અંગ્રેજી માધ્યમમાં ભણેલાં આ આધુનિક દંપતી કરે છે ગામડામાં ખેતીનો વ્યવસાય અને પશુપાલન….મહિને લાખોની કમાણી છે તેમની…જાણો એમના વિષે વધારે….લાખોપતિ એજ્યુકેટેડ કપલ સિટીનો મોહ છોડી રહે છે ગામડામાં, જીવે છે આવી લાઈફ

0

આજના જમાનામા ગ્રામ્ય વિસ્તાર છોડીને લોકો શહેરી જીવન તરફ આકર્ષાયા છે. માતા – પિતા પોતાના દીકરા દીકરીઓને અંગ્રેજી માધ્યમમાં ભણાવી રહ્યા છે. અને મોટા મોટા શહેરોમાં મોટી મોટી કોલેજોમાં ભણવા માટે મોકલી રહ્યા છે. તો કોઈ પોતાના દીકરા દીકરીઓને વિદેશમાં ભણવા માટે મોકલી રહ્યા છે. કારણકે એમના સંતાનનું ભવિષ્ય ઉજ્જવળ બને અને આગળના ભવિષ્યમાં કોઈ જ તકલીફ નહી પડે.પરંતુ જૂનાગઢના જ એક ખેડૂત છે પુરુષોતમભાઈ સીદપરા છે જે તેમના બે દીકરાને ભણાવી ગણાવી ને ખેતીના વ્યવસાયમાં જોડાયેલા રહે અને ગામડામાં જ રહે
એ ઉપરાંત તેમના દીકરા તો ખેતી સાથે સંકળાયેલ છે જ સાથે સાથે તેમના બંને દીકરાની વહુઓ પણ ખેતીના વ્યવસાય સાથે સંકળાઈ ને આનંદ પૂર્વક વધુ જ કામ કરે છે. બિઝનેસ કરીને પણ જેટલા પૈસા કમાય એટલા પૈસા જ તેમના બંને દીકરા ખેતી કરીને કમાય છે.
લાખો રૂપિયાની ખેતી કરે છે ને આવક પણ મેળવે છે. તેઓ જણાવે છે કેસંસ્કૃતિ, સભ્યતા અને ગામડાના વારસાને જાળવીને =ય જો ઘરે બેઠા બેઠા જ લાખો રૂપિયાની આવક થતી હોય તો શા માટે શહેરોમાં જઈને કોઇની ગુલામી કરવી. આ પરિયાવર આખો આજના યુવાનો અને ખેડૂતો માટે એક પ્રેરણારૂપ સાબિત થશે.
જૂનાગઢના જામકા ગામે રહેતો આ પરિવાર જામકા ગીર ગાય અને બીજા પશુઓને પાળીને પશુપાલનના વ્યવસાયને પણ અપનાવ્યો છે. પરષોતમભાઈ સિડપરાનો અભ્યાસ કોલેજના એક વર્ષ સુધીનો જ છે. એ પછી તેમણે ખેતીના પરંપરાગત વ્યવસાયને અપનાવ્યો હતો.
પરષોતમ ભાઈખેતીને ક્યારેય હીન નજરથી નથી જોતાં. તે ખેતીને એક મોટી ફેક્ટરી કે કંપની છે એમ જ જોવે છે. તેથી જ તે ખેતી કરવામાં ટેક્નોલૉજીનો વધુ ઉપયોગ કરે છે. તેમણે બે દીકરા છે. જે નાનપણથી જ ખેતી અને પશુપાલનના વ્યવસાયને જોઇને જ મોટા થયા છે. પિતાની જીવનશૈલી જોઈને તેમના દીકરાએ પણ શહેરમા જવાનું માંડી વાળ્યું ને પિતાનો જ વ્યવસાય ખેતી અપનાવી બધા હળી મળીને ખેતી કરવા લાગ્યા અને પશુપાલન સાંભળવા લાગ્યા. તેમનો મોટો ડો=ઈકરો પોતે કેમિકલ એંજિનિયર છે એટ્લે તેને પશુપાલન વ્યવસાય અપનાવ્યો અને નાનો દીકરો એંજિનિયર છે એટ્લે તેને ખેતી અને ગૌશાળા સંભાળ લેવાનું શરૂ કરી દીધું.
જ્યારે પોતાના બને દીકરાઓ ખેતી અને પશુપાલનના વ્યવસાયને જ અપનાવ્યો અને ખેતીને જ એક બિઝનેસ બનાવવાનું વિચાર્યું ત્યારે પરશોતંભાઈ એ તેમણે જીવન મૂલ્યોના કેટલાક સિદ્ધાતો સમજાવ્યા અને પરિવારની સાચી વ્યાખ્યા સમજાવી હતી. પછી લગ્ન થયા પછી આ જ વાત તેમની પુત્રવધુઑને પણ સમજાવી. તેમની બને વહુઓ ખૂબ જ સમજદાર હતી ને બધુ સમજી ગઈ અને સસરા અને પતિનો સાથ આપવા માટે તે પણ ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાઈ ગઈ ને ગામડે જ રહેવાનુ નક્કી કર્યું.તેઓ જણાવે છે કે, તેમના મોટા દીકરાની પત્નીનો અભયાદ બીબીએ સુધીનો છે.
પોતાના પશુપાલન વ્યવસાયમાં તેમની પાસે કુલ મળીને 102 જેટલી ગીર ગાયો છે. અને તેમની બાર એકર જમીનમાં માઇક્રો ટેકનિકની મદદથી ખેતી કરે છે.
રોજનું તેમની પાસે રહેલી ગાયોના આશરે 250 જેટલા દૂધનું ઉતપાદન કરે છે. અને તે શુદ્ધ ગીર ગાયના દૂધની જ વસ્તુ બનાવે છે. જે વિદેશમાં પણ લોકો મંગાવે છે. તેમનીપ્રોડકતમાં જામકા ગીરના પેંડા, સ્પેશિયલ સુવાવડના લાડુ, ઘી, વગેરે જેવી પ્રોડક્ટનું ઉતપાદન કરે છે. આ વ્યવસાયને આધુનિક રીતે અપનાવી તેઓ સારી એવી કમાણી કરી જાણે છે.
તેઓ જણાવે છે કે મારા યુવાન દીકરાઓને કોઈ જ પ્રકારનું વ્યસન નથી. તેમના દીકરાની પત્નીઓને પણ ગામડામાં જ જીવન જીવવાનું પસંદ છે. તેમજ ગામડામાં શુદ્ધ હવા , દેશી ખોરાક અને ઉતમ વસ્તુ મળી રહે પછી બીજું શું જોઈએ. ?તેમના મોટા દીકરાની વહુ શ્રદ્ધા એગ્રીકલ્ચર ડેવલોપમેન્ટ પર વધારે ધ્યાન આપે છે.તો નાની વહુ વંદના ઘરની બધી જ જવાબદારી સંભાળી રહી છે. પોતાના દીકરા અને વહુઓ ભણેલા ગણેલા હોવા છતાં હોંશે હોંશે ગામડાના જીવનને અપનાવી લીધું છે. તેનો તેમણે આનંદ છે.
તેઓ વધુમાં જણાવે છે કે જ્યારે તેમના બંને દીકરાના લગ્ન થયા ત્યારે આમંત્રણ પત્રિકામાં પણ નોંધ લખવામાં આવી હતી કે , જે લોકો વ્યસની છે તેમણે આલગ્નમાં ન આવવું. આવું કહીને વ્યસન મુક્તિ અભિયાન ને પણ સપોર્ટ કર્યો હતો અને સમાજને નવી દિશા તરફ રાહ ચીંધી હતી.
એ ઉપરાંત મોટી મોટી હસ્તીઓએ પણ પુરુષોતમભાઈની આ ખેતીની મુલાકાત લીધી હતી, જેયમાં મોરારીબાપુનો પણ સમાવેશ થાય છે.
તેમના નાના દીકરાની વહુ વંદના ઘરે રહીને ખેતરમાં જે જે વસ્તુનું ઉત્પાદન થાય છે તેના પેકેટ તૈયાર કરે છે અને ઇન્ટરનેટના માધ્યમથી વિદેશમાં તેનું વેચાણ કરે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here