. મને લાગ્યું કે તે એવું કહેશે કે તે મને ખુબ યાદ કરે છે પણ જ્યારે ફોન ઉપાડીને વાત કરી તો તેણે કહ્યું કે તેની જોબ તેના હોમટાઉનમાં ટ્રાન્સફર થઈ ગઈ છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવું લાગ્યું. પરંતુ તેના અવાજમાં ખુશી વર્તાતી હતી. તેને મારાથી દૂર જવાનું કોઈ દુઃખ થયું નહિ. તેણે મારા માટે કંઈજ ના કહ્યું. હું ફોન મૂકીને ખૂબ રડી પડી. તે પણ મારા જીવનમાં આવેલા અન્ય પુરુષો જેવો જ નીકળ્યો તેણે મને ઘણા વચનો આપ્યા હતા તો એવું લાગ્યું કે કદાચ બીજાઓ કરતા અલગ હશે.

રાત્રે સુવા માટે આંખ બંધ કરું છું પણ….

તે જતો રહ્યો આ વાતને બે મહિના થઈ ગયા. હું આજે પણ તેના વોટ્સઅપ કરેલા મેસેજ વાંચું છું, તેની યાદ તેની પસંદના ગીતો સાંભળું છું, જ્યારે સુવા માટે આંખો બંધ કરું છું તો તેની સાથે વિતાવેલી મધુર ક્ષણો સામે આવે છે અને આંખોને ભીની કરે છે.

આજે તે મને કદાચ પ્રેમ નહિ કરતો હોય પણ……

આજે પણ હું તેને એટલોજ પ્રેમ કરું છું જેટલો પેહલા કરતી હતી. તે તેના શહેરમાં તેની પ્રેમિકા સાથે હશે. તેણે જેવી જિંદગી ઈચ્છી હતી તેવી તે જીવી રહ્યો હશે. અમારા સંબંધની સુખદ ક્ષણોને તે દુઃખી થઈને નહિ પણ હસતા યાદ કરશે તો કદાચ મારુ દુઃખ હળવું થાય. મને એક વાતનો આંનદ છે કે મેં જિંદગીમાં એક એવો સમય વિતાવ્યો, જે ખૂબ ઊંડો અને હકીકત હતો. આ સંબંધ દરમિયાન મને ફક્ત પ્રેમ મળ્યો. આ સંબંધથી હું એક મજબૂત સ્ત્રી બની. હા આજે કદાચ તે મને પ્રેમ નહિ કરતો હોય, હું તેની આસપાસ પણ નથી. તે મને ભૂલી પણ ગયો હશે તેમછતાં હું આજે પણ તેને ખૂબ પ્રેમ કરું છું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here