શું તમને ખબર છે પુલવામામાં હુમલામાં મૃત્યુ પામેલા જવાનોને નહિ મળે શહીદનો દરજ્જો, આખરે શા માટે….

0

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાની નિંદા દેશમાં ચારે તરફ થઇ રહી છે. દેશના 42 શહીદોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ હુમલા પછી દરેકના મનમાં ખુબ ગુસ્સો અને દર્દ છે. આપણે લોકો ઘરમાં શાંતિની ઊંઘ લઈએ છીએ તે આજ જવાનોને લીધે શક્ય છે. દેશના આ લાલ આજે દેશની માટીમાં ભળી ગયા છે. ભારત સરકારે પણ આ ઘટના પર પાકિસ્તાનને મોટી ચેતવણી આપી છે અને બદલો લેવાની વાત પણ કહી છે. પણ આજે જ્યાં ચારે તરફ આ જવાનોને શહીદ કહેવામાં આવી રહ્યા છે, પણ તમને કદાચ જાણ નહિ હોય કે તેઓને ભલે આજે શહીદ કહેવામાં આવી રહ્યા હોય પણ સરકારી દસ્તાવેજો અનુસાર તેઓને શહીદનો દરજ્જો આપવામાં નહિ આવે.

શું હોય છે શહીદનો દરજ્જો:
જણાવી દઈએ કે થલસેના, સેના કે વાયુસેનાના જવાન ફરજ દરમિયાન જો પોતાનો જીવ ગુમાવી દે તો જ તેઓને શહીદનો દરજ્જો મળે છે. થલસેના, નૌસેના કે વાયુસેના રક્ષા મંત્રાલય પર કામ કરે છે. શહીદનો દરજ્જો મળનારા પરિવારને પેંશન મળે છે જેનો ઈલાજ, કૈંટીનની જે પણ સુવિધાઓ હોય છે તે બધી જવાનના પરિવારને મળે છે. સાથે જ રાજ્ય સરકારમાં નોકરીમાં કોટા, શિક્ષણ સંસ્થાનમાં તેઓના બાળકોની સીટ પણ આરક્ષિત હોય છે.

પૈરામિલીટ્રી ફોર્સને નથી મળતો શહીદનો દરજ્જો:જયારે પૈરામિલીટ્રી ફોર્સ જેવા કે સીઆરપીએફ, બીએસએફ, આઇટીબીપી કે કોઈપણ પૈરામિલીટ્રી ફોર્સના જવાન જો પોતાની ડ્યુટી દરમિયાન મૃત્યુ પામે છે તો તેઓને શહીદનો દરજ્જો નથી મળતો. જણાવી દઈએ કે સેના પર દેશના બહારના હિસ્સાની જવાબદારી હોય છે જયારે સીઆરપીએફ કે પૈરામિલીટ્રી પર આંતરિક સુરક્ષાની જવાબદારીનો ભાર હોય છે. જો કોઈપણ પૈરામિલીટ્રીનો જવાન કોઈપણ આતંકી હુમલામાં મૃત્યુ પામે છે તો તેઓને શહીદ ના ગણાવી શકાય. આ સિવાય પૈરામિલીટ્રીના જવાનોને પેંશનની સુવિધા પણ નથી મળતી. જણાવી દઈએ કે પૈરામિલીટ્રી ગૃહ મંત્રાલયના ચાલતા કામ કરે છે.
આ એપ્લિકેશનથી કરી શકો છો જવાનોના પરિવારની મદદ:
જણાવી દઈએ કે વર્ષ 2017માં ગૃહ મંત્રાલયએ બોલીવુડ અભિનેતા અક્ષય કુમારના સૂચન પર ‘ભારત કે વીર’ નામની એક વેબસાઈટ પર એપ્લિકેશન તૈયાર કરવામા આવી હતી. જેમાં દેશના આંતરિક સેવા દરમિયાન શહીદ થયેલા જવાનના પરિવારની ઓનલાઇન મદદ થઇ શકે છે.

Author: GujjuRocks Team (રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here