જો તમે પણ એલ્યુમિનિયમ ફોઈલમાં પૈક કરો છો ફૂડ?? તો જરૂર વાંચો આ ખબર અને થઇ જાઓ સાવધાન..તો આ આર્ટિકલ તમારા માટે જ છે, અત્યારે જ વાંચો

0

બાળકો માટે સ્કુલ લંચ પૈક કરવાનું હોય કે પછી ઓફીસ માટે ટીફીન લઇ જાવાનું હોય, તો આપણે બધા ભરોસો એલ્યુમીનીયમ ફોઈલ પર કરતા હોઈએ છીએ. લંચનો આ સાથી ભોજનના સ્વાદને બગાડવાની સાથે-સાથે, સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આજકાલની ભાગદૌડ ભરેલી જીવન શૈલી માં ખાનપાનની આદતોમાં તો બદલાવ તો આવ્યો જ છે, સાથે જ રસોઈ બનાવવામાં અને પૈક કરવાનો તરિકો પણ બદલી ચુક્યો છે. પહેલા આપણે કપડા કે કાગળમાં ભોજન પૈક કરતા હતા, તેની જગ્યા આજે એલ્યુમીનીયમ ફોઈલે લઇ લીધી છે. રસોઈ બનાવાવી થી લઈને શાકભાજીઓ કે માંસાહાર ને ગ્રિલ્ડ કરવા સુધી આપણે તેનો ઉપીયોગ કરીએ છીએ.

વિશેષજ્ઞ અનુસાર, લાંબા સમય સુધી ફોઈલમાં ખોરાક રાખવાથી તે ખરાબ બની જાય છે અને તેના પોષકતત્વો પણ નાશ પામે છે, રીસર્ચ અનુસાર ફોઈલમાં ખોરાક ગરમ કરવો સૌથી વધુ નુકસાનદેહ છે. મસાલેદાર ભોજન પર તેની  સૌથી ખરાબ અસર પડે છે. આ પ્રકારનું ભોજન એલ્યુમીનીયમ ફોઈલને સારી રીતે અવશોષિત કરી લે છે અને ફોઈલમાં મૌજુદ હાનીકારક રસાયણ ભોજન માં ભળી જાય છે.

સ્વાસ્થ્ય માટે નુકસાનકારક:

એલ્યુમીનીયમ ફોઈલમાં ખોરાક બનાવવો કે પૈક કરવો તમારા સ્વાસ્થ્ય માટે ઠીક નથી. અમુક શોધ માં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો કે એલ્યુમીનીયમ દિમાગના વિકાસને પ્રભાવિત કરી શકે છે. જે લોકોને હાડકાઓ સંબંધિત બીમારીઓ પહેલાથી જ છે, તેના માટે તો તે વધુ નુકસાનકારક સાબિત થઇ શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશન નાં આધારે, ફોઈલ માં બનેલો ખોરાક જરૂર કરતા વધુ એલ્યુમીનીયમ ખેંચી લે છે. મસાલેદાર ખોરાક માટે તે વધુ હાનીકારક છે. સાથે જ તો અવી રીતે આપણા શરીરમાં એલ્યુમિનિયમની માત્રા વધી જાય, તો તેની ખરાબ અસર દિમાગ પર પડે છે. જેને લીધે યાદાશ સંબંધી સમસ્યા, સમજવા-વિચારવા ની શક્તિ નકમજોર રહેવી જેવી પરેશાની આવી શકે છે.

શરીરમાં એલ્યુમીનીયમની વધતી જતી માત્રાથી હાડકાઓ કમજોર થઈ જવા, રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી થવી જેવી પરેશાનીઓ પણ આવી શકે છે. અલ્જાઈમર રોગનું સૌથી મોટું કારણ પણ એલ્યુમીનીયમ જ છે.

ભોજનમાં તેની વધતી જતી માત્રાથી કીડનીની સમસ્યા, ઓસ્ટી યોપોરોસિસ, ડીમેંશીયા જેવી ગંભીર બીમારીઓ નો ખતરો પણ વધી જાય છે. ખાટા ખાદ્ય પદાર્થને એલ્યુંમીનીયમ ફોઈલમાં રાખવાથી બચો. તેનાથી કેમિકલ બેલેન્સ બગડી જાય છે અને તે ઝેરી અસર પૈદા કરી શકે છે.

બાળકો માટે તો ખાસ ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. કેમ કે તેનો નાનો એવો હિસ્સો પણ બાળકોના પેટમાં જવાથી તે કૈન્સર પણ પૈદા કરી શકે છે. વધુ પડતો ગરમ ખોરાક તેમાં લપેટવાથી ફોઈલનું એલ્યુમીનીયમ પીગળવા લાગે છે, જેનાથી તેના તત્વ ખોરાક સાથે ભળી જાય છે. જે બીમારને આમંત્રિત કરે છે.

ડોકટરોનું કહેવું:

એલ્યુમીનીયમ ફાઈલમાં ગરમ ખોરાક રાખવાથી હાનીકારક કેમિકલ્સ આપણા શરીરમાં જાય છે જેનાથી પેટ સંબંધી રોગ, નોજીયા, એગ્જીમાં, અલ્જાઈમર જેવી બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. અને જો ફોઈલ લો ક્વોલેટીની હોય તો તેમાં હાનીકારક કેમિકલ્સની માત્રા વધુ હોય છે, જેનાથી કેન્સર જેવી બીમારીઓ પણ થઇ શકે છે. માટે જ્યારે પણ તેમાં ખોરાક રાખો તો તો તેને ઠંડુ કરીને મુકો.

લેખન સંકલન: ગોપી વ્યાસ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!