જો તમે પણ આ દૂધ પીવો છો તો થઇ જાવ સાવધાન, વિદેશીઓ આ દુધને દરિયામાં વહાવી દે છે…

0

પોસ્ટ વાંચતા પહેલા જ તેની માટે અભિપ્રાય બાંધવો યોગ્ય નથી માટે દરેક વાચકને એક વિનંતી છે કે આ પોસ્ટને પહેલા પૂરી વાંચવી, આ પોસ્ટનો આશય એ લોકો સુધી સાચી માહિતી પહોચાડવાની છે. ગાયને આપણે માતા માનીએ છીએ અને પૂજીએ છીએ એ આખી વાત જ અલગ છે પણ આજે અમે તમને જણાવીએ છે એ ગાયની માહિતી જેનું દૂધ એ પૂતનાના ધાવણ સમાન છે. આ ગાય છે જર્સી ગાય, તમે કૃષ્ણ અને પૂતનાની વાર્તા તો જાણતા જ હશો ને આ જર્સી ગાય એ આ પૂતના જ છે.

આના માટે સૌથી પહેલા તમારે એ જાણી લેવી જોઈએ કે કઈ ગાય સ્વદેશી ગાય છે અને કઈ ગાય વિદેશી જર્સી ગાય. દેશી અને વિદેશી ગાયની સૌથી મોટી ઓળખાણ એ હોય છે કે દેશી ગાયની પીઠ પર મોટી ખુંધ હોય છે જયારે જર્સી ગાય ની પીઠ સમતલ હોય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આખા વિશ્વમાં ફક્ત આપણા દેશમાં જ આ ગાયના દૂધનું સેવન કરવામાં આવે છે. બાકીના કોઈપણ દેશમાં લોકો આ ગાયનું દૂધ પીતા નથી.

જર્સી ગાય સૌથી વધુ ડેન્માર્ક, ન્યુઝીલેન્ડ વગેરે દેશમાં વધારે જોવા મળે છે. ડેન્માર્કમાં લોકોની વસ્તી કરતા આ ગાયની સંખ્યા વધારે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ ડેન્માર્કના લોકો આ ગાયનું દૂધ પીતા નથી. કેમ નથી પીતા આ લોકો આ દૂધ. કારણ કે આ દૂધ પીવાથી કેન્સર થવાની સંભાવના વધે છે. ઘુટણમાં દુખાવો થવો એ તો સામાન્ય વાત છે પણ લોહીમાં સુગર વધવા પાછળ આ દૂધ રહેલ છે. ડેન્માર્કના લોકો તો ચા પણ દૂધ વગરની પીવે છે. ડેન્માર્કની સરકાર એ દૂધ વધી જવા પર તેને દરિયામાં ફેંકાવી દે છે. ત્યાં એક લાઈન બહુ ફેમસ છે “milk is a white poison” તમને જાણીને ચોંકી જશો પણ આપણા દેશના ૩૬૦૦૦ કતલખાનામાં દર વર્ષે ૨ કરોડ ની આસપાસ ગાયો કાપવામાં આવે છે અને તેમાંથી ૭૨ લાખ મેટ્રિક ટન માંસ ઉત્પન કરવામાં આવે છે. આ માંસને સૌથી વધુ અમેરિકા અને પછી યુરોપ અને પછી અરબ દેશમાં મોકલવામાં આવે છે. હવે તમને સવાલ થશે કે અમેરિકાના લોકો એ તેમના દેશની ગાયનું માંસ કેમ નથી ખાતા?

વાત એમ છે કે યુરોપ અને અમેરિકાની જે ગાય છે તે ગંભીર બીમારીઓથી પીડિત છે અને તે બીમારીનું નામ છે Mad cow disease. આ બીમારીથી ગાયના પગ પર એ સીંધ પર પરુ થઇ જાય છે અને ઘાવ બની જાય છે. સામાન્ય રીતે જર્સી ગાયને આ બીમારી રહેતી હોય છે. એટલે જ યુરોપ અને અમેરિકાના લોકો આજકાલ પોતાના દેશની ગાયનું માંસ બહુ ઓછું ખાય છે. આ જ કારણ છે કે તેમના દેશમાં ભારતની ગાયના માંસની બહુ ડીમાંડ હોય છે. આપણા દેશની ગાયને આ બીમારી નથી થતી. તમને જાણીને નવાઈ લાગશે પણ આ જર્સી ગાયને આ બીમારી એટલા માટે થાય છે કારણકે તે ગાયને માંસાહારી ભોજન આપવામાં આવે છે. આવું તે લોકો એટલા માટે કરે છે જેનાથી તે ગાયમાં માંસ વધારે બને. યુરોપ અને અમેરિકામાં લોકો ગાયને તેના માંસ માટે વધારે પાળે છે તે ગાયનું દૂધ પીવાની કોઈપણ પરંપરા ત્યાં નથી. ત્યાંના લોકો દૂધ પીવું બહુ પસંદ નાથી કરતા.

ત્યાના લોકોએ જર્સી ગાયને પાછલા વર્ષમાં એટલી બધી બદલી નાખીને છે અને એટલી કદાવર બનાવી દીધી છે કે તે ગાય એ ભેંસ જેવી દેખાવા લાગી છે. યુરોપની ગાયની જે મૂળ પ્રજાતિ છે holstein friesian ,jarsi એ બહુ વિચિત્ર પ્રકારની ગાય છે. તે ગાયમાં ગાયનો એકપણ ગુણ નથી. જેટલા ગુણ ભેંસમાં હોય છે એનાથી પણ વધારે દુર્ગુણ આ ગાયમાં જોવા મળે છે.

તમને જાણીને નવાઈ લાગશે પણ જર્સી ગાયને પોતાના વાછરડા સાથે કોઈ લગાવ નથી હોતો. આ ગાય એ પોતાના વાછરડાને ઓળખી પણ શકતી નથી. ઘણી વાર તો જર્સી ગાયનું વાછરડું કોઈ બીજી ગાય સાથે ચાલ્યું જાય તો પણ તે ગાયને કોઈપણ તકલીફ થતી નથી.

પણ આપણા દેશની જે ગાય હોય છે એ પોતાના વાછરડાને એટલો પ્રેમ કરતી હોય છે કે જો તેના વાછરડાની સામે કોઈ અસહજ રીતે જુએ તો પણ તે ગાય એ તેમને મારી નાખવા જેટલી તૈયારી કરી દેતી હોય છે. દેશી ગાયની સૌથી મોટી વિશેષતા એ છે કે તે લાખોની ભીડમાં પણ પોતાના વાછરડાને ઓળખી લેતી હોય છે અને સામે વાછરડું પણ ઘણીબધી ગાયોની વચ્ચે પોતાની માતા ગાયને ઓળખી લેતું હોય છે. જર્સી ગાય એ ક્યારેય બહુ ચાલવું પસંદ કરતી નથી તેને ચાલવાનું કહેવામાં આવે તો પણ તે બેસી જાય છે. જયારે આપણી દેશી ગાય એ તમે ગમે એટલું ચલાવશો એ ચાલી જાય છે એટલે સુધી કે તેને કોઈ પર્વત પર ચઢાવી દેવામાં આવે તો તે આરામથી ચઢી જાય છે

ક્યારેક તમે માર્ક કરશો તો તમને ક્યાલ આવશે કે હિમાલય પર્વતની પરિક્રમા કરીને જેટલી ઉંચાઈ સુધી મનુષ્ય જઈ શકે છે એટલી જ ઉંચાઈ સુધી દેશી ગાય પણ જઈ શકે છે. જર્સી ગાયને ૧૦ ફૂટથી ઉપર ચઢાવવામાં આવે તો તકલીફ પડતી હોય છે. તમે ઋષિકેશ, બદ્રીનાથ વગેરે જેવી જગ્યાએ જશો તો તમને દેશી ગાય જોવા મળશે પણ જર્સી ગાય એટલે સુધી નથી જઈ શકતી. જર્સી ગાય એ ભેંસ જેવી થઇ ગઈ છે જેમ કે ક્યારેક જર્સી ગાય એ રોડ વચ્ચે બેસી જશે તો તમે ગાડીમાંથી ગમે એટલા હોર્ન મારશો તે ઉભી થશે નહિ. કારણકે ત્યાં રસ્તા પરથી હટવા માટે IQ જોઈએ જે આ ગાયમાં નથી હોતું.

સામાન્ય રીતે જર્સી ગાય માટે યુરોપમાં એવું માનવામાં આવે છે કે આ ગાયને વિકસિત કરવામાં આવી છે ડુક્કરના જીનથી. ભગવાને ગાય એ ફક્ત આપણા દેશને જ આપી હતી અને તમને જાણીને નવાઈ લાગશે પણ જેટલી પણ જર્સી ગાય છે યુરોપ અને અમેરિકામાં તેમના વંશ વધારવા માટે artificial inseminationની મદદ લેવમાં આવી હતી. તમારે જાણી લેવું જોઈએ કે આ artificial insemination માં કોઈપણ પ્રાણીનું જીન એ મિક્ષ કરી શકીએ છે આમાં ઘોડા, ભૂંડ વગેરે જેવા પ્રાણીઓનું જીન પણ તેમાં ઉપયોગમાં લેવાય છે. આ artificial inseminationના ઉપયોગથી જ આ ગાયનો જન્મ કરાવાવમાં આવ્યો હતો. છેલ્લા ૫૦ વર્ષથી આવું કામ કરવામાં આવે છે. આમ બીજા પ્રાણીઓનું જીન લઈને આ ગાયને ગર્ભવતી બનાવવામાં આવે છે.

યુરોપ અને અમેરિકાના ભોજન વિશેષજ્ઞનું કહેવું છે કે જર્સી ગાયનું માંસ ખાવાથી ૧૫ થી ૨૦ વર્ષમાં કેન્સર થવાની સંભાવના રહે છે. ઘૂંટણમાં દુખાવો થવો, ડાયાબિટીસ, અસ્થમા વગેરે જેવી બીમારીઓ પણ થવાની શક્યતા રહે છે. તેઓના દેશોમાં અમુક અભિયાન ચલાવવમાં આવે છે જેમાં તેઓ તેમના દેશની ગાયનું માંસ ઓછું ખાવા અને આપણા દેશની ગાયનું માંસ ઉપયોગમાં લેવાનું કહેવા આવે છે. આના માટે યુરોપિયન કમીશન એ ભારત સરકાર સાથે વાત કરી રહી છે અને તેના માટે આપણા દેશમાંથી દર વર્ષે ૭૨ લાખ મેટ્રિક ટન માંસ વિદેશમાં મોકલવામાં આવે છે અને દેશમાં કુલ ૩૬૦૦૦ કતલખાના આવેલ છે. એ દેશમાં લોકો ગાયનું માંસ ખાય છે પણ ગાયનું દૂધ પીતા નથી.આપણા દેશના અમુક નામી લોકો એ આપણી ગાયોનું માંસ એ વિદેશમાં મોકલવા ગાયોને મારી નાખતા પણ અચકાતા નથી, આટલું ઓછું હોય તો પાછું વિદેશની જર્સી ગાયને આપણા દેશમાં લાવીને તેઓ આપણા સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરવાની તૈયારી કરી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આપણા દેશમાં પંજાબ અને ગુજરાતમાં જ આ જર્સી ગાય વધારે જોવા મળે છે. તમને જાણીને ચોંકી જશો પણ અમુક ઘી બનાવતી કંપનીઓ એ વધારે ઘી બનાવવા માટે બહારથી આ જર્સી ગાયનું દૂધ મંગાવે છે.

દુધને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે, A1 અને A2. A1 જર્સી અને A2 એ આપણા દેશની ગાય માટે.

વાત એમ હોય છે કે આ કંપનીઓ વધારે થી વધારે ઘી બનાવવું હોય છે અને હવે આટલી બધી ગાયોને સાચવવી અને તેમનું પાલન કરવું એ બધું તેમનાથી થઇ શકે એમ નથી. આટલી બધી ગાયોને ફેક્ટરીમાં રાખવાની જગ્યા પણ નથી હોતી. એટલા માટે આ લોકો ડેન્માર્કથી A1 દૂધ એ એટલે કે જર્સી ગાયનું દૂધ પાવડર સ્વરૂપે મંગાવે છે. બસ આજ દૂધમાંથી તેઓ પછી ઘી બનાવતા હોય છે. આ દૂધમાંથી બનતું ઘી એ આપણને વેચે છે અને તેમની સામે આપણે કોઈપણ કાર્યવાહી પણ નથી કરી શકતા. ક્યાય પણ એવું કોઈ કાનુનમાં લખેલું નથી કે જર્સી ગાયનું દૂધ ના પીવું જોઈએ.

તો સૌથી પહેલા તમને એક વિનંતી છે કે જો તમે આપણી દેશી ગાયનું જ દૂધ પીવાનું આગ્રહ રાખો. ગાયમાતા એ સૌથી પહેલા સમુદ્રમંથનમાંથી નીકળી હતી તે ગાયનું નામ કામધેનું છે. ગાયના શરીરમાંથી નીકળેલી કોઈપણ વસ્તુ વેસ્ટ નથી હોતી. દૂધ આપણા પીવાના કામમાં લઈએ છીએ, ગૌમૂત્રથી ઘણી ઔષધિઓ બનાવીએ છીએ, ગોબરથી ખાતર બનાવવમાં આવે છે અને ગોબર ગેસથી ગાડીઓ પણ ચલાવવમાં આવે છે. વીજળી પણ બનાવવામાં આવે છે. સૂર્યની કિરણોથી ગાયના શરીરમાં ઉર્જા આવે છે અને તે દૂધમાં સોનાના ગુણ ભળે છે. ગાયના દૂધના સેવન કરવાથી શરીરમાં એક ગ્રામ પણ કોલેસ્ટ્રોલ વધતું નથી.

જો તમે પણ હવે દેશી ગાયનું દૂધ ખરીદો છો તો દૂધ વાળા ભાઈને પૂછો કે તે કઈ ગાયનું દૂધ લાવે છે. (ઘણા એવા પણ દૂધવાળા હશે જેમને આ બંને ગાય વિષે ખબર પણ નહિ હોય.) તમે હંમેશા દેશી ગાયનું જ દૂધ પીવાનો આગ્રહ રાખો. ઘી પણ ગાયનું જ ઉપયોગમાં લેજો. વાંચો શુદ્ધ ઘીની બીજી રસપ્રદ માહિતી.

ગાયનું ઘી બે પ્રકારનું હોય છે જેમાંથી એક ખાવાના ઉપયોગમાં લેવાય છે અને બીજો પ્રકાર એ નાકમાં નાખીને ઈલાજ કરવાના કામમાં આવે છે. બીજા પ્રકારના ઘીથી ૪૮ જેટલા રોગનું નિદાન થઇ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ બીજા પ્રકારનું ઘે જેને પંચ્ગ્વ્યા ઘી કહેવામાં આવે છે અને ૧૦ ml ઘી એ આખો મહિનો ચાલી રહે છે. આ ઘી બનાવનાર લોકો આપણા દેશમાં બહુ ઓછા લોકો છે.

આયુર્વેદમાં ખાવાના ઉપયોગમાં લેવાવાળું ઘી એ ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે. આ એક કિલો ઘી બનાવવા માટે ૨૫ થી ૩૦ લીટર દૂધ લેવામાં આવે છે. આ ઘી એ સૌથી બેસ્ટ વસ્તુ છે ખાવા માટે. હવે તો ઘણા લોકો મિશ્રણ વાળું ઘી પણ બનાવતા હોય છે અને અમુક તો ગાયનું ઘી કહીને ભેંસનું ઘી પણ વેચતા હોય છે. ઘણી કંપનીઓ ઘી કહીને જર્સી ગાયનું પણ ઘી બનાવીને વેચતી હોય છે.

જો તમને ઘી ખાવું જ છે તો તમને જણાવી દઈએ કે આપણા દેશની સૌથી મોટી ગૌશાળા કે જે રાજસ્થાનમાં આવેલ છે તેનું નામ પથમેઢા ગૌ શાળા છે. અહિયાં મળતું ઘી તમે ખાઈ શકો છો. અહિયાં ૩ લાખ દેશી ગાયો છે. તેમના ઘીની એ વિશેષતા છે કે તેઓ ફક્ત દેશો ગાયના દૂધનું જ ઘી બનાવે છે અને વેચે છે. આ ઘી એ ભેંસના ઘી અને જર્સી ગાયના ઘી કરતા ઘણું વધારે સારું છે. આ ઘી એ ૧ લીટર એ ૬૦૦ રૂપિયે મળે છે જો ઈશ્વરની કૃપા અને તમારી મહેનતથી તમારી આર્થિક સ્થિતિ મજબુત છે તો પછી આ ઘી ખાવાના ઉપયોગમાં જરૂર લેજો. દૂધ હંમેશા દેશી ગાયના દૂધનું જ ખાવું જોઈએ.

અંતે તમને જણાવી દઈએ કે વિદેશી લોકોને પણ આપણા દેશની ગાયોની કિમત સમજાઈ ગઈ છે. આપણા દેશની સૌથી સારી જાતિની ગાય એ ગીર ગાય છે જેને જર્મની દેશના લોકો પોતાના ત્યાં લઇ ગયા છે અને તેનો વંશ આગળ વધારો રહ્યા છે. તેઓ આ ગાયને એક કરોડમાં વેચી રહ્યા છે. આપણા દેશમાં ગીર ગાય એ ફક્ત ૫૦૦૦ની આસપાસ મળે છે. તો આજથી જ નિર્ણય કરો કે દેશી ગાયનું જ ઘી ખાઈશું અને ગૌરક્ષા પણ કરીશું. તમારા બીજા મિત્રો સાથે પણ આ માહિતી શેર કરો અને જાગૃત કરો લોકોને.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here