જો સવારે જાગ્યા પછી કે સપનામાં આ 8 ચીજો જોવા મળે તો ખુલી જશે તમારું સુતેલું ભાગ્ય, જાણો વિગતે…..

0

હિન્દૂ ધર્મમાં અમુક એવી ચીજો વિશે જણાવામાં આવ્યું છે, જેનાથી વ્યક્તિના ભવિષ્યમાં પ્રભાવ પડે છે. મોટાભાગે આપણને સપના વિશે જણાવામાં આવ્યું છે કે જો તે સવારના સમયે આવે તો તે ચોક્કસ સાચા પડે છે. જો કે વિજ્ઞાન આ બધા વિશે કઈક બીજું માને છે. મનોવિજ્ઞાનના અનુસાર ઈચ્છઓ વ્યક્તિના મગજમાં દબાયેલી હોય છે,જે સપનાના માધ્યમ દ્વારા દેખાઈ આવે છે.

આ ચીજોને સપનામાં જોવાથી થાય છે માતા લક્ષ્મીની કૃપા:
જ્યોતિષશાસ્ત્રોના અનુસાર જો સવારના સમયે વ્યક્તિને સપનામાં જે જોવા મળે છે તે ભવિષ્યમાં થનારી ઘટનાનો સંકેત આપે છે. આજે અમે તમને એવા જ અમુક સંકેતો વિશે કહેવા જઈ રહ્યા છીએ.

આ ચીજ સપનામાં જોવા પર થાય છે કઈક આવું:

1. જો તમે સપનામાં પાણી, લીલું ઘાસ કે ઘુવડને જુઓ છો તે ખુબજ શુભ માનવામાં આવે છે. આ સપનાનો અર્થ છે કે જલ્દી જ તમારી ઉપર માતા લક્ષ્મી મેહરબાન થવાની છે.2. જો તમે સવારના સમયે શેરડીને જુઓ છો તો તેનો અર્થ ભવિષ્યમાં તમને ધન સંબંધી મામલામાં સફળતા મળવાની છે. સાથે જ તમને ભવિષ્યમાં પૈસા કમાવાના ઘણા નવા સાધન મળશે.3. જો સવારે જાગ્યા પછી તમારી નજર સૌથી પહેલા દૂધ કે દહીં થી ભરેલા વાસણ પર પડે છે તો સમજી જાવ કે તમને ખુબ જ જલ્દી કોઈ શુભકામના મળવાની છે.
4. જો તમને સપનામાં સફેદ રંગનો સાપ જોવા મળે છે તો જલ્દી જ તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા વરસવાની છે. જે વ્યક્તિને સપનામાં સફેદ રંગનો સાપ જોવા મળે છે તેને ભવિષ્યમાં વિશેષ ઉપલબ્ધી મળવાની સંભાવના હોય છે.5. શંખનો અવાજ સાંભળવો:જો તમે સપનામાં કોઈ શંખનો અવાજ સંભળાય છે તો સમજી જાવ કે માતા લક્ષ્મી તમારા આંગણે આવવાની છે.

6. લાલ રંગની સાડીમાં કોઈ મહિલાને જોવી:જો તમે પોતાના સપનામાં કોઈ મહિલાને જોઈ રહ્યા છો જે લાલ રંગની સાડી, પૂરો શૃંગાર કરેલી છે તો સમજી જાવ કે તે સાક્ષાત લક્ષ્મી છે. તેનાથી નિશ્ચિત રૂપથી ધનવર્ષા થવાની છે.

7. કન્યાને સિક્કો આપતા જોવું:જો તમે તમારા સપનામાં શુક્રવારના દીસવે કોઈ કન્યાને સિક્કો આપતા જુઓ છો સમજી જાવ કે માતા લક્ષ્મી ની કૃપા દ્રષ્ટિ તમારા પર પાડવાની છે.

8. મોરનું દેખાવું:જો સવારે ઉઠતા જ તમને મોર, શ્રી ફળ, ફૂલ વગેરે જોવા મળે તો તે સારો સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમને ધનની પ્રાપ્તિ થવાની છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here