જો તમને દરમહિને 14000 રૂપિયાથી ઓછી સેલેરી મળી રહી હોય તો આ નંબર પર કરો ફોન,સરકાર કરશે મદદ…

0

દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે ન્યુનતમ મજુરીમાં વધારો કર્યો છે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ૧ નવેમ્બર ૨૦૧૮થી આ લાગુ કરવામાં આવશે. દરેક મજુરને વધેલું વેતન મળશે. આના માટે દિલ્હી સરકારે ૧૦ ડીસેમ્બરથી ઓપરેશન મીનીમમ બેઝ શરુ કરવાનો નિર્ણય કર્યો છે.

શ્રમ મંત્રી ગોપાલ રાયના કહેવા પ્રમાણે દરેક ૯ જીલ્લામાં ૫ – ૫ લોકોની ૧૦ સ્પેશીયલ ટીમ બનાવવામાં આવી છે, જે દરેક અલગ અલગ એરિયામાં જઈને રેડ મારશે. આપ સરકારનો દાવો છે કે દિલ્હીમાં લગભગ ૫૫ લાખ લોકો મીનીમમ બેઝ પર પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. મીનીમમ બેઝ ઓપરેશન ૧૦ ડીસેમ્બર થી ૨૦ ડીસેમ્બર સુધી ચાલશે. આ બધી રેડમાં શ્રમ મંત્રીની સાથે સાથે લેબર કમિશ્નર, ડેપ્યુટી લેબર કમિશ્નર, લેબર ઇન્સ્પેકટરની ટીમ એ રૂબરૂ નિરીક્ષણ કરશે.

ડીસેમ્બરમાં જે પણ લોકોને વધેલી સેલેરી નહિ મળે તેઓ સરકારના આ નંબર પર ફોન કરીને ફરિયાદ કરી શકો છો, આ સાથે નંબર અહિયાં જણાવી રહ્યા છે, નંબર છે ૧૫૫૨૧૪. આ નંબર પર ફરિયાદ કરવાથી તરત જ એક્શન લેવામાં આવશે.

શ્રમ મંત્રી ગોપાલ રાય જણાવી રહ્યા છે કે હવે ન્યૂનતમ મજુરી અધિનિયમ લાગુ થઇ ગયું છે અને વધેલ મીનીમમ બેઝ ના આપવાવાળા લોકોની સામે કેસ કરવામાં આવશે અને રેડમાં જો કોઈ રેકોર્ડ દેખાશે પછી તેને નોટીસ આપવામાં આવશે. નિયમો નહિ માનવાવાળા વ્યક્તિને મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ કરવામાં આવશે.

આ અધિનિયમ અંતર્ગત થશે દંડની જોગવાઈ.

સશોધિત અધિનિયમ અંતર્ગત હવે ૫૦૦૦૦ રૂપિયા દંડ થશે અને તે વ્યક્તિને ત્રણ વર્ષની જેલ પણ થઇ શકે છે. આની પહેલા દંડ એ ફક્ત ૫૦૦ રૂપિયા જ હતો અને સજા પણ ફક્ત ૬ મહિનાની જ હતી.

ગોપાલ રાયે સમાચારમાં વાત કરતા જણાવ્યું છે કે અત્યારસુધી જેટલા પણ કેસ આવ્યા છે એ બધા સંશોધિત એક્ટ અંતર્ગત જ થશે. સરકારી વિભાગમાં જે પણ અધિકારી એ મીનીમમ બેઝ નહિ આપે તેમને બ્લેકલીસ્ટ કરવામાં આવશે. હેલ્પલાઇન પર આવવાવાળી ફરિયાદો સિવાય પણ સરકાર એ અલગ અલગ જગ્યાએ અચાનક ચેકિંગ કરશે.

રાયે જણાવ્યું છે કે ઘણીબધી ફરિયાદો આવે છે કે અમુક લોકોને ૪ થી ૫ હજાર રૂપિયા જ આપવામાં આવે છે અને એકાઉન્ટમાં જો પૈસા ટ્રાન્સફર કરી દીધા પછી એટીએમ દ્વારા પરત લઈ લેવામાં આવે છે. પણ હવે સરકાર એ ખાતરી કરશે કે દરેક વ્યક્તિને મીનીમમ બેઝ મળે અને તેના માટે જ આ ઓપરેશન મીનીમમ બેઝ શરુ કરવામાં આવ્યું છે.

ગોપાલ રાયના કહેવા પ્રમાણે મીનીમમ બેઝ વધીને ૧૪ હજાર થઇ ગયું છે અને આટલામાં પોતાનું ગુજરાન ચલાવવું એ મુશ્કેલ વાત છે. સરકારની કમિટીએ મીનીમમ બેઝને લઈને પોતાનો રીપોર્ટ એ સરકારને આપી દીધો છે, જેના આધારે સામાન્ય લોકો, ટ્રેડ યુનિયન અને સંસ્થાનોની સલાહ માંગી છે. દિલ્હીમાં દરેક સરકારી, પ્રાઇવેટ સંસ્થાનોમાં વધેલ પગાર આપવાનો રહેશે.

દરેકને આપવાનો રહેશે વધેલ પગાર.

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હવે દિલ્હી સરકારના માર્ચ ૨૦૧૭માં નોટિફિકેશન પ્રમાણે મીનીમમ બેઝ આપવામાં આવશે. દિલ્હી સરકારે એકવાર ફરીથી મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે સાથે મીનીમમ બેઝ લાગુ કરી દીધું છે. ૧ નવેમ્બરથી દિલ્હીના દરેક સરકારી અને પ્રાઇવેટ કંપનીએ વધેલ પગાર આપવાનો રહેશે.

અનસ્કીલ કેટેગરીમાં હવે દર મહીને ૧૪૦૦૦, સેમી સ્કીલ કેટેગરીમાં ૧૫૪૦૦ અને સ્કીલ કેટેગરીમાં ૧૬૯૬૨ રૂપિયા આપવામાં આવશે. શ્રમ મંત્રીએ જણાવ્યું છે કે સરકારે વધારેલ મીનીમમ બેઝને લઈને જાગરૂકતા અભિયાન શરુ કર્યું છે. ૭ ડીસેમ્બરે ડેપ્યુટી કમિશ્નર એ અલગ અલગ કંપનીના માલિકો, ટ્રેડ યુનિયન સાથે મીટીંગ કરશે. શ્રમ વિભાગના અધિકારીઓની ટીમ બનાવી દેવામાં આવી છે અને જો વધારે અધિકારીની જરૂરત પડી તો આના વિષે એલજીને જણાવવામાં આવશે.

સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવશે રીપોર્ટ.

નવા મીનીમમ બેઝને લઈને રીપોર્ટ એ ૩૧ જાન્યુઆરી સુધીમાં સુપ્રીમ કોર્ટને સોપવામાં આવશે. શ્રમ મંત્રી ગોપાલ રાયએ જણાવ્યું છે કે નવા મીનીમમ બેઝને નક્કી કરવા માટે બનાવવામાં આવેલ સમિતિને પોતાની રીપોર્ટ સરકારને સોંપી દીધી છે. સરકારે વેબસાઈટ પર પ્રસ્તાવિત મીનીમમ બેઝને લઈને આપવામાં આવેલ રીપોર્ટ સોંપીને જાહેર કરવાના છે અને ૧૨ જાન્યુઆરી સુધીમાં આની પર લોકોના પ્રતિભાવ મંગાવવામાં આવ્યા છે.

સમિતિએ ખાવાથી લઈને કપડાના માર્કેટ પ્રાઈઝની સ્ટડી કરીને પ્રસ્તાવિત મીનીમમ બેઝ રીપોર્ટ તૈયાર કરવામાં આવેલ છે. પ્રસ્તાવિત મીનીમમ બેઝને વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવ્યું છે. સામાન્ય લોકો, બિઝનેસ હાઉસ સહીત દરેકની પાસેથી પ્રતિભાવ અને સમસ્યાઓ મંગાવવામાં આવી છે. ૧૨ જાન્યુઆરી પછી બધી સલાહોને મીનીમમ બેઝ એડવાઇઝરી બોર્ડને આપવામાં આવશે.

બોર્ડમાં ૧૫ સદસ્યો મજુર સંગઠનના હશે જયારે ૧૫ સદસ્ય એ ઇન્ડસ્ટ્રીઝના હશે ૫ સદસ્ય એ અધિકારી હશે. બોર્ડ જે પણ રીપોર્ટ તૈયાર કરશે એને કેબીનેટમાં મુકવામાં આવશે. કેબીનેટની મંજુરી પછી નવા મીનીમમ બેઝ પ્રમાણે રીપોર્ટ તૈયારને ૩૧ જાન્યુઆરી સુધીમાં સુપ્રીમ કોર્ટને સબમિટ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી ફરી નવા મીનીમમ બેઝને લઈને નોટીફીકેશન જાહેર કરવામાં આવશે.

Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here