જીમમાં નથી ગયો તો પછી કેવી રીતે ઘટી ગયું 32 કિલો વજન, વાંચો શું સિક્રેટ છે આ યુવકનું…જાણો

0

વજનવધારો આજે એક એવી તકલીફ થઇ ગઈ છે જે વિશ્વના દર ૫માં વ્યક્તિને હેરાન કરે છે. જાદુ શરીર હોવાને કારણે ફક્ત સ્વાસ્થ્ય સંબંધિત જ થાય છે એવું નથી પણ અનુક લોકોને મિત્રોનો મજાક પણ સહન કરવો પડતો હોય છે. આવામાં અમુક લોકો એ નિરાશ થઈને ઘરમાં જ ભરાઈને બેસી જાય છે. પણ જો તમે ઈચ્છો તો તમારું વજન તમે ઘટાડી શકો છો. સામાન્ય રીતે વજન ઘટાડવાની વાત આવે એટલે પહેલા જ વિચાર આવી જાય કે જીમમાં જવું પડશે. જીમ જોઈન્ટ થવાથી વજન ઘટે છે જરૂર પણ આજે અમે તમને એક એવી માહિતી જણાવીશું જેનાથી પ્રેરણા મળશે અને તમે પણ તમારું વજન ઘટાડી શકશો.

પુન્દ્રિક ભારદ્વાજ, આ એ વ્યક્તિ છે જેણે એન્જિનિયરીંગમાં માસ્ટર કર્યું છે. એક સમય હતો જયારે આ યુવાનનું વજન એ ૧૦૩ કિલો હતું. પોતાના વધારે વજનના કારણે ઘણા બધા લોકો તેનો મજાક ઉડાવતા હતા. તે પોતાના જીવનથી એટલો ડિપ્રેસ થઇ ગયો હતો કે તેણે પોતાની જાતને ઘરમાં પૂરી દીધી હતી. બહાર જ્યાં બહુ બધા લોકો ભેગા થતા હોય એવી જગ્યાએ તે જવાનું ટાળતો હતો. બધી જગ્યાએ જતા તેને શરમ આવતી હતી.

પણ એક દિવસ પુન્દ્રિકે નક્કી કર્યું કે બસ હવે બહુ થઇ ગયું. હવે તે પોતાના આ વધારે વજનથી છુટકારો મેળવીને જ જંપશે. બસ પછી શું હતું તેમણે જોત જોતામાં પોતાનું ૩૨ કિલો વજન ઘટાડી નાખ્યું અને અત્યારે હાલમાં તેમનું વજન એ ૭૧ કિલો છે. આવામાં આજે તેમની ઉંચાઈ ૫ ફૂટ ૧૦ ઇંચ છે અને એક હેન્ડસમ યુવાન બની ગયા છે. તેમના શરીરમાં આવેલ આ ફેરફાર એ બહુ રસપ્રદ છે. નવાઈની વાત તો આ છે કે તેમણે આ વજન એ જીમમાં ગયા વગર ઉતરી ગયું હતું. જ્યાં અમુકવાર ઘણા લોકોને અનેક કલાકો સુધી જીમમાં કસરત કરે છે તો પણ વજન ઘટતું નથી. આવો તમને જણાવીએ કે જીમમાં ગયા વગર તેમણે કેવીરીતે આટલું બધું વજન ઘટાડ્યું.

તે જણાવે છે કે વજન ઘટાડવા માટે સામાન્ય કસરત અને વ્યાયામ કરે છે સાથે સાથે યોગ્ય પોષક તત્વોથી ભરપુર ડાયટ તેમણે ફોલો કર્યો હતો. ફીટ રહેવા માટે તેમણે ઘરે જ પુશપ્સ, ક્રન્ચેસ, દોરડા કુળવા વગેરે જેવી કસરત કરતા હતા. તેમનું જણાવવું છે કે ચાલવા કરતા દોડવાથી વજન જલ્દી ઓછું થાય છે. જો સાચી રીતથી કરવામાં આવે તો તમે દર મીનીટે ૧૬ કેલેરી બર્ન કરી શકો છો.

જો ડાયટની વાત કરીએ તો પુન્દ્રિક એ વધારે પ્રમાણમાં પ્રોટીન અને કેલ્સિયમવાળી વસ્તુઓ આહારમાં લેતા હતા. તેઓ પહેલા ફક્ત ફ્રુટ ખાતા હતા પછી ધીરે ધીરે તેમણે શાક પણ ખાવાની શરૂઆત કરે છે. પછી ફળ અને શાકભાજી પણ તેઓ સાથે ખાય છે. રવિવારના દિવસે થોડા બીજા ખોરાક પણ તેઓ લેતા હોય છે. વજન ઘટાડવા માટે પુન્દ્રિકની એ જ સલાહ છે કે વજન ઘટાડવામાં સૌથી વધુ મુખ્ય ભાગ યોગ્ય ડાયટનો હોય છે. ૧૦ ટકા ભાગ કસરત અને ૯૦ ટકા ભાગ એ તમારા ખોરાક પર નિર્ભર હોય છે.

વજન ઘટાડ્યા પછી પુન્દ્રિકની પર્સનાલિટીમાં ઘણો ફરક આવ્યો છે. હવે તેઓ ગમે ત્યાં જાય તો કોઈના થી પણ ગભરાતા નથી અને હંમેશા આત્મવિશ્વાસથી ભરપુર ફિલ કરે છે. તો જો તમે પણ તામ્રું વજન ઘટાડવા માંગો છો તો પહેલા તો એક દ્રઢ નિશ્ચય કરો કે તમે આટલું કરશો જ.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here