જોઈન્ટ ફેમિલીમાં રહેવાના આ જોરદાર ફાયદાઓ, આજના જમાનાના લોકોને નથી ખબર આ….વાંચો રસપ્રદ લેખ

0

પરિવાર વગર આજે કોઈપણ વ્યક્તિ અધુરો છે. દરેક સમાજમાં દરેક વ્યક્તિને એક સપોર્ટ જોઈતો જ હોય છે અને તે મળે છે પરિવાર તરફથી. દુનિયામાં અલગ અલગ પ્રકારના પરિવાર વસતા હોય છે. આપણા દેશમાં સૌથી પ્રખ્યાત એક પરિવારતંત્ર અલગ વિચાર ધરાવતા હોય છે. આપણા દેશમાં ઘણા લોકો સયુંકત પરિવારમાં રહેતા હોય છે. સંયુક્ત પરિવારમાં બાળપણ એ ક્યારેય એકલતા વાળું નથી હોતું, યુવાનોને જોઈએ ત્યારે સપોર્ટ અને માર્ગદર્શન મળી રહે છે. સયુંકત પરિવારમાં ઘરના વડીલ એ ઘરના બાકીના લોકોને તેમના જીવનના અનેક અનુભવો જણાવતા રહે છે. અને જો કોઈ મતભેદ ઘરમાં ઉભા થાય તો તે પણ પોતાના અનુભવના આધારે સુલઝાવે છે.

આજે અમે તમને સંયુક્ત પરિવારમાં રહેવાવાળા લોકોને એવી ટીપ્સ અને માહિતી આપીશું જે તમારા પરિવારને એકસાથે રાખવામાં મદદ કરશે. આ ટીપ્સના ફાયદા પણ તમે જાતે જ જોઈ શકશો.

૧. પરિવારમાં એકતા હોવી એ સયુંકત પરિવાર માટે પહેલું પગથીયું છે. આમાં આપણા બાળકોને મોટા વડીલોને કેવીરીતે માન સન્માન આપવું એ શીખવાડી શકીએ છીએ. આ વાત એ ફક્ત બાળકો પર જ લાગુ નથી પડતી. સયુંકત પરિવારમાં જયારે કોઈ નવું સદસ્ય એટલે કે કોઈ નવવધુ પણ આવે છે તો તેને એડજસ્ટ થતા વાર નથી લાગતી.

૨. જો તમે સયુંકત પરિવારમાં રહો છો તો તમારે બાળકોને કેવા સંબંધીઓ સાથે કેવીરીતે વર્તન કરવું એ ખાસ શીખવાડવું જોઈએ. જો તમે તમારા પરિવારથી નોકરી અર્થે દુર રહો છો તો તમારા બાળકોને ફેમેલી ફોટો બતાવીને બધાની ઓળખાણ કરાવો. બની શકે તો તેમની સાથે મુલાકાત પણ કરાવો.

૩. જયારે બાળક એ એકલા માતા પિતા સાથે રહે છે ત્યારે વધારે પડતા લાડ પ્યારના કારણે તે બાળક જીદ્દી બની જાય છે. જયારે સયુંકત પરિવારમાં બાળકને સમજાવનાર વડીલો હોય છે તમારા બાળકોને ઘરના વડીલો પાસેથી સારા સંસ્કાર પણ મળે છે.

૪. બાળકોને બને એટલું વધારે પ્રેમથી વાત કરતા શીખવાડો. બાળક એ જયારે સયુંકત પરિવારમાં રહે છે ત્યારે તેને બધા સાથે લગાવ હોય છે. તમે જયારે પણ ક્યાય બહાર જવાનું વિચારો છો પણ ત્યાં બાળકને નથી લઇ જઈ શકતા તો તમે તેમને તમારા પરિવારજનો સાથે બાળકને મુકીને જઈ શકો છો.

૫. જો તમે ઈચ્છો છો કે બાળકો પર કોઈ ખરાબ વાતની અસર થાય નહિ તો જયારે પણ બાળક સામે હોય ત્યારે ઝઘડશો નહિ. અને મોટે મોટેથી વાતો પણ બિલકુલ કરશો નહિ. સાથે તમે બાળકોને નાના મોટા સાથે વ્યવસ્થિતપણે વાત કરતા શીખવો.

૬. આજકાલની લાઈફસ્ટાઈલ અને ખર્ચ ને પહોચી વળવા માટે પતિ અને પત્ની બંનેને નોકરી કે વેપાર કરવો પડે છે. એટલા માટે જયારે તમે સયુંકત પરિવારમાં રહો છો તો તમારું બાળક એ આરામથી સચવાઈ જશે અને તેમનામાં સંસ્કાર પણ સારા આવશે. જયારે તમે નોકરી કરવા પણ જશો તો કોઈપણ ચિંતા વગર તમે તમારું કામ કરી શકશો.

૭. સયુંકત પરિવારમાં રહેવાથી સૌથી મોટો ફાયદો તો એ છે કે જયારે તમારી પર કે પછી બીજા કોઈની પર પણ કોઈ મુસીબત આવશે કે પછી કોઈપણ પ્રકારનું દુઃખ હોય તો તમે જેમ ખુશીઓ અને સુખ વહેચો તેમ આ પણ વહેચી શકો છો. આમ કરવાથી એ ચિંતા કે તમારું દુખ અડધું તો ત્યાં જ પૂરું થઇ જશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here